જલ્સા કરોને જેંતીલાલ

૩૦૦ કશ્મીરી પંડિત ૩૦ વર્ષો બાદ એક સાથે મા ખીર ભવાનીમાં મંદિરમાં ભક્તો કરશે પૂજા…

૩૦૦ કશ્મીરી પંડિત ૩૦ વર્ષો બાદ એક સાથે મા ખીર ભવાનીમાં મંદિરમાં ભક્તો કરશે પૂજા… દર્શનનો બધો ખર્ચ આપશે ભારત સરકાર… જમ્મુ – કશ્મીરના ભવનથી ૧૦ જૂનના માતા ખીર ભવાનીના મંદિરમાં જેષ્ઠ અષ્ટમીની વિશિષ્ઠ પૂજા કરવા કશ્મીરી પંડિત યાત્રીઓ થશે રવાના…


મા ખીર ભવાનીનું પૌરાણિક મંદિર અને કશ્મીરી પંડિત ભક્તોની વાતો બહુ ચર્ચિત હોય છે. આ સમાચાર એટલા માટે પણ ખાસ છે કે તેમની બધી જ સુરક્ષાની જવાબદારીઓ અને યાત્રાનો સંપૂર્ણ ખર્ચ આપશે, રાજ્યપાલ. આવું પહેલીવાર બનશે કે ૩૦ વર્ષે કશ્મીરી પંડિતો તેમના માતાજીના દર્શને પહોંચશે. જેમાં પહેલા જત્થામાં એક સાથે ૩૦૦ લોકો ઉમટશે એવી ગણતરી કરાઈ રહી છે. આવો જાણે આ વિશેષ યાત્રા વિશે વિગતવાર…


જમ્મુ કશ્મીરની પહાડી ઘાટીએથી દાયકાઓ પહેલાં આતંકવાદને કારણે કશ્મીરી પંડિતોએ ઘાટીઓને છોડી જવાની ફરજ પડી હતી. હવે એમની સંઘર્ષની વાતોને ધ્યાનમાં રાખીને એક સારા સમાચાર છે કે તેમને ફરીથી તેમની ભૂમિમાં પરત ફરવાની તક મળી રહી છે.


ખરેખર, જમ્મુ અને કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે 300 કાશ્મીરી પંડિતોને શ્રીનગર નજીક ખીર ભાવનની માતાના દર્શને આવવાનું આમંત્રણ આપ્યું છે. કેટલાક લોકો માટે આ આમંત્રણ સ્વપ્ન કરતા ઓછું નથી. વળી, કેટલાક લોકો માટે આ પ્રસ્તાવ ઘર વાપસીના અવસર જેવું છે. પોતાના વતન તરફ ફરી એકવાર તેઓ જઈ શકશે અને તેમના માતાજીના મંદિરમાં દર્શન કરી શકશે તે સમાચારે કશ્મીરી પંડિતોને ખુશ કરી દીધા છે.


કેવી છે યાત્રાળુઓની મનસ્થિતિ, તેઓ આટલા વર્ષે પહોંચશે તેમના દેવસ્થાને…

એક સમયના સમાચાર મુજબ, ૧૯મી જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ સાત લાખ કશ્મીરી પંડિતો માટે તે દિવસ ક્યારેય ભૂલી શકાશે નહીં. આશરે ૩૦ વર્ષ પહેલાં આશરે કાશ્મીરથી અન્ય જગ્યાએ સ્થળાંતર થયેલ લોકો કહે છે કે ભલે કદાચ આ માતા ખીર ભવાનીના દર્શન કરવાનો અવસર તેમના ઘરે પરત ફરવાનું કારણ ન હોય તો પણ એક આશાની કિરણ જરૂર ઉજાગર થઈ ગઈ છે.


તેમનું માનવું છે કે માતા ભવાનીના સાક્ષાત દર્શન કરવા જવાની એ ક્ષણ એમને માટે તે ખૂબ જ ખુશીની વાત છે. આ આધ્યાત્મિક યાત્રાળુઓમાં સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે કાશ્મીરની યુવા પેઢીએ કશ્મીરી પંડિતોની પરંપરાઓને આ પહેલાં કદી જોઈ જ નથી કારણ કે તેમની પાસે ત્યાં અગાઉ રહેવાની તક મળી જ નથી. ત્યાં પહોંચીને ત્યાંના સ્થાનિક લોકો તેમની સાથે કેવી રીતે વર્તશે તેના વિશે કેટલાક યાત્રાળુઓએ શંકા પણવ્યક્ત કરી હતી.


શું છે ખાસ પૂજાની તૈયારીઓ, માતા ખીર ભવાનીના મંદિરમાં…

માહિતી અનુસાર, જે એન કે ભવનમાંથી ૧૦ જૂનના રોજ હિજરત કરેલા કશ્મીરી પંડિતો માતા ખીર ભવાનીની ગુરુ અષ્ટમીની પૂજા કરવા જશે. કહેવાય છે કે ત્યાંના ગવર્નર તમામ આવનારા યાત્રાળુઓના ખર્ચ અને સુરક્ષા માટે સંપૂર્ણ જવાબદારી લેશે. આશરે એક અઠવાડિયાના પ્રવાસમાં, તમામ યાત્રાળુ ગવર્નર સત્યપાલ મલિકના મહેમાનો હશે.


વર્ષો બાદ પરત ફરેલા કશ્મીરી પંડિતોની સલામતીની વાત કરીએ તો આ મુસાફરોની સુરક્ષા માટે છ વોલ્વો બસોમાં સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની યાદી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. ખીર ભવાનીની સાથે, બધા મહેમાનો ૧૩ જૂનના રોજ શ્રીનગર, શંકરાચાર્ય મંદિર, હરિ પર્વતમાળાના દર્શન કરીને આ યાત્રા સંઘ દિલ્હી પાછા ફરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version