અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ મંદિર ખાતે 3 હજાર કિલો સફરજનનો ફૂલડોલોત્સવ, કોરોનાના દર્દીઓને વહેંચાશે પ્રસાદરૂપે

અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ મંદિર ખાતે 3 હજાર કિલો સફરજનનો ફૂલડોલોત્સવ, કોરોનાના દર્દીઓને વહેંચાશે પ્રસાદરૂપે

આ વર્ષનું મહત્વ ભક્તોમાં વધારે રહ્યું છે. ભલે કોરોના મહામારીએ લોકોને હંફાવી અને ડરાવી દીધા છે. પરંતુ પ્રભુના ભક્તો માટે ખાસ વાત એ છે કે આ વર્ષે અધિક માસમાં તેમને પ્રભુ ભક્તિ કરવા મળી છે. અધિક માસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તો પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે.

image source

અધિક માસની અને વર્ષ દરમિયાન આવતી અગિયારસમાં શ્રેષ્ઠ ગણાતી અગિયારસનો પર્વ પણ ભક્તોએ ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ ઉજવ્યો હતો. તેવામાં આ દિવસની ખાસ ઉજવણી રાજકોટમાં પણ થઈ છે. મેમનગર વિસ્તારમાં આવેલા મંદિરમાં 3000 કિલો સફરજન ધરાવી ખાસ ઉત્સવ ઉજવ્યો હતો.

image source

પુરૂષોતમ માસની કમલા એકાદશી નિમિત્તે એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મેમનગર સ્વામિનારાયણ ગુરૂકુલમાં વિરાજીત ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવથી 3000 કિલો સફરજન ધરાવ્યા હતા. આ ઉત્સવમાં સ્થાનિક સંતો જ જોડાયા હતા અને કોરોના માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. જો કે મંદિરમાં જે રીતે ફળોત્સવ ઉજવાયો હતો તે જોઈ ભક્તો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

ખાસ વાત એ છે કે ઘનશ્યામ મહારાજને ધરાવેલા આ તમામ 3000 કિલો સફરજન પ્રસાદ તરીકે શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને, અનાથ આશ્રમના બાળકોને, વૃદ્ધાશ્રમમાાં અને ઝુંપડપટ્ટી વિસ્તારના નિરાધાર લોકોને આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ