૧૮ વર્ષ પહેલા ગુમ થયેલ એક બહેનનું શબ મળ્યું તેની બહેનના ફ્રીઝરમાંથી…

વિશ્વમાં અનેક એવા બનાવ બનતા હોય છે જેની પર વિશ્વાસ કરવો ઘણીવાર અઘરો બને છે. આજે અમે તમને એક એવા સમાચાર જણાવીશું જેનાથી તમને પ ઘણું આશ્ચર્ય થશે. આ વાત છે ક્રોએશિયાની. ત્યાં એક બહુ જ દર્દનાક અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહિયાં એક વિદ્યાર્થી બાળકી છેલ્લા ૧૮ વર્ષથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ હતી. પણ હવે અત્યારે તેની લાશ તેના બહેનના ફ્રીઝરમાંથી મળી આવી છે.

ઉત્તરી ક્રોએશિયાના માલા સુબોટીકાના એક ઘરમાંથી એક વિદ્યાર્થીનીનું શબ મળ્યું હતું. આ ઘર જે વિદ્યાર્થિની યુવતી જૈસ્મીન ગાયબ થઇ હતી તેની બહેનનું છે. જૈસ્મીન વર્ષ ૨૦૦૦માં ગુમ થઇ હતી એ સમયે તેની ઉમર ૨૩ વર્ષ હતી. તે સમયે તે જગરેબમાં ભણતી હતી. તેના પરિવારે તેના ગુમ થવાની કમ્પ્લેઇન પોલીસમાં કરી હતી. પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે એ છાત્રાની ગુમ થવાની ફરિયાદ ૫ વર્ષ પછી કરવામાં આવી હતી.

આ વાતમાં હમણાં થોડા દિવસ પહેલા એક ૪૫ વર્ષની મહિલાને તપાસ માટે ગિરફ્તાર કરવામાં આવી છે. ક્ષેત્રીય પોલીસ પ્રવક્તા નેનાદ રીસાકનું કહેવું છે કે ફ્રીઝરમાંથી જે લાશ મળી છે તેમનો જન્મ વર્ષ ૧૯૭૭માં થયો હતો અને તેમના ગાયબ થવાની સુચના ૧૬ ઓગસ્ટ ૨૦૦૫માં મળી હતી.

પણ પોલીસે જે મહિલાને ગિરફ્તાર કરી છે તેના વિષે જાણકારી આપવાથી ના કહી છે પણ સ્થાનીય મીડિયાનું માનીએ તો તેઓનું કહેવું છે કે આ મહિલા જે યુવતી મૃત્યુ પામી છે તેની બહેન છે. એક વેબસાઈટ પ્રમાણે આ શબ એક ઘરમાંથી મળી આવ્યું છે જે ઘરમાં તે યુવતીની બહેન, પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે.

શું ખરેખર આવું શક્ય છે ખરું કે ૧૮ વર્ષ જેટલા સમય સુધી એક શબને ફ્રીઝરમાં રાખવું. વિચારતા જ કમકમી છૂટી જાય છે. શું કારણ હોઈ શકે આવું કરવા પાછળ.

નોંધ : ફોટો પ્રતીકાત્મક છે.