પિતાએ દીકરીને ગાડુ ભરીને આપી ગિફ્ટ, જોઇ લો તસવીરોમાં તમે પણ

દીકરીએ લગ્ન પર માગી અનોખી ભેટ – અને પિતાએ ગાડુ ભરીને આપ્યા પુસ્તકો

આપણા માટે આ પ્રસંગ ગર્વનો એટલા માટે છે કારણ કે આ ઘટના ગુજરાતની છે. ગુજરાતના રાજકોટમાં આવેલા નાનામવા વિસ્તારના એક શિક્ષક હરદેવસિંહ જાડેજાએ પોતાની દીકરીના લગ્નમાં તેણીને જીવનની અનમોલ ભેટ એવા પુસ્તકો આપ્યા છે અને તેના કારણે તેમના માત્ર ગુજરામાં જ નહીં પણ સમગ્ર દેશમાં ભારોભાર વખાણ થઈ રહ્યા છે.

image source

સામાન્ય રીતે દીકરીને સાસરે વળાવતી વખતે પિતા તેને ઘરેણું, કપડાં, વાસણો, ફર્નિચર, વાહનોની ભેટ આપતા હોય છે પણ આ પિતાએ પોતાની દીકરીની ઇચ્છા પુરી કરવા તેણીને ભેટમાં ઢગલાબંધ પુસ્તકો આપ્યા છે. વાસ્તવમાં હરદેવસિંહ જાડેજાની દીકરી કીન્નરીબાએ પોતાના પિતા સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ તેણીને તેના વજનના ભારોભાર પુસ્તકો ભેટરૂપે આપે. અને આ રીતે તેણીને તેના પિતા દ્વારા કુલ 2200 પુસ્તકો ભેટસ્વરૂપે મળ્યા છે. અને લગ્નમાં આવનાર મહેમાનોએ પણ તેણીને આશિર્વાદ આપતા 200 પુસ્તકો ભેટ કર્યા હતા.

હરદેવસિંહ જાડેજા રાજકોટ શહેરના નાનામૌવામાં રહે છે. અને તેમની દીકરીને તેઓ વડોદરાના રહેવાસી એન્જિનિયર પૂર્વજીતસિંહ સાથે પરણાવી રહ્યા છે. હાલ પૂર્વજીત સિંહ કેનેડામાં સ્થાયી થયેલ છે. કીન્નરીબાના કુટુંબીજનો જણાવે છે કે તેણીને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ રહ્યો છે. અને આજે તેણીના તે જ શોખના કારણે તેણીની પોતાની 500 પુસ્તકોની લાઇબ્રેરી પણ છે. પોતાના લગ્નમાં પોતાના વજન જેટલા પુસ્તકો તેણીએ પિતા પાસે ભેટરૂપે માંગ્યા હતા પણ પુસ્તકે તે ઇચ્છાને દસગણી પૂર્ણ કરી છે.

image source

કીન્નરીબાના પિતાએ આ પુસ્તકો તેણીને બળદગાડુ ભરીને આપ્યા છે. આ પુસ્તકોમાં સંસ્કૃત, ગુજરાતી, હીન્દી અને ઇંગ્લીશ ભાષાના પુસ્તકોનો મસાવેશ થાય છે. તેમાં ધાર્મિક પુસ્તકો પણ આપવામાં આવ્યા છે જેમાં ભાગવત-ગીતા, કુરાન અને બાઈબલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પુસ્તકોમાં 18 પુરાણોનો પણ સમાવેશ થાય છે. દીકરીને પુસ્તકો ભેટરૂપે આપવા માટે સૌ પ્રથમ તો પિતાએ દીકરીની પસંદગીના પુસ્તકોની એક યાદી બનાવી હતી. અને તે યાદીને પૂરી કરવા માટે તેમણે સતત છ મહિના દીલ્લી, બેંગલુરુ, કાશી વિગેરેમાંથી પુસ્તકો મંગાવી ભેગા કર્યા.

image source

આ પુસ્તકોમાં મહર્ષિ વેદ વ્યાસથી માંડીને આધુનિક લેખકોની ઇંગ્લીશ, હીન્દી તેમજ ગુજરાતી ભાષાઓના પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકોમા લગભગ દરેક વિષયોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે, તેમાં ધર્મથી માંડીને વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ સહીત ઘણાબધા વિષયોનો સમાવેશ થાય છે. હરદેવ સિંહ પોતાની આ ભેટ વિષે જણાવે છે, ‘દીકરીના પસંદગીના પુસ્તકો ભેગા કરવામાં મારે છ મહિનાનો સમય લાગ્યો, પણ આજે દીકરીને જ્ઞાનના વારસા સાથે વિદાઈ આપીને હું ગૌરવ અનુભવી રહ્યો છું.’ પિતાએ દીકરીને કુલ 500 કી.ગ્રામથી પણ વધારે પુસ્તકો ભેટ આપ્યા છે જે લગભગ તેણીના વજનના દસ ગણા વજનના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ