2019માં આ 10 બોલિવૂડ કપલની રોમેન્ટિક તસવીરો એવી વાયરલ થઇ કે ના પૂછો વાત, જેમાં એશ-અભિ લાગે છે બધા કરતા હટકે

2019માં બોલીવૂડની આ રોમેંટિક તસ્વીરો ખૂબ થઈ વાયરલ, તમે પણ જોઈ લો

હવે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પહેલાં જેવા સંકુચિત નથી રહ્યા. તેઓ પોતાની અભિવ્યક્તિને નિખાલસ રીતે વ્યક્ત કરે છે. તે પછી તેમની પર્સનલ લાઈફ હોય કે પછી પ્રોફેશ્નલ લાઈફ હોય. સોશિયલ મિડિયા દ્વારા તેઓ પોતાના ફેન્સને પોતાના અંગત જીવનની પણ જાંખી કરાવતા રહે છે. પહેલાના સમયમાં અભિનેતા અભિનેત્રીઓ પોતાની કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતાં ખચકાતાં હતા હવે તેવું નથી.

image source

આ વર્ષે પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, દિપીકા પદુકોણ કરીના કપૂર જેવી સુપર સ્ટાર્સ એક્ટ્રેસે ફેન્સને એકથી એક ચડિયાતી રોમેન્ટિક તસ્વીરો આપી છે અને લોકોને તે ખૂબ પસંદ આવી છે. એમાં જો સૌથી વાયરલ ગયેલી તસ્વીરો કે વિડિયોની વાત કરીએ તો પ્રિયંકા-નિકનો નંબર પ્રથમ આવે કારણ કે પ્રિયંકા પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ ખુલ્લેઆમ નિઃસંકોચ વ્યક્ત કરે છે. તો ચાલો તમને બતાવીએ તે રોમેન્ટિક તસ્વીરો

પ્રિયંકા-નિક

image source

આ તસ્વિર પ્રિયંકાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નિકજોનાસ સાથે હાજરી આપી હતી તે વખતે પડાવી હતી. આ એક ખુબ જ રોમેંટીક તસ્વીર છે આ ઉપરાંત પણ પ્રિયંકા અવારનવાર પોતાના પતિ સાથે રોમેંટિક તસ્વીરો પડાવતી આવી છે. પ્રિયંકાએ તાજેતરમાં આ સમુદ્ર કિનારાની તસ્વીર પણ શેર કરી છે જેમાં તેણી પતિ નિકજોનાસ સાથે રોમાન્સની પળો માણી રહી છે અને ઉગતા સુરજની કીરણો તેમના પર પડી રહી છે.

સૈફ – કરિના

image source

સૈફ કરીનાની આ તસ્વીર કરીનાના 39માં બર્થડેની છે. જેમાં તેણી પોતાના પતિને કીસ કરતી જોઈ શકાય છે. તેણીએ પોતાનો બર્થડે રંગીન વસ્ત્રો નહીં પણ વ્હાઇટ કૂર્તા પાયજામામાં સેલિબ્રેટ કર્યો હતો જે તમે આ તસ્વીરમાં જોઈ શકોછો.

અનુષ્કા – વિરાટ

આ તસ્વિર વિરાટ-અનુષ્કાએ પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તેઓ પોતાના લગ્નની પ્રથમ એનિવર્સરીને સ્પ્રિચ્યુઅલી અને કુદરતના ખોળામાં સેલિબ્રેટ કરવા માગતા હતા માટે તેમણે ભૂતાનમાં એક નાનકડું વેકેશન પસાર કર્યું હતું અને તે વખતે કેટલીક સુંદર તસ્વીરો તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

આ સિવાય તેમણે કરવાચોથના દિવસે પણ એક સુંદર તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં અનુષ્કા રેડ સાડીમાં એક ટ્રેડિશનલ ભારતીય સ્ત્રી લાગી રહી હતી જ્યારે વિરાટ કોહલીએ બ્લેક કૂર્તો પહેર્યો હતો.

રણવીર સિંઘ – દિપીકા પદૂકોણ

image source

આ બન્નેના રોમાન્સની વાત કરો તેટલી ઓછી છે તેઓ જાહેરમાં ક્યારેય પોતાની એકબીજા પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરતાં ખચકાતા નથી. આ બન્નેએ પોતાની પ્રથમ મેરેજ એનિવર્સરી મંદીરોના દર્શન કરીને પસાર કરી હતી. તેમણે સૌ પ્રથમ તો તીરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા તે પણ સુંદર ટ્રેડીશ્નલ વસ્ત્રો પહેરીને અને ત્યાર બાદ અમૃતસરમાં તેમણે ગોલ્ડન ટેમ્પલમાં શિષ નમાવ્યું હતું.

ફરહાન અખ્તર – શિબાની દાંડેકર

image source

ફહાન અખ્તર પોતાની પ્રથમ પત્નીથી છુટ્ટો થયો તેને થોડા વર્ષ પસાર થઈ ગયા છે. હાલ તે મોડેલ અને એક્ટ્રેસ એવી શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. શરૂઆતમાં તો આ બન્નેએ પોતાના સંબંધને છુપાવી રાખ્યો પણ હવે તેઓ જાહેરમાં પણ એક સાથે જોવા મળે છે. થોડા સમય પહેલાં, ફરહાન અખ્તરના જન્મ દિવસ પર શિબાનીએ આ તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેની ઘણી ચર્ચા ઇન્ટરનેટ પર થઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન – અભિષેક બચ્ચન

image source

અભિષેક ઐશ્વર્યાની આ રોમેંટિક તસ્વીર ખુબ જ વાયરલ થઈ હતી. આ સુંદર રોમેંટિક તસ્વીર બીજા કોઈએ નહીં પણ ઐશ્વર્યા અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચને જ લીધી હતી. જે વિષે ઐશ્વર્યાએ જ આ ફોટો શેર કરતી વખતે લખ્યું હતું.

શાહરુખ ખાન – ગૌરી ખાન

image source

શાહરુખ અને ગૌરી ભલે પોતાના પ્રેમને જાહેરમાં પ્રદર્શિત ન કરતાં હોય પણ શાહરુખનો ગૌરી પ્રત્યેનો પ્રેમ તેના ફેન્સ સારી રીતે જાણે છે આ તસ્વીર શાહરુખ અને ગૌરીએ પોતાની મેરેજ એનિવર્સરી પર શેર કરી હતી.

શાહિદ કપૂર – મીરા રાજપૂત

image source

શાહિદ કપૂર માટે ગયું વર્ષ ખુબ જ સફળ રહ્યું. તેણે કબીર સિંઘ જેવી સુપર ડુપર હીટ ફિલ્મ આપી અને તેણે ફરી પોતાની એક્ટિંગનો પર્ચો લોકોને આપી દીધો. શાહિદની પત્ની મીરા રાજપૂત પણ સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીએ પોતાની મેરેજ એનિવર્સરી પર આ સુંદર તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

સોનમ કપૂર – આનંદ આહુજા

image source

થોડા સમય પહેલાં સોનમ પોતાના પતિ સાથે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી હતી. તે વખતની આ ત્સવિરમાં છે તેઓ એક બોટમાં બેઠા છે. અને પતિ આનંદ સોનમની હેટ ઠીક કરી રહ્યો છે. બન્ને એકદમ રિલેક્સિંગ મૂડમાં જોઈ શકાય છે. જો કે હાલ આ બન્ને યુરોપના સુંદર શહેરમાં ક્રિસ્મસની રજા ખૂબ જ રોમેંટિક રીતે પસાર કરી રહ્યા છે તેની તસ્વીરો પણ આજકાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આયુષમાન ખુરાના – તાહિરા કશ્યપ

image source

આયુષ્માન 2019નો સૌથી સફળ અભિનેતા રહ્યો છે. તે પોતાની ફિલ્મોમાં ગયા વર્ષે અત્યંત વ્યસ્ત રહ્યો પણ જેવો જ તે તેમાંથી ફ્રી થયો કે તરત જ ફેમિલિ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળી ગયો. અને તે વખતે તેણે પોતાની પત્ની તાહિરા કશ્યપ સાથેની એક તસ્વીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ