ચુલબુલી અને યંગ ફેસ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતી આલિયા ભટ્ટનો ૧૫મી માર્ચે બર્થ ડે ઉજવાયો ખાસ અંદાઝમાં…

૨૫ વર્ષ પૂરાં કરીને તે ૨૬મું બેઠું એવી બધાંની ફેવરીટ આલિયાનો 15મી માર્ચે બર્થ ડે ઉજવાઈ ગયો અનોખી રીતે. રાતે બરાબર બાર વાગ્યે આલિયાના ઘરે પહોંચી જઈને આપ્યું રણબીરે સરપ્રાઈઝ અને તેમણે ફેમીલી થતા નજીકના મિત્રો સાથે કેક કટિંગ કરીને કર્યું સેલિબ્રેશન…


હાલમાં થોડા સમય પહેલાં જ આલિયાએ તેના અને રણબીર વચ્ચેના પ્રેમનો ઇકરાર એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો અને સાથે ઉમેર્યું હતું કે હજુ તે લગ્ન વિશે નહીં પણ તેના કરિયર વિશે જ વિચારે છે. ત્યારે આ પ્રકારનું લવલી સરપ્રાઈઝ જોઈને સૌને પ્રશ્ન થશે આ કપૂર ફેમીલીનો ચિરાગ તેની લેડી લવને ક્યારે પ્રપોઝ કરશે અને ક્યારે ભટ્ટને બનાવશે કપૂર! પરંતુ અહીં લાગે એવું છે કે ભલે એ સમાચાર આવતાં હજુ વાર લાગે પણ રણબીર જેવા ચોકલેટી લવરબોયે તેની ગર્લ ફ્રેન્ડને શું બર્થ ડે ગીફ્ટ આપી તે જાણીને તમને આલિયાના લક પર અદેખાઈ ચોક્કસ થઈ આવશે.


એક સમાચારના સૂત્રો મુજબ રણબીરે આલિયા માટે એકદમ રોમાંટિક બર્થ ડે ગિફ્ટ આપી છે. રણબીરે યુ.એસ.ના કોલોરાડોમાં એસપેન માઉન્ટેન સ્કી રિસોર્ટમાં હોલિડે ટ્રીપ આલિયા સાથે પ્લાન કરી છે. અહીં આ લવ બર્ડ્સ કપલ તેમને લાઈફ ટાઈમ યાદ રહી જાત તેવો ક્વાલિટી ટાઇમ સ્પેંડ કરશે. એવું માનવામાં આવે છે કે તેમની આગામી ફિલ્મ ‘કલંક’ના પ્રોમોશન કેમ્પેઈનથીસ ફ્રી થયા બાદ આલિયા અને રણબીર આ હોલિડે ટ્રીપ પર જશે.

#ranbirkapoor #aliabhatt #ranlia #ranbiralia #randeep #ranushka #aliaranbir

A post shared by Ranbir kapoor (@ranbirkapoor._.love) on

આ ફિલ્મ ‘કલંક’માં આલિયા સાથે સંજય દત્ત, માધુરી દિક્ષીત, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર અને વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં દેખાઈ રહ્યાં છે.
આલિયા માટે તેના જન્મદિવસે કદાચ આનાથી બેસ્ટ ગિફ્ટ શું શકે? કારણ કે આ બન્ને ફિલ્મી કલાકારો પોતપોતાના કામમાં ખૂબજ વ્યસ્ત રહે છે. ત્યારે આ હોલિડે પર તેમને એકબીજા સાથે સમય વિતાવવાનો બેસ્ટ મોકો મળશે. આ સાથે તે બંનેના ફેન્સ માટે પણ ખુશ ખબરી એ છે કે આલિયા અને રણબીર બહુ જલ્દી તેમની નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં એકસાથે દેખાશે. આ મોસ્ટ અવેઈટેડ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.


રણબીર સાથે રાતે તેણે સરપ્રાઈઝ કેક કટિંગ કર્યા પછી આલિયાના બર્થ ડેનું સેલિબ્રેશન પૂરું નહોતું થયું. આ પ્રસંગનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા સાથે માતા સોની રાજદાન નજરે આવી રહ્યા છે. આલિયાના ફેન્સ વચ્ચે ઇન્ટરનેટ પર તેનો કેક કટિંગ કરતી વખતનો વીડિયો એટલી ધૂમ મચાવી રહ્યો છે તે પરથી તેની ફેનફોલોઈંગની મોટી સંખ્યાનો પણ ખ્યાલ આવી જાય છે. તેના બર્થ ડે સેલિબ્રેશનમાં મિત્રવર્તુળમાંથી મસાબા ગુપ્તા, આકાંક્ષા અને અનુષ્કા રંજન, ડિરેક્ટર કરણ જોહર, બહેન પૂજા ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટ હાજર રહ્યા હતા.