શું તમે ખરેખર મેદસ્વિ છો કે તે તમારો ભ્રમ છે? જાણો આ આર્ટિકલ પરથી.

શું તમે ખરેખર મેદસ્વી છો કે તે તમારો ભ્રમ છે ? જાણો તમે મેદસ્વી છો કે નહીં

image source

આજે ઘણા બધા લોકો પોતાના મેદસ્વીપણાને લઈને જાગૃત થઈ ગયા છે. જો કે તેમાંના મોટા ભાગના લોકોને પોતાની હેલ્થ કરતાં પોતે મેદસ્વી હોવાથી સારા લાગતા નથી તેની વધારે ચિંતા હોય છે. આમ એક નહીંને બીજા કારણથી લોકો પોતાના વજન ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા છે.

પણ આપણામાંના ઘણા બધાને મેદસ્વીતા અને શરીર અને ખાસ કરીને પેટ ફુલેલું હોવું તે વચ્ચે મુંઝવણ રહેતી હોય છે. સામાન્ય રીતે પેટ ફુલેલું રહેતું હોવાથી તમને એવું લાગે છે કે તમે પોતાનું વજન વધાર્યું છે પણ વાસ્વતમાં તેવું નથી હોતું.

image source

મોટા ભાગના લોકો તેમની કમર વધવા પર સૌથી વધારે ધ્યાન આપે છે અને તેમની કમરને જોઈને જ તેમણે વજન વધાર્યું છે કે ઘટાડ્યું છે તેનો અંદાજો મેળવતા હોય છે. પણ ઘણીવાર ભરાવદાર પેટ-કમર એ પેટના ફુલવાના કારણે પણ હોઈ શકે નહીં કે ચરબી વધવાથી.

image source

પેટ ત્યારે ફુલવા લાગે છે જ્યારે તમારા પેટમાં તરલ અને ગેસનું પ્રમાણ વધી જાય છે. અને આ કારણસર તમને હંમેશા અનકન્ફર્ટેબલ ફીલ થાય છે અને તમને તમારું પેટ હંમેશા ભરેલું જ લાગતું હોય છે. જો તમે પણ આવી કોઈ મુંઝવણ ધરાવતા હોવ અને તમે મેદસ્વી છો કે પછી ફુલેલા છો તે વચ્ચે કન્ફ્યુઝ હોવ તો અમે તમને કેટલાક એવા ચિહ્નો જણાવીશું જે દ્વારા તમે જાણી શકો કે તમે ખરેખર વજન વધાર્યું છે કે પછી તમારું શરીર માત્ર ફુલી ગયું છે.

આખા શરીરમાં માત્ર તમારું પેટ જ તમને ભારે લાગતુ હોય

image source

તમને જ્યારે એવું લાગે કે તમે વજન વધાર્યું છે ત્યારે તમારે માત્ર તમારા પેટ કે કમર તરફ જ ધ્યાન ન આપવું પણ તમારે એ પણ જોવું કે તમારા શરીરના બીજા ભાગો પર પણ ચરબી વધી છે કે નહીં કે પછી ચરબી માત્ર તમારી કમર આસપાસ જ છે?

જો તમારા શરીરનું સાર્વત્રીક વજન વધ્યું હોય તો તમારે તરત જ વ્યાયામ શરૂ કરવો જોઈએ. પણ જો તમારા પેટની જ માત્ર ચરબી વધી હોય તો બની શકે કે તમને માત્ર ગેસની જ સમસ્યા હોય અને તેના માટે તમે કેટલાક યોગ્ય પગલાં પણ લઈ શકો છો.

image source

જો તમારા પેટનો ઘેરાવો સતત બદલાતો રહેતો હોય

શું તમે ભોજન લીધા બાદ પોતાની જાતને ભરેલા ભરેલા કે મેદસ્વી હોવ તેવું અનુભવો છો અથવા તો મહિનાની કેટલીક એવી ચોક્કસ તારીખો જેમ કે તમે પિરિયડમાં હોવ તે દરમિયાન તમને તમારી કમર ફુલેલી લાગે છે ? જો તેવુ લાગતુ હોય તો બની શકે કે તમે વજન ન વધાર્યું હોય પણ તમારું પેટ તમને ફુલેલું એટલે કે બ્લોટેડ લાગતુ હોય.

image source

જો તમે ખરેખર વજન વધાર્યું હોય તો તમારી કમર તમને ક્યારેક ક્યારેક જ નહીં પણ હંમેશા મોટી લાગતી હોય. તમારી કમર કે પેટ જ્યારે તમે પિરિયડમાં હોવ અથવા તો તમને કબજિયાત રહ્યો હોય તે વખતે ભરાવદાર અથવા તો ફુલેલી લાગે છે. આ સમસ્યા વધારે પડતું મીઠું (નમક) ખાવાથી પણ થતી હોય છે.

તમારું પેટ તમને કડક લાગતુ હોય

image source

શું તમને તમારું પેટ કડક એટલે કે ટાઇટ લાગે છે ? તે જાણવા માટે તમારે તમારા પેટ પર હળવા હાથે દબાવી લેવું ખાસ કરીને તે ભાગ જે તમને ફુલેલો કે સોજેલો લાગતો હોય. જો તમારું પેટ કડક અને ટાઇટ લાગતુ હોય તો બની શકે કે તે ફુલેલું હોય.

સામાન્ય રીતે આપણું પેટ પોચુ અને મુલાયમ રહે છે અને વજન વધ્યા બાદ પણ તે તેવું જ રહે છે. માટે જ્યારે તમે તમારા પેટને દબાવો અને તરત જ દબાઈ જાય તો સમજવું કે તે વધારાની ચરબી છે અને તમે વજન વધાર્યું છે.

ફુલેલા (બ્લોટેડ) – સોજેલા (સ્વોલન) પેટ માટે તમે આ ઉપાય અજમાવી શકો છો

image source

મીઠું અને કાર્બ્સ લેવાનું ઓછું કરો – વધારે પડતુ પાણી પીવાથી શરીરમાં પાણી ભરાયેલુ રહે છે. અને કેટલાક કાર્બ્સ પણ તમને જાણે પેટ ભરેલું ભરેલું હોય તેવું ફીલ કરાવે છે.

પુષ્કળ પાણી પીવો – પેટ સોજેલું કે ફુલેલું લાગવું તેની પાછળ સૌથી સામાન્ય કારણ કોઈ હોય તો તે છે ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી. શરીરમાં જ્યારે જ્યારે પાણીની કમી ઉભી થાય છે ત્યારે ત્યારે કબજીયાતની કમી રહ્યા કરે છે જે તમને અનકમ્ફર્ટેબલ અને બેચેની ફીલ કરાવે છે.

હળવો વ્યાયામ નિયમિતપણે કરો

image source

તમારે માત્ર યોગ્ય ખોરાક જ ન ખાવો જોઈએ પણ તમારા શરીરને હળવો વ્યાયામ પણ આપવો જોઈએ. આમ કરવાથી તમે સ્વસ્થ અને સુડોળ રહેશો. શારીરીક રીતે પ્રવૃત્તિશીલ રહેવાથી તમે વજન ઘટાડી શકશો અને તમને કબજીયાતની સમસ્યા પણ નહીં રહે. આમ તમને શરીર કે પેટ ફુલેલુ ફુલેલુ પણ નહીં લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ