જો તમે બાળકો સામે કરશો આ શબ્દોનો ઉપયોગ, તો સમજી જશે તરત જ

બાળકોને ‘ના’ પાડવાની જગ્યાએ આ શબ્દોનો ઉપયોગ કરીને તેમને નમ્રતાથી વાત સમજાવો

image source

જ્યારે આપણે વારંવાર ‘ના’ શબ્દનો પ્રયોગ કરીએ છે ત્યારે ધીમે ધીમે તે નિરર્થક સાબિત થતો જાય છે. ખાસ કરીને બાળકો તમારી નાને ગણકારવાનું જ બંધ કરી દે છે. બીજી બાજું નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અવારનવાર નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવો જેમ કે, ના, નથી કરવાનું, નહીં ચાલે, નથી વિગેરે, આ શબ્દોથી તમારા બાળકોને અનુશાશનમાં રાખવાની યોગ્ય રીત નથી.

image source

માટે તેમને ના પાડવાની જગ્યાએ અમે આ લેખમાં તમને કેટલાક એવા શબ્દો અથવા તો રસ્તાઓ જણાવીશું જેનાથી તમે તમારા બાળકો સુધી તમારા મેસેજને પહોંચાડી શકો.

‘ચોક્કસ , પણ પછી’

image source

જો તમારું બાળક કોઈ વ્યાજબી વસ્તુ કે બાબતની માંગ કરી રહ્યું હોય અને તેની તે ઇચ્છા પુરી કરવાથી તેને કોઈ નુકસાન ન થતું હોય પણ તમે તેને તે વસ્તુ ત્યારે ન આપી શકતા હોવ તો તમારે તેને ના પાડવાની જગ્યાએ ‘ચોક્કસ, પણ પછી’ એવું પણ કહી શકો છો. જેથી કરીને તમે સ્થિતિને પાછી ધકેલી શકો છો.

image source

જેમ કે તે તમારી પાસે ચોકલેટ માગતું હોય તેને તમે ઘણા વખતથી ખવડાવી ન હોય તો તમે તેને કહી શકો કે ‘તારું કામ પતાવી લે પછી તને ચોક્કસ મળશે.’ જેમ કે હોમવર્ક કે પછી તેની વસ્તુઓ ઠેકાણે મુકવી વિગેરે. આવી જ રીતે તેને હોમ વર્ક પતાવ્યા વગર કે જમ્યા વગર રમવું હોય તો તે વખતે પણ તમે ‘ના’ની જગ્યાએ આવું કંઈક કહી શકો છો.
‘તેની જગ્યાએ તું આ પણ રમી શકે છે’

image source

ઘણીવાર બાળકને કોઈ એક ચોક્કસ રમકડા કે વસ્તુ સાથે જ રમવું હોય છે. આ વસ્તુ કોઈ રમકડું પણ હોઈ શકે છે અને તેને નુકસાન કરતી વસ્તુ જેમ કે કાતર, કે પછી છરી કે કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ. જો તમારું બાળક તેવી કોઈ વસ્તુ સાથે રમવાની જીદ કરે તો તેમને ધમકાવો નહીં કે તેમના હાથમાંથી તે વસ્તુ ખેંચો નહીં. તેની જગ્યાએ તેમને બીજું કોઈ રમકડું આપો અથવા તો તેમને કોઈક બીજી નવી જ વસ્તુ રમવા આપો.

image source

રસોડામાં બાળકોને નુકસાન ન કરે તેવી પણ કુતુહલ જગાડે તેવી ઘણી બધી વસ્તુઓ હોય છે. તેમ કરવાથી તેની જીદ કરવાની આદત પણ છૂટી જશે અને તેના માટે તમારે આકરું વર્તન પણ નહીં કરવું પડે. આવી સ્થીતી જ્યારે બે-ત્રણ બાળકો એક સાથે રમતા હોય ત્યારે પણ થતી હોય છે કે જે રમકડાંથી બીજું બાળક રમતું હોય તે જ રમકડું તમારા બાળકને પણ રમવી હોય તો ત્યારે પણ તમે આવું કંઈ કરી શકો છો.

‘આ બાજુ જો તો બેટા !’

image source

આવું બધા જ માતાપિતા સાથે થતું હોય છે કે એક પોઈન્ટ પર બાળક કોઈ ચોક્કસ જીદ પકડીને બેસી જાય. તો આવી સ્થિતિમાં તેના પર બૂમો પાડવા કે ધમકાવવાની કે ‘ના’ પાડવાની જગ્યાએ તમે તેનું ધ્યાન બીજી તરફ દોરી શકો છો. જેમ કે તેમને ગમતી કોઈ બીજી વસ્તુ તરફ ધ્યાન દોરવું જેમ કે તમે રસ્તા પર હોવ તો નાનકડા પપી કે કૂતરા કે પછી તેમને ગમતી કોઈ કાર તરફ ધ્યાન દોરવું.

image source

આમ કરવાથી તમે તેમનું ધ્યાન હળવાશથી બીજી તરફ દોરી શકો છો. માતાપિતા સાથે આવું સામાન્ય રીતે માર્કેટમાં કે પછી કોઈ મોલમાં ગયા હોય ત્યારે ઘટતું હોય છે. બાળક કોઈ રમકડાંની દૂકાન તરફ તમને ખેંચી જાય છે અને પછી ત્યાંથી કોઈ રમકડું લઈ આપવાની જીદ કરે છે. તો આવ સંજોગોમાં પણ તેના ધ્યાનને બીજે દોરીને તમે સમસ્યામાંથી હળવેકથી છૂટકારો મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ