2020માં પાર્ટીનું આયોજન કરી રહ્યા છો? તો આ ડેસ્ટિનેશન છે તમારા માટે એકદમ મસ્ત

ન્યુ યર ૨૦૨૦ના અવસર પર આપે ગોવા, મુંબઈ, કંસોલ, ગુલમર્ગ, ઉદયપુર અને મનાલીની આ બેહદ ખુબસુરત લોકેશન પર જરૂર જવા ઇચ્છશો. આ જગ્યાઓ પર જઈને આપ આપની પુરી જિંદગી અહીંની યાદોને સમેટીને રાખવા ઇચ્છશો. તો રાહ કોની જોવો છો તૈયારી શરૂ કરી દો આ શહેરોમાં ફરવા જવાની. મુંબઈ શહેરમાં આપ ન્યુ યરના દિવસે આખી રાત પાર્ટી કરી શકો છો. તો મનાલીમાં સ્નોફોલની વચ્ચે નવા વર્ષની મજા માણી શકો છો. ત્યાંજ ગોવાના દરિયાની લહેરો વચ્ચે જઈને નવા વર્ષને યાદગાર બનાવી શકો છો.

image source

દર વર્ષે ન્યુ યરના દિવસે આપણે બધા ક્યાંક ને ક્યાંક ફરવા જવા માટે ઇચ્છતા હોઈએ છીએ. કેમકે ન્યુ યરનો સમય જ કંઈક એવો હોય છે. જે આપણે મિત્રો અને પરિવાર જનો સાથે મળીને ખાસ બનાવવા ઇચ્છીએ છીએ. જો આપ પણ નવા વર્ષને ખાસ બનાવવા માટે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એના માટે આપને ખૂબ રિસર્ચની જરૂર પડશે. ત્યાં જઈને આપ નવા વર્ષના અવસરને ખાસ બનાવવા માટે કોઈ એક શહેરને પસંદ કરો છો. ઇન્ડિયામાં લોકો કોઈ નવી જગ્યાએ જતા પહેલા ખાવું-પીવું, રહેવા માટે હોટલ વિશે બધી જાણકારી મેળવીને પછી તે શહેરમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે.

2020 ન્યુ યરના અવસર પર ઇન્ડિયાના આ ખાસ શહેરોમાં જઈને આપના નવા વર્ષને ખાસ બનાવી શકો છો.:

-ગોવા:

image source

આવનાર 2020ના નવા વર્ષના અવસર પર ગોવા શહેરમાં મનાવીને નવા વર્ષને ખાસ બનાવી શકો છો. ગોવા શહેરમાં પાર્ટી કરવાથી લઈને ફરવા માટે પણ ખૂબ સારી લોકોશન છે. જ્યાં આપ પુરી મસ્તી સાથે ન્યુ યરને આપના જીવનમાં યાદગાર બનાવી શકો છો. આ સમયે ગોવાનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે.

ગોવાની ખૂબ સુંદર જગ્યાઓ જ્યાં આપે જરૂરથી જવું જોઈએ. -અંજુના બીચ, સિંક, કમાકી બાર, ગ્રેન્ડ હયાત, કેફે મેમ્બો, કલબ લવ પેશન કર્મા, હીલ ટોપ અને કલબ ક્યુબના છે.

-ઉદય પુર:

image source

ન્યુ યર 2020 ને ખાસ બનાવવા માટે આપ ઉદય પુર શહેર પણ જઈ શકો છો. આ શહેરના લેક આપને ખૂબજ પસંદ આવશે. એવું લાગશે કે આપ સ્વર્ગમાં આવી ગયા છો નવા વર્ષના અવસર પર. ઉદયપુરનું વાતાવરણ હમેશા શાનદાર રહે છે. ઉદયપુરમાં ઉગતા સૂરજને જોવો એક અદભુત લ્હાવો છે. આવનાર નવા વર્ષને ખાસ બનાવવા માટે આપે ઉદયપુર જવું જોઈએ.

ઉદયપુર શહેરની ખૂબ સુંદર લોકેશન- ધ કાઉન્ટીંગ ક્લોક, અરવાના મોલ, કેફે ક્લોક ટાઉન, કેફે નિરવાણા, ફેરન રેસિડેન્સી અને ગજેબો.

-ગુલમર્ગ:

image source

ન્યુ યર 2020 ને આપ ગુલમર્ગ જઈને યાદગાર બનાવી શકો છો. આ સમયે ત્યાંનું તાપમાન નેગેટિવમાં ચાલ્યું જાય છે તેમછતાં પણ નવા વર્ષના અવસર પર લોકો ગુલમર્ગ જવાનું પસંદ કરે છે.

ગુલમર્ગની આ સુંદર જગ્યાઓ પર જઈને નવા વર્ષ 2020ને યાદગાર બનાવી શકો છો.- ગોંડેલા રાઈડ, આઉટર સર્કલ વૉક પર પણ જઈને નેચરને ખૂબ નજીકથી મહેસુસ કરી શકો છો.

-મનાલી:

image source

જો આપ ન્યુ યર કોઈ હીલ સ્ટેશન પર મનાવવા ઇચ્છતા હોવ તો આપના માટે મનાલી સૌથી સારી જગ્યા રહેશે. નવા વર્ષના સમયે અહીંયા સ્નોફોલની સાથે લાઉડ ડીજેની પણ મજા માણી શકાય છે.

મનાલીની આ લોકેશન પર જરૂરથી જવું જોઈએ.-મોરીફયશ વેલી રિસોર્ટ, રોયલ પાર્ક રિસોર્ટ, ધ ઓર્કેડ ગ્રીન અને સંધ્યા રિસોર્ટ એન્ડ સ્પા છે.

-કંસોલ:

image source

ન્યુ યર 2020ના અવસર પર આપ દોસ્તોની સાથે કંસોલ જઈને ખાસ બનાવી શકો છો. આ હીલ સ્ટેશનનું વાતાવરણ ખુશનુમા હોય છે. કસોલમાં આપને એક વસ્તુ ખટકી શકે છે, નવા વર્ષના અવસર પર કસોલમાં આપને ડીજેનો માહોલ નહિ મળે. પરંતુ ભાગ દોડ ભરેલી જિંદગીથી નીકળીને અહીંયા આપને ખૂબ સારું લાગશે.

કંસોલની આ સુંદર જગ્યાઓ જ્યાં આપે જરૂરથી જવું જોઈએ.-

હિમાચલ હીલ ફેસ્ટિવલ, ધ કંસોલ મ્યુઝિક અને ટ્રાન્સ ફેસ્ટિવલ.

-મુંબઈ:

image source

ન્યુ યર 2020ના અવસર પર આપ માયાનગરી મુંબઈ પણ જઈ શકો છો. આ શહેરમાં આપને એ દરેક વસ્તુ મળશે જે નવા વર્ષના દિવસે આપ કરવા ઈચ્છો છો. મુંબઈ નાઈટ કલબ માટે ખૂબ ફેમસ છે. મુંબઈની સારી વાત એ છે કે પાર્ટી લવરને ખૂબ પસંદ આવશે. આ સિવાય મુંબઈના બીચ પર પણ ન્યુ યરની મજા લઈ શકાય છે.

મુંબઈની આ સુંદર જગ્યાઓ પર જરૂર જવું જોઈએ.- લોટસ કેફે, હયાત રિજન્સી, કેનવાસ લોન્જ અને હોટ ફ્રીજ.

ગંગટોક:

image source

ન્યુ યર 2020ના અવસર પર આપ ગંગટોક જઈને ખાસ બનાવી શકો છો. નવા વર્ષના અવસર પર આપ સ્નોફોલની મજા માણી શકો છો. જો આપ આ ભીડભાડ ભર્યા જીવનથી થોડાક સમય માટે છુટકારો ઇચ્છતા હોવ તો આપ ગંગટોક જઈ શકો છો.

ઊંટી:

image source

ન્યુ યર 2020ના અવસર પર આપ ઊટી જઈ શકો છો. નવા વર્ષે આપ પોલ્યુશન અને ટ્રાફિકથી બચવા ઈચ્છો છો તો આપનું ઊટી જવું ખૂબ જ સારું રહેશે. તમિલનાડુમાં વસેલું ઊટી ત્યાંના પાર્ક અને શાનદાર બગીચાઓ માટે ખૂબ ફેમસ છે.

કેરળ:

image source

આપને ફેન્સી પાર્ટીઓ અને લાઉડ સંગીત પસંદ નથી તો આપ કેરળ જઈ શકો છો. તેમજ ન્યુ યર 2020ને નેચરની ગોદમાં વિતાવીને યાદગાર બનાવી શકો છો.

-ઔલી:

image source

ન્યુ યર 2020ના અવસર પર દેશની સૌથી આકર્ષક જગ્યાઓમાં એક ઔલીને માનવામાં આવે છે. આ જગ્યા નવુ વર્ષ વિતાવવા માટે એક સારો વિકલ્પ છે. ઉત્તરાખંડમાં વસેલું ઔલી જઈને આપ ખળખળતા ઝરણાંઓ અને નેચરની સાથે આપ યાદગાર સમય વિતાવી શકો છો. આ ન્યુ યર પર આપે જરૂરથી ઔલી જવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ