જુઓ આ 25 હસ્તીઓની પ્લાસ્ટિક સર્જરી પહેલાં અને પછીની તસ્વીરો…

મનોરંજનની દુનિયા આપણને હંમેશા તેની ભવ્યતા અને મંત્રમુગ્ધતાની અવનવી રીતોથી આકર્ષતી રહી છે. પણ મોટે ભાગે આપણે હંમેશા આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝની ઝાકઝમાળવાળી બાજુ વિષે જ જાણતા હોઈએ છીએ – સેલિબ્રિટિઝના સુંદર ચહેરા અને તેમનું ભવ્ય જીવન. પણ આપણે તેની અંધારી બાજુને હંમેશા અવગણીએ છીએ, જેમ કે તેમનું સુંદર દેખાવા પ્રત્યેનું ગાંડપણ જે સ્વાભાવિક રીતે ગ્લેમર વર્લ્ડનો એક ભાગ જ છે.

કોસ્મેટિક સર્જરી જેમ કે નોઝ જોબ, લિપ ફીલર, અને બોટોક્ષ જેવી બાબત તો સેલિબ્રિટિઝ વચ્ચે સાવ જ સામાન્ય બની ગઈ છે અને તેને હવે સંપૂર્ણ રીતે આવકારી પણ લેવામાં આવી છે.

સેલિબ્રિટિ પ્લાસ્ટિક સર્જરી ટ્રાન્સફોર્મેશન

અમારી પાસે ઓછામાં ઓછા 25 A લીસ્ટ બોલિવૂડ અને હોલિવૂડ સેલિબ્રિટિઝ છે જેમણે પર્ફેક્ટ લુક મેળવવા માટે પોતાના કુદરતી દેખાવમાં થોડા ઘણા અંશે ફેરફારો કરાવ્યા છે. તેમાંના કેટલાક એટલા સફળ રહ્યા છે કે તમે તેને જોઈને પામી ન શકો કે તેમણે કોઈ પ્રકારની સર્જરી પણ કરાવી હશે, પણ તેમાંના કેટલાક એવા પણ છે જે ભયંકર રીતે નિષ્ફળ ગયા છે. તો ચાલો જોઈએ !

બોલિવૂડ એક્ટ્રેસ પ્લાસ્ટિક સર્જરી પહેલાં એન્ડ પછી

1. પ્રિયંકા ચોપ્રા

બોલિવુડની એક અત્યંત સફળ તેમજ બોલ્ડ અભિનેત્રી, જે હાલ હોલિવુડમાં પણ પોતાની ઓળખ ઉભી કરી રહી છે. તેણી મિસ વર્લ્ડ રહી ચુકી છે. પ્રિયંકા આપણી આસપાસની સામાન્ય છોકરીઓમાંથી બી-ટાઉનની હોટેસ્ટ દિવા બની ગઈ છે. આટલા વર્ષોમાં તેણીએ પોતાના નાક તેમજ હોઠ માટે ઘણી બધી સર્જરી કરાવી છે, જે તેની કારકીર્દી માટે શાનદાર સાબિત થઈ છે. જો કે તેણીએ ક્યારેય એ માન્યું નથી કે તેણે પોતાના પર કોઈ સર્જરી કરાવી હોય, પણ તેણે સુંદરતા વધારવાના અન્ય વિકલ્પો જેમ કે ઇન્જેક્શન, લિપ ફીલર અને અન્ય સારવારો બાબતે પણ ક્યારેય ના નથી પાડી.

2. અનુશ્કા શર્મા

તાજેતરમાં જ અનુશ્કા શર્મા પોતાના નવા હોઠ માટે કોન્ટ્રાવર્સીનો શિકાર બની છે. તેના ભરાયેલા લિપ પાઉટ માટે તેણી સામાન્ય માણસોનો ચર્ચાનો વિષય બની ગઈ હતી, જો કે તેણે નિર્ભય તેમજ પ્રભાવશાળી રીતે એ વાતનો ખુલ્લંખુલ્લા સ્વિકાર કર્યો હતો કે તેણીના આ ભરાયેલા હોઠો ખરેખર લિપ એન્હેન્સિંગ ટુલનું પરિણામ છે. તેણે એવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના ફેન્સ તેને સામાન્ય માણસ જ સમજે કે જે સંપૂર્ણ નથી હોતો. તેમ છતાં. જોકે તેણી આ પ્રક્રિયા પહેલાં પણ સુંદર જ લાગતી હતી અને અને હાલ એક સફળ કારકીર્દી પણ ધરાવે છે, અને તેના આ ફેરફારથી તેની કારકિર્દીમાં કોઈ ફેર નથી પડવાનો. અમે તેની આ પ્રામાણિકતાને બિરદાવીએ છીએ !

3. વાણિ કપૂર

‘સુદ્ધ દેશી રોમાન્સ’ની આ અભિનેત્રી તેની ખુબ જ અવેઇટેડ ફિલ્મ ‘બેફિકરે’ના ટ્રેઇલર વખતે લોકોના આકર્ષણનું કારણ બની હતી. તેણી પણ જાણે કોસ્મેટિક સર્જરીની પોતાની સાથી અભિનેત્રીઓની હરોળમાં જોડાઈ છે. તેણીએ પોતાની ચીન, લિપ્સ અને તેના ચહેરાના સ્ટ્રક્ચરમાં ઘણા બધા ફેરફાર કરાવ્યા છે. તેણીના પ્રથમ ફિલ્મ તેમજ ફિલ્મ ‘બેફિકરે’ના દેખાવમાં આવેલું પરિવર્તન ઉડીને આંખે વળગે તેવું છે. જો કે તેણીએ આ વાતને નરી અફવા કહી છે. તેણી જણાવે છે કે તેના ચહેરા પર આવેલું આ પરિવર્તન માત્રને માત્ર તેના વજનના ઘટાડાના કારણે જ આવ્યું છે.

4. શ્રૃતિ હસન

આ સુદંર અભિનેત્રી પોતાની નોઝ સર્જરી માટે બિલકુલ નિખાલસ છે. જો કે તેણી એ સ્પષ્ટ કર્યું છે કે તેણે સુંદરતા નહીં પણ અમુક તબિબિ કારણોસર આ સર્જરી કરાવી હતી, તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી આ સર્જરી કરાવી હતી. એવું પણ કહેવાય છે કે તેણીએ લિપ જોબ પણ કરાવ્યો છે પણ તે વાતને શ્રૃતિ ઘરમૂળથી નકારે છે. અને તેણે બોલ્ડલી પોતાના નિંદકોને જણાવી દીધું હતું કે તે પોતાના શરીર સાથે ઇચ્છે તે કરી શકે છે અને તેની સાથે તેમને કોઈ જ લેવા દેવા ન હોવા જોઈએ.

5. શ્રીદેવી

વિતેલા જમાનાની આ અભિનેત્રી હાલ પોતાની ઉંમર કરતાં ક્યાંય નાની લાગે છે. પણ તે પણ સુંદર દેખાવા માટે ઘણીબધી પ્લાસ્ટિક સર્જરીઓમાંથી પસાર થઈ છે. આજે પણ લોકો શ્રીદેવીના ચાંદની અને નાગિન અવતારના ફેન્સ છે. એ તો સ્પષ્ટ જોઈ શકાય છે કે તેણીએ પોતાની નાકની સર્જરી કરાવી છે અને સાથે સાથે ફેસ લિફ્ટિંગ અને બોડી-ટકિંગ પ્રોસિજર પણ કરાવી છે. જો કે શ્રીદેવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે 40 ઉપરની સ્ત્રીઓએ પોતાની સંભાળ રાખવાની હોય અને તે માટે તે ઇચ્છે તે કરી શકે છે.

6. શિલ્પા શેટ્ટી

બિગ બ્રધરની વિજેતા એવી શિલ્પશેટ્ટી ભારતની પ્રખ્યાત તેમજ હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટી છે. આજે જ્યારે શિલ્પા શેટ્ટી તેની ચાલીસીમાં છે છતાં તેણીએ પોતાની જાતને ખુબ જ સરસ રીતે મેઇન્ટેઇન કરી રાખી છે અને એક સુંદર ફીગરની માલિકણ છે. તેણીએ બે વાર નાકની સર્જરી કરાવી હતી. જેણે તેણીના માત્ર દેખાવમાં જ ચાંરચાંદ નથી લગાવ્યા પણ એક સફળ કારકિર્દી પણ આપી છે. તેણી આ બાબતે ખુબ જ નિખાલસ છે અને તેણીએ તેને કંઈ ખાસ મોટી વાત નહોતી ગણાવી. તેનું તીક્ષ્ણ નાક હવે તેના સુંદર ફિચર્સને સુંદર રીતે સંતુલીત કરી રહ્યું છે !

7. ઐશ્વર્યા રાય

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયને હાલ પણ વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે તેણીએ પણ પોતાના ચહેરા, નાક, હોઠ, ફેશિયલ ફિલર્સ, ચીક ઇમ્પ્લાન્ટ વિગેરે કરાવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે તેણીની કેરિયરની શરૂઆતથી અત્યાર સુધીમાં તેના દેખાવમાં અત્યંત પરિવર્તન આવ્યું છે. જો કે અભિનેત્રીએ ક્યારેય જાહેરમાં આ વાતને સ્વિકારી નથી કે તેણીએ કોઈ સર્જરી કરાવી હોય. અને આ બધી અફવા હોય કે હકિકત ઐશ્વર્યાની સુંદરતાના આપણે બધા કાયલ છે તે વાસ્તવિકતા છે.

8. નર્ગિસ ફખરી

નર્ગિસ ફખરી બોલિવૂડમાં ભલે સફળ ન રહી હોય પણ તે અમેરિકાની ટોપ મોડેલ્સમાંની એક છે. નર્ગિસ ફખરીના યુવાનીના વર્ષોમાં તેના હોઠ પાતળા હતા. આજે તેના હોઠ ખુબ જ આકર્ષક છે. અને ઘણા લોકોનું એવું માનવું છે કે તેણે તે માટે સર્જરી કરાવી છે. તેના પહેલાના અને હાલના દેખાવમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પણ તેણી આજે પણ તેટલી જ આકર્ષક લાગે છે.

9. અદિતી રાઉ હૈદરી

અદિતી રાઉ હૈદરી ભલે પોતાના સાથી કલાકારો જેટલી પ્રખ્યાત ન હોય, પણ તેણી આકર્ષક છે તેવું તો તમારે માનવું જ પડશે. તેણીએ પણ નાકની સર્જરી કરાવી હતી અને હવે તેનું નાક પહેલાં કરતાં પાતળુ અને સીધુ લાગે છે. તેણીના આ નોઝ જોબથી તેનો ચહેરો વધારે આકર્ષક લાગે છે. જો કે તે કહેવું મુશ્કેલ છે કે તેણીની આ સર્જરી તેને તેની બોલીવૂડની કેરરિયરમાં સફળ બનાવશે કે નહીં.

10. કેટરિન કૈફ

કેટરિના કૈફ એ બોલિવૂડની સફળ અને પ્રથમ હરોળની અભિનેત્રિઓમાંની એક છે. અને તેણે પણ કેટલીક પ્લાસ્ટિક સર્જરી કરાવી છે તેવી અફવાઓ અવારનવાર ઉડતી રહે છે. જો કે તે અંગે તેણીએ જાહેરમાં ક્યારેય સ્વિકાર્યું નથી. તેમ છતાં, જો તમે તેના પહેલાના ફોટોગ્રાફ્સ અને હાલના ફોટોગ્રાફ્સ સરખાવશો તો તેનામાં આવેલું ઉડીને આંખે વળગે તેવું પરિવર્તન જોઈ શકશો. ખાસ કરીને તેના નાક, ગાલ અને હોઠમાં મોટો તફાવત દેખાય છે.

11. કંગના રનૌત

‘ક્વિન ઓફ કોન્ટ્રાવર્સી’ – કંગના રનૌતમાં તેની બોલિવૂડની પ્રથમ ફિલ્મથી અત્યારસુધીમાં ખુબ જ પરિવર્તન આવ્યું છે. તેના હોઠ હવે જાડા લાગે છે, અને તેનો ચહેરો પહેલાં કરતાં વધારે કસાયેલો લાગે છે. જો કે તેણે આ વાતને અફવા ઠરાવતા જણાવ્યું છે કે તેના ચહેરામા આવેલું આ પરિવર્તન તેને થયેલી શેલફિશની એલર્જીનું પરિણામ છે. જો કે આ ભિનેત્રીને બોલિવૂડમાં સફળ થવા માટે કોઈ સર્જરીની જરૂર નથી. તેણી એક ટેલેન્ટેડ અને અભિનય ક્ષમતા ધરાવતી અભિનેત્રી છે અને તેની આજ ક્ષમતા તેણીને આજે ટોચ પર લઈ ગઈ છે !

12. પ્રીટી ઝિન્ટા

બોલિવૂડની બબલી એક્ટ્રેસ પ્રિટિ ઝિન્ટા હાલ 42ની છે. તેણીએ પણ બોટોક્સ સર્જરી તેમજ ચીક ફિલરનો રસ્તો અપનાવ્યો છે. જો કે કોઈપણ જાતનું કોસ્મેટિક અલ્ટરેશન કરાવ્યું હોવાની વાતને તેણી સદંતર રદિયો આપે છે. જો કે લોકોની આંખોથી તેના દેખાવમાં આવેલું પરિવર્તન જરા પણ છૂપું નથી. પણ એ વાત તો માનવી જ પડશે કે તેણી એક સુંદર અને ટેલેન્ટેજ અભિનેત્રી છે જેણે કેટલીક ખુબ જ યાદગાર ફિલ્મોની ભેટ બોલીવૂડને આપી છે.

13. મિનિષા લાંબા

મિનિષા લાંબા બોલિવૂડમાં કંઈ ખાસ સફળ ન થઈ શકી, પણ તેણી પોતાની જાતને બોલિવૂડમાં સફળ બનાવવા માટે સુંદર દેખાવાના દરેક રસ્તા અપનાવી જોયા. દુર્ભાગ્યે, તેમાં પણ તેને કંઈ ખાસ સફળતા ન મળી. તે તો જોઈ જ શકાય છે કે તેણે નોઝ જોબ કરાવ્યો છે. એવી પણ અફવા છે કે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કરાવ્યું છે. અભિનેત્રીએ અભિનય ક્ષમતા નીખારવા પાછળ ઓછો અને પોતાનો દેખાવ સુધારવા પાછળ વધારે સમય આપ્યો છે.

14. કરિશ્મા કપૂર

તેણી આજે પણ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે અને બોલિવૂડના પ્રથમ ફેમેલિ ગણાતા કપૂર ફેમેલિની સભ્ય છે. આ સુંદર અભિનેત્રીને પોતાના પહેલેથી જ સુંદર એવા ચહેરામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાની જરૂર નથી તેમ છતાં તેણે નાક અને હોઠની સર્જરી કરી સુંદરતા વધારવા પ્રયાસ કર્યો છે.

15 બિપાશા બાસુ

આ બંગાળી બ્યૂટીએ પણ કેટલીક કોસ્મેટિક સર્જરી જેવી કે બોટોક્ષ અને નોઝ જોબ કરાવ્યા છે. તેના ફિચર્સ હવે પહેલા કરતાં વધારે શાર્પ અને સ્પષ્ટ લાગે છે અને તે પહેલાં કરતાં પણ વધારે ગ્લેમરસ દેખાય છે. જો કે આ અભિનેત્રીએ પણ જાહેરમાં તેનો સ્વિકાર નથી કર્યો.

હોલિવૂડ સેલિબ્રિટીઝ પ્લાસ્ટિક સર્જરી પહેલાં અને પછી

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે હોલિવૂડ પણ પ્લાસ્ટિક સર્જરી પાછળ પાગલ છે. અહીં અમે કેટલીક હોલિવૂડ હસ્તિઓ વિષે જણાવ્યું છે જેમણે પણ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાના દેખાવમાં પરિવર્તન લાવ્યું છે.

16. કાઇલી જેનર

કાઈલી જેનર એક એવી સ્ત્રી છે જે જરા પણ કાઇલી જેનર જેવી નથી લાગતી. તેણીની પ્લાસ્ટિક સર્જરીએ તેને એક નવી જ વ્યક્તિમાં ફેરવી નાખી છે. તેણીએ ડક-ફેસ પાઉટને એક નવા જ સ્તર પર મુકી દીધું છે, અને હવે તેનું મોઢું પહેલાં કરતાં વધારે ભરાયેલું લાગે છે જે “સુપર નેચરલ” લિપ ઇન્જેક્શન અને ફિલરની કમાલ છે. તેણીના આ નવા સુધરેલા પાઉટે તેને બિલિયન ડોલરનું બ્યુટિ એમ્પાયર ઉભું કરી આપ્યું છે, જોકે તેની સર્જરીઓએ તેની ફેવરમાં જ પરિણામ આપ્યું છે.

17. મેગન ફોક્ષ

ટ્રાન્સફોર્મર્સની આ સ્ટારમાં તેની સમગ્ર કારકિર્દી દરમિયાન તેણીના દેખાવમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે. શરૂઆતમાં મેગન એક સામાન્ય છોકરી લાગતી હતી, પણ હવે તેણીનો ચહેરો ખુબજ નાટ્યાત્મક રીતે સેક્સિ લાગવા લાગ્યો છે. તેણીને હાલ દુનિયાની હોટેસ્ટ સ્ત્રીઓમાંની એક માનવામાં આવે છે અને તેની કેરિયર પણ સાતમાં આસમાન પર છે.

18. લિન્ડસે લોહાન

લિન્ડસે લોહાન એક એવી અભિનેત્રી છે જેની પ્લાસ્ટિક સર્જરી મોટો ડિઝાસ્ટર સાબિત થઈ છે. તેણી અત્યાર સુધીમાં બે વાર પ્લાસ્ટિક સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થઈ છે ખાસ કરીને તેના આઘાતજનક ડ્રગ ફેઝ બાદ. તેણી નાનપણથી જ એક સફળ અભિનેત્રી રહી છે. હવે જ્યારે તેણી 31ની થઈ છે ત્યારે ઘણા બધા બોટોક્સ અને અન્ય કોસ્મેટિક સર્જરી છતાં તેણી પોતાની ઉંમર કરતા ઘણી મોટી લાગી રહી છે.

19. એન્જેલિના જોલી

પ્રતિષ્ઠિત સુંદરી અને ‘ગર્લ, ઇટ્રપ્ટેડ’ સ્ટાર, એજેલિના જોલી પાસે તેના અત્યંત સુંદર ચહેરાને ઓર વધારે સુંદર બનાવવા માટે ઉત્તમ જિન્સ પણ છે અને એક ઉત્તમ પ્લાસ્ટિક સર્જન પણ છે. તેણે પોતાના નાકનું જે કોમળ હાડકું હોય તે નાનું કરાવ્યું છે જેનાથી તેનું નાક નાનું લાગે. પણ આપણે એ વાસ્તવિકતાને ક્યારેય નકારી નહીં શકીએ કે જોલી હંમેશથી સુંદર રહી છે. જો તમને શંકા હોય તો તેની કીશોરાવસ્થાના ફોટોગ્રાફ્સ જોઈ શકો છો.

20. કેમેરૂન ડિયાઝ

કેમેરૂન ડિયાઝે બોટોક્ષના ઇન્જેક્ષન લીધા છે અને તેણી સ્વિકારે છે કે તેનો આ નિર્ણય ખોટો હતો. આ સફળ અભિનેત્રીએ સ્વિકાર્યું છે કે બોટોક્ષે તેના ચહેરાને ‘વિચિત્ર રીતે’ બદલી નાખ્યો છે અને તેણી ને પોતાનો ચહેરો ઉંમર પ્રમાણે બદલાતો જોવો વધારે પસંદ આવત. કેમેરૂન ડિયાઝ હોલિવૂડની અતિ સફળ અભિનેત્રીઓમાંની એક છે અને આજે પણ તેણી એક ખ્યાતનામ હોલિવૂડ સેલિબ્રિટી છે.

21. કોર્ટની કોક્ષ

કોર્ટની કોક્ષને તમે લોકો એ દાયકા સુધી ફેમસ ટેલિવિઝન સીરીઝ ‘F.R.I.EN.D.S’માં મોનિકા ગેલાર તરીકે જોઈ હશે અને આપણે જાણીએ જ છીએ કે તેણી કેટલી સુંદર છે. પણ હાલ તે જરા પણ ઓળખાય તેવી નથી, અને આર્ટિફિશિયલ લાગી રહી છે. 51 વર્ષીય કોર્ટનીએ સ્વિકાર્યું છે કે તેણી બોટોક્ષ લઈ રહી છે, અને તેણીનો તેને ભારોભાર પછતાવો પણ છે.

22. નિકોલ કિડમેન

ધી ઓસ્કાર- વિજેતા અભિનેત્રી નિકોલ કિડમેને પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, અને પ્લાસ્ટિક સર્જ્સન્સે તેણીને “Poster Child of Botox” તરીકે ગણાવી છે. તેણીના ફિચર્સ પહેલાં કરતાં તદ્દન બદલાઈ ગયા છે. તેમ છતાં, કિડમેન પોતાને યુવાન દેખાડવા માટે કંઈપણ અજમાવતા ખચકાતી નથી.

23. પામેલા એડરસન

એક વખતની બોલ્ડ એન્ડ બ્યુટિફુલ બેવોચ બ્યૂટી પામેલા એડરસન હાલ જરા પણ ઓળખાય તેવી નથી. તેણીએ આમ તો પોતાની સુંદરતા વધારવા માટે ઘણીબધી વાર સર્જરીનો આધાર લીધો છે અને સેક્સીમાંથી સ્કેરી બની ચુકી છે ! તેણીએ પોતાના હોઠ તેમજ ગાલ ભરાવદાર બનાવવા માટે સર્જરી કરાવી હતી. તેણીએ ભૂતકાળમાં બોટોક્ષ તેમજ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કરાવ્યું હતું જેથી કરીને તેના કુદરતી ફિચર્સ પણ નષ્ટ થઈ ગયા છે.

24. જોઆન રીવર્સ

હોલિવૂડની પીઢ સેલિબ્રિટી જોઆન રિવર્સે પોતાના જીવનમાં સૌંદર્ય વધારતી ઘણી બધી સર્જરી કરાવી હતી. તેણીના મૃત્યુ બાદ રીવર્સની દીકરીએ રહસ્ય છતું કરતાં જણાવ્યું હતું કે તેણીની માતાએ તેણીના 81 વર્ષના જીવનકાળ દરમિયાન 348 વાર ઓપરેશન કરાવ્યા હતા અને તે છતાં તેણી ક્યારેય પોતાના દેખાવથી સંતુષ્ટ નહોતી. આપણે બધા એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તેણી પોતાની કેરિયરના શરૂઆતના સ્ટેજમાં ખુબ જ સુંદર લાગતી હતી. તેણીની પ્લાસ્ટિક સર્જરી એક ડિઝાસ્ટર સાબિત થઈ છે, અને આપણે શીખવું જોઈએ કે આપણે કુદરતે આપેલી આપણી જાતને જ પ્રેમ કરવો જોઈએ.

25. કિયારા નાઇટ્લી

આ બ્રિટિશ સુંદરીની પ્લાસ્ટિક સર્જરીએ તેના ફેન્સ વચ્ચે એક મોટી ચર્ચા છેડી દીધી હતી. તેણીએ નોઝ જોબ કરાવ્યું છે જેમાં તેના એંગલ અને નાકની દાંડીને ઘટાડવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ કહી ન શકે કે તેણીએ કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય કારણ કે તેણી હજુ પણ કૂદરતી જ લાગે છે. જો કે તેણીએ ક્યારેય નિખાલસ થઈને પોતે કોઈ સર્જરી કરાવી હોય તેનો સ્વિકાર પણ નથી કર્યો.

શું તમને નથી લાગતું કે આપણે આપણી રીતે જ આપણી ચામડી આપણા સૌંદર્યમાં જ કમ્ફર્ટેબલ રહેવું જોઈએ અને વાસ્તવિક જ રહેવું જોઈએ ? ઉપર અમે 25 ફિલ્મી હસ્તીઓ જણાવી જેમણે કોઈને કોઈ રીતે પ્લાસ્ટિક સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, લીપ ફીલર, ચીક ફીલર, નોઝ જોબ વિગેરે રીતે પોતાની સુંદરતાને વધારવાનો પ્રયાસ કર્યો. પણ શું તેઓ તે વગર પણ સુંદર નથી લાગતા ? પ્લાસ્ટિક સર્જરી કોઈક રીતે તેમના જાદુ અને શારિરીક વ્યક્તિત્ત્વને સદંતર ભૂંસી નાખે છે અમને તો ‘બિફોર’ પિક્ચર્સ જ પસંદ આવ્યા. તમારું શું કહેવું છે ? અમને કમેન્ટ્સમાં જણાવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ફિલ્મી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ