૨૩ વર્ષની સાહસિક યુવતિએ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી ઉડાન ભરીને વિદેશની ધરતી પર ગર્વભેર ત્રિરંગો લહેરાવ્યો…

આરોહી પંડિતઃ એકલપંથે સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉડાડીને એટલાંટિક મહાસાગર પાર કરનાર પહેલી મહિલા બની… કહેવાય છે તેને લાઈટ એરક્રાફ્ટા પરંતુ તેનું વજન છે ૪૦૦ કિલો, તે ઉડાડીને ૩૦૦૦ કિ.મી ઉડાન ભરીને પાર કર્યો મહાસાગર… ૨૩ વર્ષની સાહસિક યુવતિએ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી ઉડાન ભરીને વિદેશની ધરતી પર ગર્વભેર ત્રિરંગો લહેરાવ્યો…

 

View this post on Instagram

 

A post shared by Fastest fast sikkim (@fastestfastsikkim) on


મુંબઈની રહેવાસી આ સાહસિક યુવતીએ જે સિદ્ધિ હાંસલ કરી છે. તેના વિશે વિચારીને પણ રુવાળાં ફરકી જાય તેવું છે. એકલપંથે ચાલી નીકળેલી આ યુવતીના સાહસ વિશે જાણીને તમને આનંદ સાથે ગર્વ થાય તેવું છે. એણી નાની ઉંમરે જ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉડાડીને એટલાંટિક મહાસાગર પાર કરનારી માત્ર ભારત દેશની જ નહીં કે એશિયાની નહીં, વિશ્વની પ્રથમ મહિલા બની છે.

મિનિ એરક્રાફ્ટ વિશેઃ

 

View this post on Instagram

 

A post shared by INDIAQUIZ ~ upsc/ssc/rrb/ibps (@indiaquiz) on


આ સ્પોર્ટ્સ એરક્રાફ્ટને મિનિ એરક્રાફ્ટ પણ કહે છે. તેનું વજન ૪૦૦ કિલો જેટલું છે. આરોહી જે સ્પોર્ટ્સ એરક્રાફ્ટ પરથી સફર કરી છે તેનું નામ છે, ‘માહી’. આ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સિંગલ એંજિન સાયન્સ ૯૧૨ એરક્રાફ્ટ મોડેલ છે.

માહી સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથેની આરોહીની સફરઃ


આરોહી એક ટ્રેઈન્ડ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ પાયલોટ છે. તેને વિપરિત હવામાન દરમિયાન પણ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ કઈરીતે નિયંત્રિત કરીને ઉડાડવું તેનું પ્રશિક્ષણ લીધું છે. એટલાંટિક મહાસાગર પાર કરવા એકલે સફર ખેડવાનું ધ્યેય લઈને તેઓ જ્યારે આ ‘માહી’ એરક્રાફ્ટ લઈને નીકળ્યાં ત્યારે તેઓ ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડમાં પણ રોકાણ કર્યું હતું. ઉડાન દરમિયાન કેનેડા પહોંચી ત્યારે ત્યાંની ઇન્ડિયન એમ્બેસીએ તેનું સ્વાગત કર્યું હતું. કેનેડાના રાજદૂત વિકાસ સ્વરૂપે તેમને તિરંગો આપ્યો અને તેમણે તેને ગર્વભેર લહેરાવ્યો હતો. એટલાંટિક મહાસાગરની યાત્રા પૂરી કરીને તેઓ સ્વદેશ ૩૦મી જૂલાઈએ પરત ફરશે.

ઉડાનનો અનુભવઃ

 

View this post on Instagram

 

A post shared by The Guwahati Times (@the_guwahati_times) on


વિશ્વની પહેલી મહિલા જ નહીં પહેલી વ્યક્તિ તરીકે આ રીતે સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉડાડીને તેમણે રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો ત્યારે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. તેમણે પોતાની અનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું કે એ સમયે ફક્ત હું, આ એરક્રાફ્ટ, ઉપર નીલું અસીમ આકાશ અને નીચે વિશાળ નીલો દરિયો જ હતો. એ સિવાય ત્યાં કોઈ જ નહોતું. તેમણે ઉમેર્યું કે કંઈક ખાસ કરી શકવાનું મને સન્માન મળવાથી ખૂબ ખુશ છું.

આરોહીની માહિ યાત્રાનું પ્રશિક્ષણઃ

 

View this post on Instagram

 

A post shared by LET’S FLY AVIATION (@lets_fly_aviation) on


આ ખાસ પ્રકારના સ્પોર્ટ્સ એરક્રાફટને શીખવા તેમણે સખત પરિશ્રમ કર્યો છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા તેમણે ૭ મહિનાની ટ્રેનિંગ લીધી છે. જે ભારત, ગ્રીનલેન્ડ, સાઈબેસિયા અને ઇટલી જેવા દેશોમાં જઈને તેમણે આ અનુભવ મેળવ્યો છે. તેમની ટ્રેનિંગમાં દરિયા ઉપરથી પસાર થવું, બર્ફિલા વિસ્તારમાંથી ઉડવું અને ખરાબ હવામાનમાં પણ સંતુલન જાળવી રાખીને ઉડાન ભરવી જેવી કઠોર સ્થિતિઓમાંથી પણ પસાર થવું પડ્યું છે.

પાકિસ્તાનની ધરતી પર પણ કર્યું લેન્ડિંગઃ

 

View this post on Instagram

 

A post shared by Adult Adda 😍 (@adult_adda_2) on


આરોહી એક માત્ર એવી પહેલી નાગરિક પણ બની ચૂકી છે જેમણે પાકિસ્તાનઈ ધરતી પર પણ તેમનું વિમાન ઉતાર્યું છે. તેઓ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની પરથી ઊડાન ભરીને પહોંચ્યાં હતાં પડોશી દેશમાં તેઓ એલ.એસ.એ. વિમાન લેન્ડ કરનાર પ્રથમ ભારતીય તરીકે પણ નોંધાયા છે.

 

View this post on Instagram

 

A post shared by INDIAQUIZ ~ upsc/ssc/rrb/ibps (@indiaquiz) on


આ દેશની સાહસિક દીકરીનું કારનામું જાણીને જરૂરથી ગર્વ થશે અને એવું નિશ્ચિત છે કે આપણાં દેશના નવયુવાનોમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેનું ભવિષ્ય ઉજળું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ