નવી નવી રસોઈ બનાવવાનું શરુ કર્યું છે તો આ માહિતી તમારા માટે જ છે…

1) શાક વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે શાક મા શીંગદાણા અથવા તલ નાખવા.
2) શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા શાક માં છૂંદેલા બટાકા, ખમણેલું નાળિયેર અથવા પાણી માં કોર્ન ફ્લોર પલાળીને નાખવું.
3) ખાંડની ચાસણી બનાવતી વખતે એમાં ઘીનાં થોડા ટીપા નાખવા
4) ખીચડી ને વધારે હૅલ્ધી અને સ્વાદિષ્ટ બનાવવા ખીચડી માં ગાજર, વટાણા, કાંદા, ટામેટા નાખી શકાય.
5) કાંદા ને જલદી ફ્રાય કરવા થોડું મીઠું નાખવું.

6) દહીં ખાટું થઈ ગયું હોઇ તો એમાં થોડું પાણી નાખી ને 3-4 કલાક ફ્રીજ માં રાખવું. પાણી ને કાઢી ને પછી દહીં વાપરવું .
7) રોટલી અથવા પરાઠા ને વધારે તેલ વગર સોફટ કરવા લોટ માં થોડું દહીં નાખવું.
8) ગળ્યા બિસ્કીટ ને લાંબા સમય માટે તાજા રાખવા માટે ડબ્બામાં થોડી ખાંડ ભભરાવી ને બિસ્કીટ રાખવા.
9) ઘી ના ડબ્બામાં ખાંડ ભભરાવાથી ઘી લાંબા સમય માટે ત્તાજુ રેહશે.
10) ખાટી છાશ ને સામાન્ય કરવા માટે એમાં થોડું દૂધ ઉમેરવું.

11) ચોખા ના ડબ્બામાં ફૂદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખું વર્ષ તાજા રેહશે.
12) આદુ – મરચાં ની પેસ્ટ માં મીઠું નાખવાથી પેસ્ટ તાજી રહેશે.
13) પુરી નાં લોટ માં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવાથી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.
14) રોટલી નો લોટ એક-દોઢ કલાક અગાઉ બાંધવાથી રોટલીઓ વધુ નરમ બનશે.
15) કેળા ને કોટન ના કપડા, કાગળ અથવા છાપા માં વીંટીયા પછી કોથળી માં રાખવા થી કેળા વધુ સમય માટે તાજા રેહશે.

16) દહીંવડા બનાવતી વખતે ખીરા માં દહીં ઉમેરવા થી વડા પોચા બનશે અને તેલ પણ ઓછું શોષસે.
17) કાચી કેરી પર તેલ અને મીઠું ચોપડી ને પછી ફ્રીઝર માં રાખવા થી કેરી વધુ સમય કાચી જેવી રેહશે.
18) કચોરી ને તળતા પહેલા એમાં 2-3 નાના કાણા પાડવા થી કચોરી ફાટશે નહી.
19) ચોખા બાફતા પહેલા ચોખા માં લીંબુ નો રસ અને તેલ ઉમેરવા થી ભાત વધુ સફેદ બનશે.
20) દહીં મેળવતી વખતે 2-3 ટીપા વિનેગર / સરકો નાખવા થી દહીં વધુ કઠણ બનશે.

21) અનાજનાં ડબ્બામાં લીમડા નાં પાન રાખવા થી અનાજ આખું વર્ષ તાજું રેહશે.
22) તુવેર દાળ ને ગરમ પાણી થી ધોવી અને અડધી કલાક પલાળવી. આવું કરવા થી રાંધવાનો સમય અને ગેસ બનેની બચત થશે.
23) કપ – રકાબી ને મીઠા થી ઘસીને ધોવા થી વધુ ચોખ્ખી થશે.
24) ભીંડા નું શાક જલદી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુનો રસ અથવા શેકેલો જીરું પાવડર ઉમેરવો.
25) બ્રેડ કાપવા માટે ભીના ચપ્પુ નો પ્રયોગ કરવો.


26) કાચા કેળા ને છોલ્યા પછી કાળા થતા અટકાવા માટે એને છાશમાં પલાળવા.
27) સ્ટેઈનલેસ સ્ટીલ ના સિંક ને સાફ કરવા માટે કોર્ન ફલોર નો ઉપયોગ કરવો.

સાભાર : ઉજ્જવલ મોદી (જર્મની)

શેર કરો આ રસપ્રદ ટીપ્સ દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી