૧૯૫ મિનીટમાં બચ્યા ૭ જીવન, અંગદાનથી કર્યું અનોખું કામ…

તેઓના ફેફસા સુરતથી ૧૨૯૩ કિલોમિટરન દૂર બેંગ્લોર સુધી ૧૯૫ મિનિટમાં લઈ જઈને ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યા. જ્યારે તેમનું હ્દયુ ૯૦ મિનિટની અંદર મુંબઈ લઈ જઈ અને અન્ય વ્યકિતના શરીરમાં ધબકતું કરાયું હતું.


સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના બ્રેઈનડેડ જાહેર કરાયેલા યુવકના અંગદાન દ્વારા ૭ લોકોને નવુ જીવન અને આંખોની રોશની મળી છે. તેઓના ફેફસા સુરતથી ૧૨૯૩ કિલોમિટરની દૂરી પર બેંગ્લોર સુધી ૧૯૫ મિનિટમાં લઈ જઈ અને ટ્રાન્સપ્લાંટ કરાયુ હતું. જ્યારે તેમનું હ્દય ૯૦ મિનિટમાં મુંબઈ લઈ જવાયું અને અન્ય વ્યકિતના શરીરમાં ધબકતું કરાયું હતું.


શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર કેનાલ રોડ પર આવેલા રાજવર્લ્ડ ખાતે રહેતા ૪૨ વર્ષીય વ્રજેશ નવિનચંદ્ર શાહે ૭ લોકોને નવજીવન આપ્યું છે. તે અડાજણ ખાતે પ્યોર સ્કીલ નામથી આઈ.ટી. ટ્રેનીંગ અકાદમી ચલાવતા હતા. ગત તારિખ. ૧૨ ના રોજ બપોરે અચાનક તેમની તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે ડોક્ટરો દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. આ બાબતે ડોનેટલાઈફની ટીમને જાણ થતા વ્રજેશના પરિવારને અંગદાન બાબત સમજાવવામાં આવ્યા બાદ પરિજનોએ સંમતિ આપી હતી.


વ્રજેશભાઈના ફેફસાં સુરતથી ૧૨૯૩ કિલોમિટર દૂર બેંગ્લોરની હોસ્પિટલમાં ૧૯૫ મિનિટની અંદર પહોંચાડી દેવામાં આવ્યા હતા. જ્યાં ૫૯ વર્ષીય દર્દી અશોક ચૌધરીના શરીરમાં ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત દાન આવેલા હ્દયને ૯૦ મિનિટની અંદર સુરતથી ૨૬૯ કિલોમિટર દૂર મુંબઇ ખાતેની હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યું જ્યાં ૪૪ વર્ષીય દર્દી પ્રકાશ શાંતિલાલ શાહના શરીરમાં ધબકતું કરવામાં આવ્યું હતું.


દાન આવેલી કિડનીઓ પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી ૨૦ વર્ષીય યશપાલ સિંહ કનકસિંહ માટીએડા અને બીજી કિડની અમદાવાદના જ રહેવાસી એવા ૨૮ વર્ષીય કમલેશ નારણભાઈ સોલંકીના શરીરમાં ટ્રાન્સપ્લાંટ કરવામાં આવી હતી.


આ સિવાય લીવર ઊંઝાના રહેવાસી ૪૭ વર્ષીય ઈન્દુબેન દિનેશભાઈ પટેલના શરીરમાં ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યું હતું. જ્યારે ચક્ષુનું દાન લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વિકારાયું હતું. જ્યારે લીવર ટ્રાન્સપ્લાંટ ઉંઝા ખાતે રહેતા ૪૭ વર્ષીય ઈન્દુબેન દિનેશભાઈ પટેલના શરીરમાં કરવામાં આવ્યું હતું.


વ્રજેશભાઈ શાહના પરિવાર દ્વારા લેવામાં આવેલા અંગદાનના નિર્ણયથી ૭ લોકોને નવું જીવન મળ્યું તથા આંખોની રોશની મળવા પામી છે. તેમજ ફેફસા અને હ્દયને સુરતથી ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરીડોર રચવામાં આવ્યો હતો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ