૨૦૦ કિલોનો મગર અને પીળા રંગનો જાડો અજગર આ બાળકીના છે દોસ્તો. ના રમકડાંના નથી હો! જુઓ વિડિયોઝ…

ગરોળીથી ડર લાગે છે? આ બાળકીને જુઓ તે તો મગરને મેકઅપ કરી આપે છે અને અજગરને બ્રશ કરાવે છે!

પાઈથોન અને મગરમચ્છ છે તેનાં અસલી રમકડાં. ચાર વર્ષની બેબી કેવી રમે છે તેમના સાથે ખરેખર જોવા જેવું છે!

આપણે આપણાં નાના બાળકોને પ્રાણી સંગ્રાહલય લઈ જઈને પાંજરાંની પેલે પાર આંટાં મારતાં પ્રાણીઓની ઓળખ આપતાં હોઈએ છીએ અને વળી બાળકોને કહેતાં હોઈએ છીએ કે જોજો હો તમને ઇજા ન પહોંચે કે કરડી ન જાય.

હાથ અંદર ન નાખશો. બહારથી જોવાય, જંગલી પ્રાણીઓથી ચેતવું જોઈએ. એવી અનેક સલાહો આપતાં હોઈએ છીએ. નાનું બાળક તો એજ શીખતું અને સમજતું હોય છે જે આપણે તેને કહેતાં હોઈએ છીએ.

OLYMPUS DIGITAL CAMERA

ખરું કહીએ તો આપણું બાળક આપણે જે સમજાવીએ અને જેવું શીખવીએ તેવું તે અનુકરણ કરતું હોય છે. આપણે જો તેને નિડર થવાના સંસ્કાર કે વાતરણ આપીએ તો તેને તેવી ટેવ પણ પડી જ શકે છે.

એવું જ એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે જેમાં નાનકડી બાળકી મગરમચ્છ અને અજગરની સાથે નિડરતાથી રમી રહી છે. તે એટલી તેઓ વિડિયોઝ અને ફોટોઝમાં સહજ દેખાઈ રહી છે જાણે તે કોઈ ઢીંગલી કે રમકડાંથી રમતી હોય! તેના વિડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં બહુ જ વાઈરલ થઈ રહ્યા છે, જુઓ તે છોકરી કોણ છે અને શું કરી રહી છે.

આ છોકરી જે વિડિઓમાં દેખાઈ રહી છે સોશ્યલ મીડિયા પર વાયરલ છે, તે જાણે કોઈ પાલતુ કૂતરા કે બિલાડી સાથે પ્રેમથી રમતી હોય તેટલી સહજતાથી આ મગર જેવા ખતરનાક પ્રાણી સાથે ખેલ કરતી દેખાય છે. લગભગ ૨૦૦ કિલો જેટલા વજનદાર આ મગર જેવા અજાયબી પ્રાણી સાથે નાનકડી છોકરી જાણે તેની ઢીંગલી કે કોઈ સુંદર રમકડાં વડે રમી રહી હોય તેવું લાગે છે.

કહેવાય છે કે આ છોકરી ઇન્ડોનેશિયાની છે અને તે આશરે ૪ વર્ષની ઉમરની દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં તેના અનેક ફોટોઝ વાઈરલ થઈ રહેલ જોઈને આપણને એટલું તો આશ્ચર્ય થશે કે તે ખૂબ જ આનંદથી તે મગરના બચ્ચાને ખોળામાં બેસાડીને પફથી પાઉડર લગાવે છે. નાની બેબી જે રીતે ઢીંગલીને ખોળામાં લઈને રમાડે તેમ આ બેબી મગર સાથે રમે છે.

વધુ એક વિડિયો તો એવો છે કે જેમાં આપણે જોઈએ છીએ કે મગરને ખોળામાં બેસાડીને પાઉડર લગાવે છે એજ રીતે તે બાથરૂમમાં ટબમાં બેસીને મોટો બધો પીળા રંગનો અજગર રમાડી રહી છે. આ વિડિયોમાં મગર ટબની બહાર તેને અડકીને મોં ખોલે છે. અને અજગરનું મોં ખોલીને તે નાના બાળકને બ્રશ કરાવીને રમાડી રહી છે. આ દ્રશ્ય ખરેખર જોવાની મજા આવે તેવું છે.

આ મજાની ઢીંગલી જેવી ઇન્ડોનેશિયાની બેબીએ તેના બે જાનવર મિત્રોની સાથે એવી તો હળીમળી ગઈ છે કે તે તેનાં પોતાના હોય એવું લાગે છે. એક તસ્વીર તો એવી પણ વાઈરલ થઈ છે જેમાં બેબી ક્રોકોડાઈલે ગુલાબી અને કાળા રંગનું બેબી જેવું જ ફ્રોક પહેર્યું છે.

એટલું ઓછું હોય એમ એ બેબી સૂતી વખતે મગરને ભેટીને સૂવે છે તેવો પણ એક ફોટો દેખાય છે. આ બાળકીને આંગણમાં અને બહાર ખેતર કે ખુલ્લી જગ્યાઓએ જુદા જુદા પ્રાણીઓ અને મોટાં કદના પક્ષીઓ સાથેના ફોટોઝ મૂકેલા છે.

અસાધાર લાગતી આ બાળકીના ફોટોઝ અને વિડિયોઝ લોકો એટલે પણ પસંદ કરી રહ્યાં છે કે આપણે સૌ કોઈ જંગલી જાનવરોને ઘરમાં રાખવાનું કે દોસ્તી કરવાનું ક્યારેય ન વિચારી શકીએ. ઝૂમાં એમને જોઈને પણ આપણને ત ડર જ લાગતો હોય છે. છે ને આ ઇન્ડોનેશિયાની ફકત ચાર વર્ષની બેબી કમાલની!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ