જો તમને લાગતું હોય કે 2020 માં હવે મળશે શાંતિ તો ભૂલી જજો કારણ કે ભવિષ્યવાણી છે ખોફનાક

2020ની ભવિષ્યવાણીઓ – ગણપતિ પોતાની સાથે કોરોનાનું પણ કરશે વિસર્જન, યુદ્ધના પણ છે એંધાણ, જો તમને લાગતું હોય કે 2020 માં હવે મળશે શાંતિ તો ભૂલી જજો કારણ કે ભવિષ્યવાણી છે ખોફનાક

image source

વર્ષ 2020થી સમગ્ર માનવજાતિને ઘણી બધી અપેક્ષાઓ હતી પણ કોરોના વાયરસની મહામારીએ લોકોની બધી અપેક્ષાઓ પાર પાણી ફેરવી દીધું છે. ધીમે ધીમે આ વર્ષ વિનાશક સાબિત થઈ રહ્યું છે. કરણ કે જ્યારથી કોરોના વાયરસે માથું ઉંચકયું છે ત્યારથી સમગ્ર વિશ્વના નાના મોટા બધાજ દેશો આર્થિક પાયમાલી તરફ વળી રહ્યા છે. લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે તો હજારો લોકો મૃત્યુ ને ભેટ્યા છે. અને હજુ કંઈ બાકી રહી ગયું હોય તેમ ઓર વધારે ખરાબી થવાની ભવિષ્યવાણી થઈ રહી છે.

image source

આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે નવરાત્રિ પહેલા કોરોનાનું કોકડું સંકેલાઈ જશે, એટલે એમ પણ કહી શકાય કે વિઘ્નહર્તા શ્રીગણેશ પોતાની સાથેજ આ મહામારીને લઇ જશે. પણ બીજીબાજુ લોકોની મુશ્કેલીઓનો અંત આટલી સરળતાથી નહીં આવે કરણ કે આ વર્ષમાં હજુ પણ યુદ્ધ, જ્વાળામુખી ફાટવો, ધરતીકંપ થવો, સુનામી અવવી, વિગેરે કુદરતી હોનારાતોનો પણ ભય છે. આ ઉપરાંત વૈશ્વિક નેતાની હત્યાની પણ શક્યતા છે.

image source

રાજ્યના અત્યંત જાણીતા અને માનીતા જ્યોતિષ શાસ્ત્રી દ્વારા આ ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે 2019ના ઓકટોબર મહિનાથી બુધ અસ્વભાવિક ગતિથી ચાલતો હોવાથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. હવે જ્યારે 2020ના સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશશે અને બુધ મિથુન રાશિમાં પ્રવેશશે ત્યારે કોરોના વાયરસ પોતાની માયા સંકેલશે તેવી શક્યતા છે.

image source

મહાભારતનું યુદ્ધ જ્યારે 5200 વર્ષ પહેલાં થયું હતું તે સમયે ત્રણ – ત્રણ ગ્રહણ થયા હતા, અને 2020માં પણ ફરીવાર આવી સ્થિતિ સર્જાવા જઇ રહી છે, કરણ કે 2020માં પણ ત્રણ ગ્રહણ થશે. આવનારી 5મી જૂન એટલે કે જેઠ સુદ પૂનમ છે ત્યારે માન્ધ્ય ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે. જોકે તેને ધાર્મિક દૃષ્ટિએ પાળવાની કોઈ જરૂર નથી, પણ ત્યાર બાદ જ અમાસ આવી રહી છે એટલે કે 21મી જૂન કે જ્યારે જેઠ વદ અમાસ છે ત્યારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે જેને પાળવાનું રહેશે.

image source

ત્યાર બાદ 5મી જુલાએ ગુરુપૂર્ણિમા આવી રહી છે અને ત્યારે પણ ચંદ્ર ગ્રહણ સર્જાશે. જોકે તે પૃથ્વી પર શુભ અસર લાવનાર સાબિત થશે. જોકે આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે માટે તેને પાળવાનું રહેતું નથી. બીજીબાજુ પહેલા અને બીજા ગ્રહણ વચ્ચે 16 દીવાસનું અંતર છે જયારે બીજા અને ત્રીજા ગ્રહણ વચ્ચે 14 દિવસનું અંતર છે. મિથુન રાશીમાં બુધ 69 દિવસ સુધી બીરાજેલો રહેશે. મિથુનરાશી વાયુત્વ ધરાવતી હોવાથી ધંધા-રોજગાર, વેપાર વાણિજ્ય તેમજ કમ્યુનિકેશનનું ભવિષ્ય દિવાળી બાદ ચમકશે.

image source

હાલ જે શેર બજારની સ્થિત છે તે ભવિષ્યમાં વધારે નીચી જઈ શકે છે અને 2021 સુધી ત્યાં જ સ્થીર રહે તેવી શક્યતાઓ છે. આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસ તમારા ગળા તેમજ ફેંફસા પર અસર કરે છે તેવી જ રીતે બુધની અસર પણ શરીરના આ જ બન્ને ભાગો પર રહે છે. સામાન્ય સંજોગોમાં બુધ 23થી 27 દિવસની અંદર રાશી બદલતો હોય છે. પણ 2019માં તે માત્ર 15થી 17 દિવસમાં રાશી બદલતો રહ્યો છે જે માનવજાતિ માટે યોગ્ય નથી.

image source

જો કે બીજી બાજુ હાલની સ્થિતિમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ તેમજ પ્લુટો વક્રી છે તેના કારણે પણ ભયની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ સૂર્ય ગ્રહણની કુંડળીમાં અમુક અંશે માલિકાયોગ સર્જાયો છે જે શુભ ગણવામાં આવે છે માટે વધારે ભયભીત થવાની જરૂર નથી રહેતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ