બે વર્ષની બેબી છેલ્લા ૮ મહિનાથી સૂતી જ છે. ડોક્ટર્સ પણ તેને સજાગ કરવામાં રહ્યા છે અસફળ…

આટલી લાંબી ઊંઘ તો કોઈએ ભાગ્યે જ કરી હશે. જાણો, ૮ માસથી આ ૨ વર્ષની દીકરીને કોઈ જગાડી શક્યું નથી. જાણો આ લાઇલાજ તકલીફ વિશે… બે વર્ષની બેબી છેલ્લા ૮ મહિનાથી સૂતી જ છે. ડોક્ટર્સ પણ તેને સજાગ કરવામાં રહ્યા છે અસફળ…

આપણે રામાયણમાં એવો ઉલ્લેખ છે કે રાવણનો ભાઈ કુંભકર્ણ ૬ માસ સૂઈ રહેતો અને ૬ માસ જાગતો રહેતો હતો. રામ સામે યુદ્ધ કરવા માટે તેને વચ્ચેથી ઉઠાડવાની ફરજ પડી. એ ટી.વી સિરિયલમાં જ્યારે પણ દ્રશ્ય આવતું જોવાની મજા પડતી. કેમ કે તેમાં નગારા વગાડાતાં હતાં અને જાતજાતના ભોજન પકવાન તેના માટે બનાવરાવવામાં આવ્યાં હતાં તેમ છતાં ન તો તે અવાજથી જાગતો કે ન તો તે ભોજનની સોડમને સૂંઘીને ઊઠતો…

એવું જ કંઈક આજના જમાનામાં કોઈને વરદાન મળ્યું હોય એવું લાગે છે એવી વાત આપને જાણ થાય તો માનવામાં આવે ખરી? જી હા, અમે આજે આપને કોઈ કદાવર કુંભકર્ણ જેવા માણસ વિશે વાત નથી કરવાના પરંતુ સાવ બે વર્ષની કુમળી બાળકી વિશે જણાવીએ છીએ. જે ખરેખર છેલ્લા ૮ મહિનાથી નિદ્રા અવસ્થામાં જ છે. અને અનેક સારવાર કરાવ્યા છતાં એના સ્વાસ્થ્યમાં કોઈ અસર થઈ રહી નથી. આવો આ અચરજ પમાય તેવ હકીકત વિશે વિગતે જાણકારી મેળવીએ…

ક્રિસમસની પાર્ટી બાદ થાકીને સૂઈ ગઈ આ નાનકડી દીકરી, હજુ સગાજ થઈ નથી…

આ બનાવ કઝાખસ્તાનના કારાગંડા શહેરનો છે. જ્યાં શાયરન નામની મહિલાની ૨ વર્ષની દીકરી અચાનક થાકીને સૂઈ ગઈ એ પછી તે જાગી જ નથી. બન્યું એવું કે ક્રિસમસની પાર્ટી બાદ આ નાનકડી બેબી એવી તો થાકી કે ૨૬મી ડિસેમ્બરે તે સૂઈ ગઈ હતી. ત્યારબાદ તેને જગાડતાં તે જાગી જ નહીં. આવું આખો દિવસ બન્યું અને માતાપિતાએ ખૂબ ઉઠાડી પણ તે જાગીજ નહીં. એ પછી આવું આખું અઠવાડિયું બન્યું. તેને જગાડવાથી તે જાગે પણ અર્ધજાગૃત અવસ્થામાં જ તેને પેરેન્ટ નવરાવે અને જમાડે. તેને હલબલાવીને બોલાવવાથી તે હુમ્મ્મકાર તો આપે પણ ચીડાઈને ફરી આંખ બંધ કરી દે. આવું લાંબો સમય ચાલ્યું તેથી તેથી માતાપિતાને ચિંતા થઈ અને તેમણે ડોક્ટર્સને બતાવ્યું.

દીકરીની તબીયતની ચિંતા થતાં બતાવ્યું તો ડોક્ટર્સે કરી દીધા હાથ ઊંચા…

આ બાબતને આજે ૮ મહિના થવા આવ્યા તેમછતાં હજુ સુધી બેબી જાગી નથી શકી. તબીબો પણ આ સમયે કોઈ જ ચોક્કસ આપી નથી શક્યા. તેમણે જણાવ્યું કે સૂતેલી અવસ્થામાં પણ બેબીનો ગ્રોથ એકદમ બરોબર છે. તેની માનસિક સ્થિતિ પણ સારી છે. પરંતુ દીકરીના જન્મ વખતે કંઈક એવી તકલીફ થઈ હશે કે જેથી તેના ચેતાતંત્રમાં કોઈ ખેંચાણ આવવાને લીધે તે નબળાઈ કે સૂસ્તી અનુભવી રહી છે. આ એક પ્રકારની કોમાની જ સ્થિતિ કહી શકાય. પરંતુ તેને બોલાવવાથી આંખ ખોલે છે અને કંઈક આડુંઅવળું બોલતાં બોલતાં અચાનકથી રડવા પણ લાગે છે.

તેના માતાપિતા જણાવે છે કે તે અત્યાર સુધી એકદમ સ્વસ્થ બાળક હતી. આવું શી રીતે થયું એજ સમજાતું નથી. કઝાખસ્તાન તેમજ યુરોપના ડોક્ટર્સ માટે આ બાળકીનો કેસ એક રહસ્યમ રીતે વણઉકેલાયેલો છે. આ બેબીનું નામ અયાલિમ છે. આશા રાખીએ તે જલ્દી જ સ્વસ્થ થઈ જાય અને હરતી, ફરતી, રમતી થઈને ફરીથી પાર્ટી કરી શકે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ