25-25 ડીગ્રીઓ ધરાવવા છતાં આ વ્યક્તિ ચલાવે છે નાસ્તાનો ઠેલો, સરકારી નોકરી પણ પડતી મુકી !

આપણે નાનેથી લઈને મોટા થયા ત્યાં સુધીમા આપણા વડીલો આપણા કુટુંબીજનો તેમજ મિત્રવર્તુળમાં હંમેશા આપણને સારા અભ્યાસ માટે ટોકવામાં આવ્યા છે, પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ડગલેને પગલે આપણને કેહવામા આવે છે કે ભણીશ નહીં તો આમ થશે ભણીશ નહીં તો તેમ થશે, ભણવું તો પડશે જ.

પણ જ્યારે કોઈ એવી વ્યક્તિ તમને મળી જાય કે જેની પાસે 25 ડીગ્રીઓ હોય અને છતાં પણ તે કોઈ વ્યવસ્થિત નોકરી ન કરતી હોય અને ક્યાંક ઠેલો લગાવીને ધંધો કરતી હોય તો તમને કેવું લાગશે ?

આજની આપણી પોસ્ટ આવા જ એક વ્યક્તિની છે. આ વ્યક્તિનો એવો દાવો છે કે તે વિશ્વનો સૌથી વધારે ભણેલો વ્યક્તિ છે. જો કે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ વ્યક્તિને અભ્યાસ દરમિયાન ગોલ્ડ મેડલ પણ મળેલું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે તેમણે પોતાની ડીગ્રીઓ મેળવવીને તેનો ઉપયોગ નોકરી મેળવવામાં નથી કર્યો.


આટલી બધી નોકરી મેળવીને આ વ્યક્તિ રાજસ્થાનના જોધપુર જિલ્લાના લૂણી જંક્શન પર ચલાવે છે નાશ્તાનો ઠેલો. આ વ્યક્તિનું નામ છે અશોખ ભાટી. તેમની ઉંમર છે 63 વર્ષ. આટલી બધી ડીગ્રીઓ મેળવ્યા છતાં તેમનું એવું માનવું છે કે વ્યક્તિએ કામ કરવું જોઈએ પછી તે નાનુ છે કે મોટું તે ન જોવું જોઈએ. તેમને પોતાના અભ્યાસના આધારે નોકરી નહીં શોધીને સ્ટેશન પર રસગુલ્લાનો ઠેલો નાખવાનું વધારે પસંદ છે. તેમને ગર્વ છે કે તે તેમના મનની કરી શકે છે.

તમે જ્યારે તેમના લૂણી જંક્શન ખાતે આવેલા આ ઠેલાને જોશો તો આશ્ચર્ય થશે કે ત્યાં તેમણે તેમની ડીગ્રીઓ પ્રદર્શન માટે મુકી છે. તે પોતે મેળવેલી ડીગ્રીઓનું પ્રદર્શન એટલા માટે કરે છે કારણ કે યુવાનોને તેનાથી અભ્યાસ કરવાની પ્રેરણા મળે. અહીં નવા આવનારા મુસાફરો તેમના ઠેલા પર લગાવવામાં આવેલી અભ્યાસની આ ડીગ્રીઓને જોઈને ચકિત થઈ જાય છે.

અત્યાર સુધીમાં તેમણે 25 ડીગ્રીઓ મેળવી લીધી છે અને 26મી ડીગ્રી માટે પરિક્ષા પણ આપી દીધી છે અને હાલ તેઓ હાલ તેઓ 27મી ડીગ્રી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમને દરેક વખતે નવી ડીગ્રી મેળવવા માટે જે અભ્યાસ કરવાનો આવે છે તેમાં એક નવો જ જુસ્સો જોવા મળે છે. તેમના માટે અભ્યાસ એ કોઈ નોકરી મેળવવાનું સાધન નથી રહ્યું પણ એક શોખ બની ગયો છે. લોકોને પતંગિયા સંગ્રહ કરવાનો શોખ હોય, કોઈ વળી જુના સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે તેવી જ રીતે અશોકભાઈને ડીગ્રીઓ ભેગી કરવાનો શોખ છે.

તમને કદાચ એવો ખ્યાલ આવતો હશે કે અશોક ભાટી આટલું બધું ભણ્યા તો શું તેમણે ક્યારેય નોકરી મેળવવાનો પ્રયાસ નથી કર્યો ? તેમણે પણ નોકરીઓ મેળવવા માટે અરજી કરી હતી અને એકવાર તેમને સ્ટેટબેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની નોકરી પણ મળી ગઈ હતી. પણ તે સમયે લૂણી ગામથી જોધપૂર શહેર વચ્ચે વાહન વ્યવહારની મોટી સમસ્યા હતી. તેઓ કુટુંબને એકલુ મુકી ને ત્યાં જઈ શકે તેમ નહોતા અને માટે જ તેમણે પોતાનો આ વારસાગત ધંધો ચાલુ રાખ્યો. લૂણી સ્ટેશને રસગુલ્લા વેચવાનું શરુ કરી દીધું.

Need a little nourishment for your trip?

આ સ્ટેશન પર તેમના ત્રણ ઠેલા છે. તેમનો બેજ નંબર જાણીને પણ તમને આશ્ચર્ય થશે. તેનો નંબર છે 786. અને તેઓ પોતાની આવકથી પોતાના કુટુંબનું ભરણપોષણ ખુબ જ સારી રીતે કરી શકે છે અને પોતાના કામથી અત્યંત ખુશ છે.

હવે તમને જો મનમાં એ પ્રશ્ન થતો હોય કે અશોક ભાઈએ કઈ-કઈ ડીગ્રીઓ મેળવી છે તો તે વિષે પણ અમે તમને માહીતી આપી દઈએ. અશોક ભાઈએ, કાયદાની ડીગ્રી, પત્રકારત્વ, એકાઉન્ટન્સી, એગ્રીકલ્ચરની ડિપ્લોમાં ડીગ્રી મેળવી છે આ ઉપરાંત તેમણે પત્રકારત્વમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યું છે.

અભ્યાસ એ આજે મોટા ભાગના યુવાનોની મજબૂરી બની ગઈ છે તો આ વડીલ તેને પોતાનો શોખ બનાવીને બેઠા છે અને મનમાં કેટલીએ ડીગ્રીઓ મેળવીને કેટલાએ રેકોર્ડ તોડવાની ઇચ્છા ધરાવે છે.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ