૧૯૬૫ના જંગમાં દુશ્મન દેશની સેનાને હરાવવા માતા ઘંટીયાળીના આશીર્વાદ કામ આવ્યાં હતાં, રસપ્રદ માહિતી..

૧૯૬૫ના જંગમાં દુશ્મન દેશની સેનાને હરાવવા માતા ઘંટીયાળીના આશીર્વાદ કામ આવ્યાં હતાં, એવું એ સમયે હાજર સૌ કોઈ માને છે.


જૈસમેલરથી 120 કિલોમીટર દૂર અને માતા તનોટના મંદિરથી 5 કિલોમીટર પહેલા માતા ઘંટીયાળીનો દરબાર આવેલો છે. બીએસએફના સૈનિકો માત્ર માતા ઘંટીયાળી અને માતા તનેતની પૂજા કરે છે. સન 1965ની લડાઇમાં માતાના ચમત્કારના પરચા ખૂબ પ્રસિદ્ધ થયા હતા. એ સમયે દુશ્મન દેશ પાકિસ્તાની સૈન્યની સામે થયેલ યુદ્ધમાં માતાએ જાણે કોઈ એવી માયા રચી કે દુશ્મનો ત્યાં જ હાર માની બેઠા હતા. એવું કહેવામાં આવે છે કે તે વખતે પાક સૈન્ય એકબીજા સાથે જ દુશ્મન તરીકે લડ્યા હતા. બન્યું એવું કે માતાના મંદિરમાં ઘૂસી ગયા હતા અને એ સમયે એક માયાવી સ્થિતિ સર્જાઈ ગઈ જેમાં તેઓ જ એકબીજાના વિવાદમાં અટવાઇ ગયા હતા અને ત્રીજા ચમત્કારમાં પાક સૈનિકોની આંખમાં રેતી ઉડીને પડી અને તેઓ અંધ થઈ ગયા હતા.
મંદિર કેટલું જૂનું છે


મંદિરના મુખ્ય પૂજારી પણ બી.એસ.એફ. સૈનિક છે. તેમનું નામ પંડિત સુનિલ કુમાર અવસ્થી છે. તેઓનું કહેવું છે કે આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. તેમણે કહ્યું કે માતાનો આ એક ચમત્કાર જ હતો કે 1965ની લડાઇ દરમિયાન, પાકિસ્તાની સેનાએ તેના ભારતીય સૈનિકોને મારવા આવી હતી પરંતુ એઓએ એમની જ ટૂકડીને ભારતીય સેના સમજીને એકબીજા પર બુલેટ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતી. કેટલાક પાકિસ્તાની સૈનિકોની બટાલિયન માતાના મંદિરમાં પહોંચી ગઈ હતી.


એ સમયે મંદિરની આસપાસના વિસ્તારમાં યુદ્ધનું વાતાવરણ ખૂબ તંગ થઈ ગયું હતું. ત્યારે મંદિરને કોઈ ખાસ નુક્સાન નહોતું થયું. જ્યારે તેઓ બદઈરાદાથી મંદિરમાં ઘૂસી જઈને આક્રમણ કરવા ગયા ત્યારે એમની જ વચ્ચે વિવાદ સર્જાયો અને અંદરોઅંદર ઝઘડવા લાગ્યા હતા. માતાજીની મૂર્તિનો સ્પર્શ કરીને તેનો શણગાર ઉતારવા ગયા ત્યારે એ દુશ્મન સૈન્યની આંખો અંઘ થઈ ગઈ હતી.


આજની તારીખે જેસલમેરના રણ વિસ્તારની સરહદે આ દેવીનું મંદિર અખંડ છે. ત્યાં સવાર સાંજ જે કોઈ પણ ફૌજી સેન્યની બદલી થાય છે તેઓ એકબીજાને આ મંદિરના પરચાની વાત કહીને જાય છે. વર્ષોથી એક દિવસ પણ એવો નથી ગયો કે વિરાન રણમાં પણ આ મંદિર અપૂજ રહ્યું હોય. બી.એસ.એફ.ના જવાનો ત્યાં દિવા બત્તી સાથે માતાજીની ભક્તિ અચૂક કરે છે. તેમને શ્રદ્ધા છે કે માતા ઘંટીયાળી સરહદની દિવસ રાત રક્ષા કરે છે.