જલ્સા કરોને જેંતીલાલ

21 વર્ષ ભારતીય સૈન્યમાં સેવા આપ્યા બાદ એક સુપર મોડેલ તરીકે બીજી ઇનિંગ રમી રહ્યા છે આ આર્મિ જવાન

ઇન્ડિયન આર્મિનો જવાન 47 વર્ષે બન્યો સુપર મોડેલ ! દિપિકા સાથે પણ કામ કરી ચૂક્યા છે

ઇન્ડિયન આર્મિમાં ફરજ બજાવનાર દરેક જવાન આજીવન જવાન જ રહે છે તેવું કહેવાય છે પણ ખરેખર આ વાતને શબ્દસઃ સાબિત કરી છે ઇન્ડિયન આર્મિના એક્સ જવાન 47 વર્ષિય નિતિન મેહતાએ. હા, નિતિન મહેતા એક એક્સ આર્મિ જવાન છે તે હાલ કોઈ રિટાયર્ડ લાઈફ નથી જીવી રહ્યા પણ જીવી રહ્યા છે સુપર મોડેલનું લક્ઝરિયસ જીવન.

આપણે ઘણીવાર ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ પર વૃદ્ધ મોડેલને જોતા હોઈએ છીએ જે મોસ્ટલી યુરોપ કે અમેરિકાના જ હોય છે પણ તમને આ વ્યક્તિના ફોટો જોઈને ગર્વ થશે કે આ વ્યક્તિએ પોતાની આધેડ ઉંમરમાં પણ પોતાની જાતને કોઈ યુવાનની જેમ જ ફીટ રાખી છે અને ઇન્ડિયન આર્મિની ફીટનેસને માત્ર ફીલ્ડમાં જ નહીં પણ જીવનમાં પણ કાયમ રાખી છે.

નિતિન મેહતાએ ભારતીય સૈન્યમાં 21 વર્ષ સેવા આપી છે. અને ત્યાર બાદ 20 મે 2016ના રોજ તેમણે યુનિફોર્મ છોડીને એક નવો જ રંગ અપનાવ્યો છે જે તેમની ફીટનેસને એકદમ અનુરુપ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ નવું જીવન જીવી રહ્યા છે અને તેને ખુબ એન્જોય પણ કરી રહ્યા છે.

નિતિન મહેતા ઇન્ડિયન આર્મિમાં ફરજ બજાવતા હતા તે વર્ષોમાં પોતાની જાતને ક્લીન શેવ રાખવાનું જ પસંદ કરતા હતા પણ હવે તેમણે પોતાની જીંદગીનો રંગ બદલી લીધો છે તો સાથે સાથે પોતાની કેટલીક આદત પણ બદલી લીધી છે. હવે તે ચહેરા પર ડાઢી પણ રાખવા માંડ્યા છે.

જો કે તેમણે ક્યારેય વાળ કાળા કરીને પોતાની ઉંમર છુપાવવાનો પ્રયાસ નથી કર્યો પણ તેઓ પોતાના ગ્રે વાળમાં જ પોતાના આગવા અંદાજ સાથે રેંપ પર વૉક કરતાં જેવા મળે છે. એક્સ આર્મિ મેન નિતિન મેહતા માત્ર ફેશન શોઝમાં રેમ્પ વૉક જ નથી કરતાં પણ તેમણે કેટલીક કમર્શિયલ એડ પણ કરી છે.

હાલ નિતિન મેહતા રેડ એન્ડ ટેઈલરના મોડેલ છે અને કેટલીક કમર્શિયલમાં પણ તેઓ દેખાઈ ચુક્યા છે. તે બે તમિલ ફિલ્મોમાં અભિનય પણ કરી ચુક્યા છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી કે જેમાં માત્રને માત્ર યુવાનીને જ મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં નિતિન મેહતાએ એક અલગ જ ચીલો ચાતર્યો છે.

દીપીકા પદુકોણ સાથે તેમણે તનિષ્કની એડમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ કેટલીક ક્લોધીંગ બ્રાન્ડ પણ એન્ડોર્સ કરે છે. તેઓ પોતાનું એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ ધરાવે છે અને તેના પર તેઓ શું શું પ્રવૃત્તિઓ કરે છે તેની વિડિયોઝ અવારનવાર અપલોડ કરતા રહે છે.

અહીં તમે તેમની જુનો આર્મિ યુનિફોર્મ પહેરેલી તસ્વીરની સાથે સાથે તેમને તમે થ્રીપીસ સૂટમાં પણ જોઈ શકો છો. તેમાં કોઈ જ શંકા નથી કે 47 વર્ષિય નિતિન મેહતા જુવાનથી લઈને વૃદ્ધ વ્યક્તિને પોતાની એક ઝલકથી આકર્ષિ લે તેવા છે.

તેઓ 47 વર્ષે પોતાની જાતને કેવી રીતે ફીટ રાખે છે તેની પણ વિડિયોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉટ પર અપલોડ કરતા રહે છે. તેમણે મોડેલીંગ માટે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. તેઓ ગમે તે વસ્ત્રો પહેરી શકે છે અને તેમાં સુપર ડેશીંગ કેવી રીતે લાગવું તે આજના યુવાન મોડેલોએ તેમની જોડેથી શીખવું જોઈએ.

તેમને આજે પણ પોતાના આર્મિના દિવસો ખુબ યાદ આવે છે અને તેની યાદ રૂપે તેમની પાસે આજે પણ તેમની આર્મિના દિવસોની રોયલ એનફીલ્ડ છે જેને તેઓ મોકો મળતાં જ ચલાવી લે છે.

image source

જે લોકો ઉમરને વળગી રહે છે તેમના માટે નિતિન મેહતા એક ઉત્તમ ઉદાહરણ છે તેમના આત્મવિશ્વાસ, તેમના દેખાવ તેમના પ્રભાવ સાથે જાણે ઉંમરને કોઈ જ લેવા દેવા નથી. મોડેલીંગ એ કોઈ સરળ ક્ષેત્ર નથી ભલભલી વ્યક્તિઓના રેમ્પર પર વોક કરતાં પરસેવા છુટી જાય છે ત્યારે બીજી ઇનીંગમાં નિતિન પોતાના આ ગ્લેમરસ વ્યવસાયને પણ પુરતો ન્યાય આપી જાણે છે.

તેમના આ નવા અવતારે તેમને ઘણા બધા બધા પોપ્યુલર બનાવી દીધા છે. તેમને ઘણી બધી જગ્યાઓએ ઉદ્ઘાટન માટે આમંત્રણ મળવા લાગ્યા છે. નિતિન મેહતાની સાથે સાતે આ 60 વર્ષિય દીનેશ મોહન પણ પોતાની સેકન્ડ ઇનીંગ સુપર મોડેલ તરીકે રમી રહ્યા છે

image source

નિતિન મેહતા એક એક્સ આર્મિ ઓફિસર છે તો વળી 60 વર્ષિય દીનેશ મોહન પણ એક્સ ગવર્નમેન્ટ સર્વન્ટ હતા. પણ તેમની વાર્તા નિતિન મેહતા કરતાં થોડી અલગ હતી. નિતિન પહેલેથી જ આર્મિમાં હોવાથી ફીટનેસ તેમના માટે કોઈ ઇશ્યુ નહોતો પણ દીનેશ મોહન એક મેદસ્વી વ્યક્તિ હતા તેઓ 60 વર્ષે પણ ભારતના સુપર મોડેલ તરીકે રેમ્પ પર વૉક કરીને રેમ્પને શોભાવે છે.

પાંચ વર્ષ પહેલાં તેમનું વજન 130 કીલો હતું. તેઓ પોતાની આ મેદસ્વીતાથી કંટાળી ગયા હતા અને છેવટે તેમણે આળસ ખંખેરી અને પેતાની જાતને પડકાર ફેંક્યો. તેમને ઘીવાળા પરાઠા, કેક, જાત જાતની મીઠાઈઓ બધું ખુબ ભાવતું હતું.

image source

એક તો તેઓ ખાવાના શોખીન હતા ઉપરથી એક સરકારી કર્મચારી હોવાથી આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાથી તેમની આ ખાવાની આદત દિવસેને દિવસે બગડતી જતી હતી. પણ તેમણે 2004માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને પોતાના અંગત જીવન પર એકાગ્ર થવાનું નક્કી કર્યું. 2014માં તેમણે જીમ જોઈન કર્યું.

તેઓ જણાવે છે કે તેઓ શારીરિક રીતે ભલે મેદસ્વી હતા પણ મેન્ટલી મજબુત હતા તેમ છતાં તેઓ પોતાનું વજન ઘટાડવામાં ઘણીવાર નિષ્ફળ રહ્યા. પણ તેમણે ક્યારેય આશા ન ગુમાવી અને પોતાની જાતને બદલવાનો પ્રયાસ કરતા રહ્યા.

image source

ચાર વર્ષનું જીમમાં વર્કઆઉટ અને સાથે સાથે સ્વસ્થ ખોરાકે તેમનું 71 કીલો વજન ઘટાડવામાં મદદ કરી. વજન તો ઓછું થઈ ગયું પણ મસલ્સ બનાવવા માટે તેમણે વેઇટ ટ્રેનિંગ લીધી અને છેવટે તેઓ તેમનું લક્ષ પામ્યા. આજે તેમનું વજન 81 કીલોગ્રામ છે. 60 વર્ષે આજે તેઓ 6 ફૂટ એક ઇંચ લાંબા સુપર મોડેલ છે.

લોકો તેમને આજે એક પ્રેરણાના સ્રોત તરીકે જુએ છે પણ તેમના માટે આ ચાર વર્ષ કોઈ નરક જેવા જ હતા. તેમણે આટલા વર્ષોથી પાળી રાખેલી અસ્વસ્થ આદતો તેમને છોડવી પડી હતી. તેમના મિષ્ઠાનો તેમના ઘીવાળા પરાઠા આ બધું જ તેમણે પડતું મુકવું પડ્યું હતું.

image source

તેઓ આજે 60 વર્ષે રોજનો એક કલાક જીમમાં પસાર કરે છે. એક કલાકમાં તેઓ 40 મિનિટ કાર્ડીઓ કરે છે અને 20 મિનિટ વેઇટ ટ્રેનિંગ લે છે. તેઓ દિવસના 50 પુશઅપ્સ કરે છે અને વજન પણ ઉઠાવે છે. તેઓ પોતાની એક્સરસાઇઝમાં દોરડા પણ કુદે છે, જંપ પણ કરે છે અને ડાન્સ પણ કરે છે. અને જો મુડ સારો હોય તો દોડી પણ નાખે છે.

2016માં તેમણે પેતાના બર્થડે પર એક ફોટો શુટ કરાવ્યું હતું બસ ત્યારથી જ તેમની મોડેલીંગ કેરિયર શરૂ થઈ ગઈ હતી. તેમણે અગણિતવાર રેમ્પ વૉક કર્યું છે, કેટલીક જાહેખબરો માટે પણ શુટીંગ ક્રયું છે અને કેટલાક પંજાબી વિડિયોમાં પણ તેઓ દેખાયા છે.

image source

તેમણે અત્યાર સુધીમાં એક મલયાલમ ફિલ્મ રોઝેરિયો ફેમિલિ સિન્સ 1973માં કામ કર્યું છે અને તેઓ સલમાનખાનની ભારતમાં પણ અભિનય કરી ચુક્યા છે.

આ બન્ને સુપર મોડેલ દર્શાવે છે કે જીવનના કોઈ પણ પડાવે તમે તમારું ઉત્તમ આપી શકો છો. બસ તમારામાં તે લક્ષ માટેની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ અને તેને પામવા માટે પુર્ણ લગન હોવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version