જલ્સા કરોને જેંતીલાલ

માત્ર ૨૯૯૯ રૂપિયા ખર્ચીને બની જાવ રેલ્વે ટિકિટ એજન્ટ, ટ્રાવેલિંગની બધી જ ફેસિલિટી સાથે હજારો રૂપિયા કમાવાની તક…

ઘેર બેઠાં માત્ર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની મદદથી મહિને ૫૦,૦૦૦થી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે, જાણો શું છે આ આઈ.આર.સી.ટી.સી એજન્ટ બીઝનેસ…


નોકરીને બદલે કંઈક વ્યવસાય કરવા ઇચ્છો છો? આઈ.આર.સી.ટી.સી એજન્ટ બનવાની તક ઝડપી જુઓ.

માત્ર ૨૯૯૯ રૂપિયા ખર્ચીને બની જાવ રેલ્વે ટિકિટ એજન્ટ, ટ્રાવેલિંગની બધી જ ફેસિલિટી સાથે હજારો રૂપિયા કમાવાની તક.

જો તમને સવારે ૯થી ૫ની સામાન્ય નોકરી કરવી ન ગમતી હોય. કે પછી કોઈ એવો વ્યવસાય કરવાની ઇચ્છા હોય જેમાં તમને ઘરમાં બેસીને કામ કરવું હોય. કોઈ દિવ્યાંગ વ્યક્તિ, રિટાયર્ડ થઈને પોતાની આજીવિકા ચાલુ રાખવા ઇચ્છતા સિનિયર સિટીઝન લોકો હોય. અથવા તો જેમને પ્રવાસ કરવાનો અને દેશ – દુનિયાની જગ્યાઓ વિશેનું જ્ઞાન હોય તો આ તક તેમણે ઝડપી લેવા જેવી છે.

અનેક કોમ્પિટેટિવ પરિક્ષાઓમાં ખૂબ તૈયારીઓ કરીને આપણે સરકારી નોકરી મેળવવા કોશિશ કરીએ છીએ કારણ કે આપણને લાગે છે કે જો સરકારી નોકરી હશે તો તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તમને કાયમી કમાણી કરી શકવાની તક મળે છે. જેમને પોતાના માટે એક એવી નોકરી જોઈએ છે જેમાં મહેનત કરતાં આવડત અને કુશળતાની જરૂર વધુ હો પરંતુ ફિક્સ નોકરી નથી કરવી તેમણે આ વ્યવસાય વિશે જરૂર વિચારવી જોઈએ.

શું છે આ બિઝનેસ?


આપણાં ભારત દેશની રેલ્વે વિશ્વમાં ચોથા ક્રમે સ્થાન ધરાવે છે. રેલ્વેના પાટા દિવસરાત સતત ધમધમે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ઓનલાઇન ટિકિટના બુકિંગની સાથે ફૂડ કેટરિંગ ઓર્ડર બુકિંગની સુવિધાઓ પણ આપે છે. આ એક એવી સુવર્ણ તક છે જેમને બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટ કરીને સરળતાથી સારી આવક મેળવી શકાય છે. અનેક એવા વ્યવસાય છે જેમાં મોટા પ્રમાણમાં નિવેશની રકમ જોઈએ છે. ઓફિસ અને ફર્નિચરની જરૂર પડે છે. માર્કેટિંગ અને અનેક ઓફરપ્લાનિંગની પણ બિઝનેસ સેટઅપ કરવા જોઈતી હોય છે. આ વ્યવસાયમાં એવી કશી જ જરૂરિયાત રહેતી નથી.


કઈરીતે શરૂ કરી શકાય?

જો તમે માત્ર ઘરેથી જ લેપટોપ કે કોમ્પ્યુટરની મદદથી ઓનલાઈન બિઝનેસ કરવા ઇચ્છો છો તો આ એક ઉત્તમ વિકલ્પ રહેશે. તેને શરૂ કરવાના ખૂબ જ સરળ રસ્તા છે અને બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહે છે.

અહીંની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહે છે જેમાં એક વર્ષ કે બે વર્ષની મેમ્બરશીપ ફી ભરવાની રહે છે અને તમે આઈ.આર.સી.ટી.સી એજન્ટ બીઝનેસ પર્સન બની જાશો. બધી જ પ્રોસિઝર કર્યા પછી દરેક ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી ૫ દિવસની અંદર તમારી અરજી મંજૂર થઈ જાય છે.

મેમ્બરશીપ ફી


આ પ્રકારે એજન્ટ બનવા માટે એક વર્ષના રૂપિયા ૩૯૯૯ /- ભરવાના રહે છે અને જો એક સાથે બે વર્ષની ફી ભરવાની ઇચ્છા હોય તો હજાર રૂપિયા તેમાં પણ ડિસ્કાઉન્ટ દેખાય છે જે રૂપિયા ૨૯૯૯ / – ભરવાથી તમે તેના અધિકૃત એજન્ટ બની જશો.

શું ડોક્યુમેન્ટ્સ જોઈશે?

ઓનલાઈન એપ્લીકેશની સાથે તમારું આધારકાર્ડ, પાનકાર્ડ, લાઈટબીલ જેવા ફોટો આઈડી અને એડ્રેસપુફ એટેચ કરવાના રહેશે. સાથે તમારે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ એટેચ કરવાનો રહેશે. આ સાથે બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ પણ ભરવાની રહે છે.

કમિશન કેટલું મળશે?


અહીં કમિશનના વિવિધ બંધારણો છે. શરૂઆતના તબક્કામાં એક મહિનામાં મહત્તમ ૧૦૦ ટિકિટ બુક કરશો તો એક ટ્રાન્સેક્શન પર ૧૦ રૂપિયા ચાર્જ કરી શકો છો. પછી જો ૧૦૧થી ૩૦૦ સુધી જો મહિને ટ્રાન્સેક્શન હોય તો ૮ રૂપિયા ચાર્જ કરી શકાય છે. સાથે જો ૩૦૦થી વધુ હોય તો ૫ રૂ. ચાર્જ કરાતો હોય છે. સામે જો એસી કોચની એક ટિકિટે ૪૦ રૂપિયા અને નોન એસીના ૨૦ રૂપિયા કમિશન મળે છે.

કેવી સુવિધાઓ ઉપ્લબ્ધ છે?


આ પ્રકારે ઓનલાઈન એજન્સી લીધા બાદ રેલ્વે એજન્ટો પાસેથી કોઈપણ ટ્રેનની તત્કાલ, વેઇટિંગ અને રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન એટલે આર.એ.સી. જેવી દરેક પ્રકારની ટિકિટસ બુક કરાવી શકાય છે. જેની સામે દરેક બુકીંગ ટ્રાન્સેક્શન બાદ એજન્ટને કમિશન મળે છે. સુવિધારૂપે ઓનલાઈન એજન્ટને ૨૪*૭ એટલે કે કાયમનું સતત અપડેટ થતું સર્ચ એન્જિન બુકિંગ સિસ્ટમ્સ મળે છે. આ રીતે તે વ્યક્તિને સત્તાવા રીતે રેલ્વે એજન્ટ બન્યાનો દરજ્જો મળે છે. જેમાં દરેકના નામનું ઓનલાઇન ખાતું હોય છે. આ અકાઉન્ટની મદદથી તે રજિસ્ટર્ડ એજન્ટ ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું બુકિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત, બસ, હોટેલ, હોલિડેનું ટૂર ટાવેલિંગનું આખું પેકેજ બુક કરી શકે છે.

રજિસ્ટર્ડ એજન્ટ તેમના ગ્રાહકોને ટિકિટ બુકિંગની સાથે પ્રિપેઇડ રિચાર્જ અને મની ટ્રાન્સફર જેવી વધારાની સર્વિસિસ આપવાની સુવિધા પણ આપી શકે છે જેમાંથી પણ તેમને કમિશન મળી શકે છે.


જ્યાં રેલ્વે સ્ટેશને જઈને લાઈનમાં બુથ ઉપર ઊભીને તત્કાલ ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને ૧૫ મિનિટ પછી મંજૂર થાય છે પરંતુ તે ટિકિટ જો ઓનલાઈન એજન્ટ પાસે કરાવીએ તેઓનો સમય બચે છે અને કેન્સલેશન થઈ શકે છે તથા તેનું વળતર પણ મળે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version