૨૭ જેટલા ગુજરાતીઓનો બચાવ્યો જીવ, આ બસ ડ્રાઈવરે કર્યું અનોખું કામ…

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક બસ ડ્રાઈવરે પોતાના મૃત્યુ પહેલા ૩૦ યાત્રીઓના જીવ બચાવી લીધા. બસ ડ્રાઈવરની બસ ચાવતા સમયે અચાનક જ એકદમ તબિયત ખરાબ થવા પર ડ્રાઈવરે હેમખેમ રીતે જે બસને તે ચલાવતો હતો તેને એ બસને રસ્તાનાં કિનારે રોકી, જેનાથી ઘણા મુસાફરોનાં જીવ બચી ગયા.


મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારનાં રોજ એક બસ દુર્ઘટનાનો શિકાર થવાથી બચી ગઈ હતી. ગુજરાતથી જાત્રા માટે આવેલ બસ યાત્રીઓને લઈ ગંગોત્રી યાત્રા પર એક બસ લઈને યાત્રિકો આવ્યા હતા. બસ એ સમય દરમ્યાન જ એ બસના બસ ચાલકને અચાનક હાર્ટ અટેકનો હુમલો આવી ગયો, જેના કારણે એ બસ ડ્રાઈવરનું ત્યાં જ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.


પરંતુ, મરતા પહેલા તેમણે ત્રીસ યાત્રીઓથી ભરેલી બસ રોકી દીધી. બસ રોકાયા બાદ જ તે બસ ચાલકનું મૃત્યુ થવા પામ્યું, આમ આ બસ ડ્રાઇવરે પોતાના મૃત્યુ પહેલા જ સમયસર તકેદારી રાખીને બસ માં સવારી કરતાં ૩૦ યાત્રીઓને દુર્ઘટનાનો શિકાર થવાથી બચાવી લીધા હતા.


સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ગંગોત્રી ધામ યાત્રા પર આવેલા ગુજરાતમા આવેલ સૂરતના ૩૦ યાત્રીઓ ગંગોત્રીનાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. મૃતક ડ્રાઈવર ભરત પંવાર ઋષિકેશનાં નિવાસી હતા અને તેઓ આ યાત્રીઓની બસ ચલાવી રહ્યા હતા. ભટવાડી નજીક બસ ચાલકની તબિયત લથડવા લાગી. ચાલકે પૂરા સંયમ અને બહાદુરીથી બસને કિનારે કરી.


યાત્રીઓ અને પરિચાલકે પહોંચાડ્યા હતા હોસ્પિટલ

અચાનક જ આવેલ હાર્ટ અટેકથી ડ્રાઈવરની હાલત વધારે ખરાબ થવા પર બસમાં સવાર અમુક યાત્રીઓ બસ પરિચાલક અને ભટવાડીનાં ગ્રામ પ્રધાન સંજીવ નૌટિયાલે બસ ચાલકને સ્વાસ્થય કેન્દ્ર ભટવાડી સારવાર અર્થે ખસેડ્યા હતા. અહીં પહોંચવા પર ચિકિત્સકે ચાલકને મૃત જાહેર કર્યા હતા.


ત્યાં જ આ દુર્ઘટના બાદ બસમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓએ આપવિતી જણાવી અને મૃત્યુ પહેલા ભરત દ્બારા બસને સુરક્ષિત રોકવાનો ઉલ્લેખ પણ કર્યો. ભરતનાં મૃત્યુ બાદ હોસ્પિટલનાં ચિકિત્સકોએ પણ જરૂરી કાર્યવાહી બાદ તેમના પરિવારજનોને આ ઘટના બાબતમાં જાણ કરી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ