કોરોના કાળમાં આ કપલે કંઇક ‘આવો’ જુગાડ કરીને કર્યા લગ્ન, જાણો તો ખરા મહેમાનોએ કેવી રીતે આપી હાજરી

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન લંડનમાં ‘જુગાડ’ કરીને કર્યા લગ્ન, સોશિયલ ડીસ્ટેન્સિંગની સાથે સામેલ થયા સેંકડો લોકો.

વર્તમાન સમયમાં આખી દુનિયામાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે હજારો ભારતીય લગ્નોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ દરમિયાન એક કપલ અને તેમના એન્ટરપ્રાઈઝિંગ પ્લાનરએ એક સારો આઈડિયા શોધ્યો જેમાં સોશિયલ ડીસ્ટેન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ બધું લંડનના ડ્રાઈવ ઈન પાર્કમાં થયા, જ્યાં લગ્નમાં સામેલ થયા સેંકડો મેહમાન કાર્સમાં બેસી રહેલ કેટલાક લોકો અને કેટલાક મહેમાનો મોટી સ્ક્રીન પર જોઈ રહ્યા છે.

image source

લંડનમાં આવેલ એક પ્લાનર સહેલી મીરપુરીએ બુધવારના રોજ કહ્યું છે કે, જયારે તા. ૨ ઓક્ટોબરના ચેન્સફોર્ડ, એસેક્સના બ્રેક્સટેડ પાર્કમાં વિનાલ પટેલ અને રોમા પોપટએ લગ્ન કર્યા. આ દરમિયાન ભારે વરસાદ પણ થઈ હતી પરંતુ લગ્ન સમારોહમાં આવી કોઈ તકલીફ આવી નહી.

image source

જયારે સંગીત અને ડીજે પણ લગાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે લગ્ન કાર્યક્રમમાં ૧૫ લોકોને જ એકઠા કરી શકાય છે.

image source

આવામાં લગ્નમાં સામેલ થયેલ મહેમાન કારમાં જ બેસી રહ્યા અને એક સીમિત મર્યાદામાં જ લોકો બહાર નીકળ્યા. કારમાં બેસી રહેલ લોકો માટે એક મોટી સ્ક્રીન લગાવી દેવામાં આવી હતી. મીરપુરી, જેમના પરિવારના ભારતમાં સંબંધ છે, અને કહ્યું છે કે, સામાન્ય રીતે ઉનાળાના સમયમાં થતા હજારો લગ્ન સમારોહને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે લગ્ન ઉદ્યોગને અરબો રૂપિયાનું નુકસાન થયું છે. લગ્ન સમારોહને લઈને સરકારના દિશાનિર્દેશ સતત બદલાઈ રહ્યા છે. અહિયાં સુધી કે કેટલાક લોકોએ તો વર્ષ ૨૦૨૧ સુધીની માટે પોતાના લગ્નને ટાળી દીધા છે.

image source

મીરપુરએ જણાવ્યું છે કે, લગ્નમાં ૧૫ કરતા વધારે લોકોને સામેલ કરવાની એક સારો ઉપાય હતો. પ્રી- વેડિંગ, સંગીત અને અન્ય કાર્યક્રમોનું આયોજન કપલના ઘરે જ કરવામાં આવ્યું હતું. જો કે, આ આયોજન અમારા માટે એક જોખમ ભરેલ અને પડકારજનક રહ્યું હતું કેમ કે, આવું પહેલા ક્યારેય પણ થયું હતું નહી. તેમણે કહ્યું છે કે, અહિયાં સુધી કે અમને પોતાને જ ખબર હતી નહી કે, આ બધું કેવી રીતે થશે.

image source

લંડનમાં જન્મેલ મીરપુરીની ટીમને વ્યવસ્થિત કરવામાં બે મહિનાનો સમય લાગ્યો, જો કે, શરુઆતમાં લગ્ન માટે આવી પ્લાનિંગ એક મજાક જેવું જ લાગી રહ્યું હતું. લગ્નમાં પોતાની કાર્સની સાથે સામેલ થયેલ મહેમાનોને નાસ્તાની સાથે સાથે હેંડ- જેલ અને પ્લાસ્ટિકની થેલીઓની સાથે આપવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ