આ રહ્યાં વર્ષ 2020ના જોરદાર અને જબરજસ્ત વર્લ્ડ રેકોર્ડ, જેને મળ્યું ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે ભલે વર્ષ 2020 પડકાર જનક રહ્યું હોય પરંતુ તેમ છતાં પણ લોકોએ આ વર્ષે અનેક અવનવા રેકોર્ડ બનાવી પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક અવનવા રેકોર્ડ્સની વાત કરવાના છીએ. આ રેકોર્ડ્સ પૈકી અમે 5 સૌથી નવાઈ પમાડે તેવા રેકોર્ડની વાત કરીશું જેના વિષે જાણીને તમારી આંખો પણ ખુલીની ખુલ્લી જ રહી જશે.

image source

14 વર્ષના ટીનેજર રેન કેયુ ચીનમાં રહે છે. રેનની વિશેષતા એ છે કે તે વિશ્વનો સૌથી લાંબો ટીનેજર છે. 7 ફૂટ ત્રણ ઇંચ લંબાઈ ધરાવતા રેન કેયુએ પોતાની લંબાઈને કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે જયારે રેનની ઉંમર માત્ર 3 વર્ષની હતી ત્યારે તેની લંબાઈ લગભગ 5 ફૂટ આસપાસ વધી ગઈ હતી.

image source

યુકેના બર્મિંગહામ ખાતે રહેતી લી શટકેવરએ માત્ર ત્રણ મિનિટમાં 10 જેમ ડોનટ્સ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. લી શટકેવરએ આ ચેલેન્જ દરમિયાન ત્યારે પણ નવા ડોનટ્સ માટે વધતી હતી જયારે તે જુના ડૉનેટસને આખા ખાઈ લેતી. તેણે નિશ્ચિત સમય કરતા 10 સેકન્ડ પહેલા જ પોતાની ચેલન્જ પુરી કરી લીધી. એ ઉપરાંત તેણે ત્રણ મિનિટમાં સૌથી વધુ ચિકન નગેટ્સ ખાવાનો રેકોર્ડ પણ નોંધવ્યો છે.

image source

ઓસ્ટ્રિયાના સાલ્જબર્ગ ખાતે રહેતી એથ્લીટ સ્ટેફની મિલિંગરએ એલ-સીટ સ્ટ્રેડલ પ્રેસ હેન્ડ સ્ટેન્ડનો નવો રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો હતો. નોંધનીય છે કે સ્ટેફની મિલિંગરએ સતત આ એક્સરસાઇઝને 402 વખત કરી હતી. આ ફિટનેસ ચેલેન્જ માટે અપર બોડી સ્ટ્રેન્થ અને મરોડદાર શરીર હોવું આવશ્યક છે.

image source

જૈલા નામની આ ટેલેન્ટેડ બાસ્કેટબોલ પ્લેયરએ માત્ર 30 સેકન્ડમાં ચાર બાસ્કેટબોલ સાથે 307 વખત જગલિંગ કર્યું. આ કારનામુ કરવાને કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું.

image source

જોરાવરસિંહ નામના આ ભારતીય શખ્સે રોલર સ્કેટ્સ સ્કિપિંગમાં પોતાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જોરાવરસિંહે માત્ર 30 સેકન્ડમાં રોલર સ્કેટ્સ પર 147 સ્કિપ્સ સાથે આગલો નોંધાયેલો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો અને પોતાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. 21 વર્ષીય જોરાવરસિંહ પહેલા હાઈસ્કૂલમાં એક ડિસ્ક્સ થ્રોઅર હતા પરંતુ ઇજા થવાના કારણે તેણે સ્પોર્ટ્સને તિલાંજલિ આપવી પડી અને પોતાની ફિટનેસને સારી કરવા માટે સ્કિપિંગ કરવા લાગ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ