જલ્સા કરોને જેંતીલાલ

2011નો વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સે સચીન તેન્ડુલકરની ગાડી પર સ્ક્રેચ કરી દીધા હતા…

સચીન તેન્ડુલકરે જ આ વાત પરથી પરદો ઉંચક્યો હતો કે 2011ના વર્લ્ડ કપના વિજય બાદ તેના ફેન્સે તેમની ગાડી પર સ્ક્રે…ચ કરી દીધા હતા.


જ્યારે પણ કોઈની ગાડી પર સ્ક્રેચ પડે છે ત્યારે કોઈ પણ કાર માલિકને તે જરા પણ પસંદ નથી પડતું. તેને શરૂઆતમાં તો એક વાર બરાબરનો ગુસ્સો તો આવી જ જાય છે. પણ જ્યારે વાત સચીન તેન્ડુલકરની થઈ રહી હોય ત્યારે આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે.


તેમની સાથે પણ 2011ના વર્લ્ડકપના વિજય બાદ કંઈક આવું જ થયું હતું. તેમની ગાડી પર પણ કેટલાક ફેન્સે અસંખ્ય સ્ક્રેચ પાડી દીધા હતા. વાસ્તવમાં કપિલ આ સ્ક્રેચીસને એક યાદગીરી તરીકે માને છે અને તેમણે તે સ્ક્રેચીસને હેપ્પી સ્ક્રેચીસ નામ આપ્યું છે. કારણ કે આ સ્ક્રેચીસ તેમના જીવનની અતિ કીમતી ક્ષણો સાથે જોડાયેલા છે.


જ્યારે જ્યારે સચિન પોતાની કાર પરના તે સ્ક્રેચિસને જુએ છે ત્યારે તેને વર્લ્ડકપ 2011ના વિજયની પોતાની સોનેરી યાદો તાજી થઈ જાય છે.


થોડા સમય પહેલાં જ એક પુસ્તકના વિમોચન વખતે સચિન તેન્ડુલકરે જણાવ્યું, “અમે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે અંજલી સ્ટેડિયમમાં આવવા નહોતી માગતી જે તેની એક અંધશ્રદ્ધા છે.


મેં તેણીને ફોન કર્યો અને પુછ્યું કે તેણી ઘરે શું કરી રહી છે. તેણે તો અહીં અમારી સાથે ડ્રેસિંગ રૂમમાં હોવું જોઈએ. અમે બધા ઉજવણી કરી રહ્યા છીએ.”


આગળ જણાવતા તેમણે કહ્યું, “કોઈક રીતે અંજલી સ્ટેડિયમ આવી પહોંચી અને તેણે લોકોને સ્ટેડિયમ બહાર નાચતા જોયા, તેઓ પાગલની જેમ નાચી રહ્યા હતા, કાર પર ચડી ચડીને કુદકા મારી રહ્યા હતા.


અને અચાનક લોકો થોડીવાર માટે નાચતા બંધ થઈ ગયા કારણે કે તેમને કોઈક રીતે ખબર પડી ગઈ હતી કે અંજલી ત્યાં આવી હતી. સેલિબ્રેશન બાદ જ્યારે અમે પાછા હોટેલ પર જવા નીકળ્યા ત્યારે મેં જોયું તો મારી ગાડી પર પુષ્કળ સ્ક્રેચ પડ્યા હતા. મને તે જોઈ આંચકો લાગ્યો.”


“ડ્રાઇવરે મને જણાવ્યું કે અંજલીને સ્ટેડિયમ પર છોડ્યા બાદ લોકોએ ગાડી પર કૂદવા અને નાચવાનું શરુ કરી દીધું. ત્યારે મને થયું કે મારી ગાડી પર પડેલા આ સ્ક્રેચીઝ ખરેખર મારા માટે ખુબ જ યાદગાર છે અને માટે જ હું તે સ્ક્રેચીઝ ને ‘હેપ્પી સ્ક્રેચીઝ’ કહું છું.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version