ઓસ્ટ્રેલીયાથી બાલી ફરવા એકલો નીકળી પડ્યો આ ૧૨ વર્ષનો ટેણીયો…

12 વર્ષનો ઓસ્ટ્રેલિયન કિશોર એકલો જ ઓસ્ટ્રેલિયાથી મુસાફરી કરી ઇન્ડોનેશિયાના બાલીમાં પહોંચી ગયો. તેની પાછળ કારણ નજીવું હતું. તેના માતા-પિતાએ કોઈક કારણસર આ હોલિડે કેન્સલ કરી દીધો હતો પણ તેને તો રજાઓ ગાળવા જવું જ હતું. ઓસ્ટ્રેલિયાની પોલીસે જણાવ્યું હતું કે તેઓ હવે આગળ આવી ઘટનાઓ પર ધ્યાન આપશે જેથી કરીને ફરી આવો કોઈ પ્રસંગ ન બને.આ છોકરાએ સિડનીથી ફ્લાઇટ તેમજ હોટેલનું બુકિંગ પોતાના પેરેન્ટ્સના ક્રેડિટકાર્ડથી કરાવ્યું હતું. તે માત્ર પોતાનો પાસપોર્ટ અને પોતાનું સ્કુલ આઈડી બતાવીને છેક બાલી પહોંચી ગયો હતો. તેણે સિડનીથી પર્થની ફ્લાઇટ લીધી અને ત્યાર બાદ ત્યાંથી તેણે બાલીની કનેક્ટીવ ફ્લાઇટ લઈ લીધી.

છોકરાએ જણાવ્યું હતું કે તેને પર્થમાં એક વાર પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. “તેમણે માત્ર મારું સ્ટુડન્ટ આઈડી અને પાસપોર્ટ જોયો જેથી કરીને તેમને પુરાવો મળી શકે કે હું 12 વર્ષથી ઉપરનો છું. મારા માટે તો તે ખુબ જ સારું થયું કારણ કે હું આ એડવેન્ચર પર જવા ઉત્સુક હતો.”જો કે તેની માતાને તેના વિષે જાણીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેની માતાએ વધારામાં જણાવ્યું હતું કે તેના દીકરાને ‘ના’ શબ્દો ગમતો નથી અને માટે જ તે પોતાની જીદ પુરી કરવા ઇન્ડોનેશિયા જતો રહ્યો. તેણે ત્યાંની સિસ્ટમ પર આંગળી ચીંધતા ચિંતા પણ વ્યક્ત કરી હતી કે કોઈ બાળક આટલી સરળતાથી પોતાના ગાર્ડિયન્સ વગર દેશની બહાર નીકળી જાય તે તો હદ કહેવાય. તેના માટે તેમણે પોતાની સીક્યોરીટી વધારે ટાઇટ કરવી જોઈએ.
આ પહેલાં પણ તેઓ બાલી રજાઓ ગાળવા જઈ આવ્યા હતા અને આ પહેલાં પણ તેમના દીકરાએ પોતાની જાતે જ ટીકીટ બુક કરાવી હતી પણ ગાર્ડીયન તરફથી જે લેટરની જરૂર પડે તે તેની પાસે નહીં હોવાથી તે પોતાની પ્રક્રિયા આગળ વધારી શક્યો નહોતો.

આ છોકરાએ ચાર દિવસ બાલીમાં પસાર કર્યા. તે એક હોટેલમાં રોકાયો, ત્યાં સ્કૂટર ભાડે લીધું અને બિયર પણ પીધી. જો કે વધારે કંઈ થાય તે પહેલાં તેના જ એક મિત્રએ તેની માતાને બાલીની હોટેલના સ્વિમિંગ પુલમાં રમતી તેની એક વિડિયો તેની માતા સાથે શેયર કરી. તેના માતા-પિતાને દીકરાનો આ હોલીડે 8000 ડોલર એટલે કે લગભગ 4 લાખ રૂપિયા નો પડ્યો.
જો કે તંત્રની દોડાદોડીથી દીકરાને તરત જ ઇન્ડોનેશિયા પેલીસે પોતાની કસ્ટડીમાં રાખી લીધો. ત્યાર બાદ તેના માતા-પિતા તેને ત્યાંથી ઘરે લઈ આવ્યા.ઓસ્ટ્રેલિયન એરલાઈન્સ પાંચ વર્ષથી નાના બાળકને એકલા પ્રવાસની છૂટ આપતી નથી. જ્યારે 5થી 11 વર્ષના બાળકોએ અનકંપનીડ માઇનર ટીકીટ બુક કરાવવી પડે છે જ્યારે 12થી 15 વર્ષના બાળકો માટે માત્ર તેમના માતા-પિતાની મંજુરીની એક ચીઠ્ઠીની જ જરૂર હોય છે.

બધી જ એરલાઇન્સની વિધિ પ્રમાણે તેઓ કિશોરવયના બાળકોને એકલા પ્રવાસ કરવા દઈ શકે છે, પણ તે માટે કેટલીક શરતો હોય છે જે દરેક એરલાઇન્સ પ્રમાણે બદલાતી હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાત્મક માહિતી વાંચો ફક્ત અમારા પેજ.

ટીપ્પણી