સમગ્ર વિશ્વમાં અત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચે હોડ મચી છે ટેલિકોમ કંપની કોઈને કોઈ ઓફર્સ ગ્રાહકોને આકર્ષવા આપતી હોય છે. એવામાં સ્વિટ્ઝર્લેન્ડની એક કંપનીએ અનોખી જ ઓફર આપી છે. આ કંપની તેના નામ પરથી સંતાનનું નામ રાખનાર દંપતીઓને 18 વર્ષ સુધી ઇન્ટરનેટ મફત પ્રોવાઇડ કરશે.
30 વર્ષના એક યુવા દંપતીએ દીકરીનું નામ ટિ્વફિયા રાખ્યું

ટિ્વફિયા નામની આ કંપનીના જણાવ્યાનુસાર, ઓફર સ્વીકારવા ઇચ્છતા દંપતીઓએ દીકરો જન્મે તો તેનું નામ ટિ્વફિઅસ અને દીકરી જન્મે તો તેનું નામ ટિ્વફિયા રાખવાનું રહેશે. આ ઓફર બાદ 30 વર્ષના એક યુવા દંપતીએ દીકરીનું નામ ટિ્વફિયા રાખ્યું છે. તેમણે આ નામ રજિસ્ટર પણ કરાવી લીધું છે. જોકે, દંપતીએ પોતાની ઓળખ છુપાવી છે. કંપનીએ કહ્યું કે 18 વર્ષ પહેલાં જો તેનો બિઝનેસ બંધ થઇ જશે તો તે ઓફર સ્વીકારનારા લોકોને બાકીના સમય માટે નાણાં આપી દેશે.
Jio Pages લોન્ચ

Reliance Jio એ Jio Pages નામનું એક વેબ બ્રાઉઝર લોન્ચ ક્યુ છે. ખરેખર આ પહેલા Jio Browser હતું. જેને કોઈ ખાસ ટ્રેક્શન મળી શકશે નહી. હવે Jio Browser ની જગ્યાએ કંપની Jio Pages લઈને આવી છે. Jio Browser સરખામણીએ તેમાં ખૂબ ફેરફાર કરવામા આવ્યા છે. કારણ કે, ચીની પોપ્યુલર વેબ બ્રાઉઝર UC બેન થઈ ચૂક્યુ છે. તેથી કંપનીને વેબ બ્રાઉઝર પર ફોકસ કરવા માગે છે. જેથી યૂઝર્સને પોતાની તરફ લાવી શકાય. Jio Pages માં 8 ભારતીય ભાષાઓનો સપોર્ટ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બ્રાઉઝરની સાથે ડેટા પ્રાઈવેસી પર ફોકસ કરવામાં આવ્યુ છે.
ડાર્ક થીમ પણ આપવામાં આવી

Jio Pages ને ખરેખર ક્રોમિયમ બ્લિંગ એન્જીન પર ડેવલપ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યુ છે કે, ફાસ્ટ પેજ લોડ કરે છે. મીડિયા સ્ટ્રીમિંગ ઈફિશિએન્ટ છે અને યૂઝર્સને એનક્રિપ્ટેડ કનેક્શન મળે છે. સ્ટાન્ડર્ડ મોબાઈલ વેબ બ્રાઉઝરના કારણે તેમાં પણ તમે કોઈપણ સર્ચ એન્જીનને ડિફોલ્ટ બનાવી શકો છો. તેમા ડાર્ક થીમ પણ આપવામાં આવી છે.
આટલી ભાષાને સપોર્ટ કરશે

Jio Pages માં પર્સનલાઈજડ કંટેટ મળશે. અહીંયા પોતાની દિલચસ્પીના હિસાબથી ટોપિક સિલેક્ટ કરી શકો છો. ફીડમાં આ લિહાજથી તમને ન્યૂઝ સ્ટોરી પણ દેખાશે. પ્રાઈવેસી અન સિક્યોરિટી બાબતમાં, તેમાં એંડ બ્લોકર, ઈનકોગ્નિટો મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ માત્ર એન્ડ્રોયડ માટે ઉપલબ્ધ છે અને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ