૧૯ વર્ષની યુવતીએ જન્મ આપ્યો એક બાળકને, ડોક્ટર અને નર્સ પણ થઇ ગયા લાગણીશીલ…

ચામડી વગર જન્મયુ બાળક, ડરીને ભાગી ગઈ હતી નર્સ, ને થયો આ ચમત્કાર. એક બાળક જે વગર ચામડીએ જન્મ્યુ, જાણો કેવી રીતે તેના માતાપિતાનું સાહસ ડોક્ટરોની ભવિષ્યવાણીથી મોટુ બની ગયુ?


આમ તો વિશ્વમાં એકથી વધીને એક ચમત્કાર થતા રહે છે, પરંતુ એકવાર ફરી આવો ચમત્કાર થયો છે, જેનાથી મોટા-મોટા ડોક્ટર દંગ છે. બ્રિટનના વર્વિકશાયરમાં છ મહિના પહેલા એક એવુ બાળક જન્મ્યુ, જેના શરીર પર ચામડી નહોતી. અા બાળકનો જન્મ નોટિંધમ સિટી હોસ્પિટલમાં થયો. બાળકના જન્મવા પર ડોક્ટરો એ કહી દીધુ હતુ કે બાળક ૧૦ દિવસથી વધુ જીવિત નહિ બચે. પરંતુ કદાચ આ ચમત્કાર જ છે કે બાળક છ મહિના બાદ પણ જીવિત છે અને તેના શરીર પર ધીરે ધીરે ચામડી આવવા લાગી છે. જોકે, તે બાળક અને માતાપિતા માટે આ ૬ મહિના ખૂબ દર્દનાક રહ્યા છે.


જ્યારે માતા બનવાની ખુશી દર્દ લઈને આવી

બ્રિટનનું એક શહેર છે વાર્વિકશાયર. અહીં જેસિકા કિબ્લર અને જૈક શૈટોક નામનું દંપતિ રહે છે. તેના ઘરે પ્રથમ મહેમાન આવવાનુ હતુ અને બન્ને દરેક પસાર થતા દિવસે ખુશીઓમાં ડુબેલા હતા. આખરે વધતા દુ:ખાવાને કારણે જેસિકાને દસ અઠવાડિયા પહેલા જ નોટિંધમના સિટી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ. ૨૪ નવેમ્બરના રોજ જેસિકાએ એક શિશુને જન્મ આપ્યો. આ બાળક ૧૦ મહિના પ્રિમેચ્યોર બેબી હતુ. ચહેરાને છોડીને આ બાળકના શરીર પર ક્યાંય ચામડી નહોતી. અહી સુધી કે બાળકને જોઈને ઓપરેશન થિયેટરમાં રહેલી નર્સ પણ ડરીને ભાગી ગઈ કારણ કે બાળક ફક્ત એક તાજા માંસનાં ટુડકા જેવુ હતુ.


પોતાના બાળક સાથે જેસિકા કિબ્લર અને જૈક શેટોક.

૧૯ વર્ષની ઉંમરમાં પેદા થયુ બાળક


જેસિકા જણાવે છે કે ‘જ્યારે અમે પ્રથમવાર માતાપિતા બન્યા, અમારા બન્નેની ઉંમર ૧૯ વર્ષની આસપાસ હતી. અમારુ પ્રથમ બાળક ખૂબ નબળુ અને બિમારી પેદા થયુ. તેની હાલત જોઈને, જૈક અને મા બન્ને મળીને ખૂબ રડ્યા. અહી સુધી કે નર્સ પણ રડી રહી હતી તે નર્સ અને બાળક સોંપ્યા બાદ રૂમથી બહાર નિકળી ગઇ. કદાચ તે નર્સ પાસે અમને દિલાસો દેવા માટે કોઈ શબ્દ નહોતા બચ્યા’. જન્મ આપ્યા બાદ દંપતિએ મળીને બાળકનુ નામ કાઈદેન જૈક શેટોક રાખ્યુ છે.


૧૦ દિવસ સુધી ખોળામાં બાળકને ના ઉઠાવ્યુ

જેસિકા કિબ્લરે કહ્યુ કે અમારા બન્નેમાંથી કોઈ આ બાળકને ૧૦ દિવસ સુધી ખોળામાં ના ઉપાડી શક્યુ. અમારુ બાળક એક કાચા માંસના ટુકડા જેવુ લાગી રહ્યુ હતુ, જેને જોઈ શકવુ મુશ્કેલ હતુ. કાઇદેન જૈક શેટોક હવે ૬ મહિનાનો થઈ ચૂક્યો છે. તેને હજુ પણ ૪ ઓપરેશનની જરૂર છે. આ ૬ નહિનામાં તે છ વાર ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ જઈ ચૂક્યો છે.


જેસિકા કહે છે કે ‘અમે કાઈદેનને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમને નથી ખબર આગળ શું થશે, પરંતુ અમે તેનો પૂરો ખ્યાલ રાખીશું. અમે ખૂબ દર્દ વેઠ્યુ છે. ડોક્ટર હજુ પણ કહે છે કે કાઈદેન નહિ બચે, પરંતુ અમે તેનો મરતા દમ સુધી ખ્યાલ રાખીશું.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ