વેલેનટાઈન સ્પેશિયલ : “ગુજ્જુ છોકરાને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરવાના ૧૫ કારણો”

timthumb

 

મિત્રો, કાલે વેલેનટાઈન ડે છે. તમારા સહિતના બીજા અનેક લોકો પોતાના જીવનરથનું બીજું પૈડું શોધવાની તૈયારીમાં હશે. પણ એ બીજું પૈડું પણ યોગ્ય મળે તે મહત્વનુ છે. એક પૈડું રિક્ષાનું અને બીજું પૈડું ટ્રેક્ટરનું હોય તો ? હા…હા…હા…!!!

ગુજ્જુ છોકરાઓ !

તમારા માટે બે પ્રકારના સમાચાર છે. ૧) સારા સમાચાર ૨) ખરાબ સમાચાર

પેહલા ખરાબ સમાચાર સૌ ને કહી દવ, “તમને બધાને કદાચ ખ્યાલ જ હશે કે આજકાલ મોર્ડન ગુજરાતી છોકરીઓના Standard બહુ ઊંચા થઇ ગયા છે. ઘણી છોકરીઓ તો ત્યાં સુધી માને છે કે “હું, મરી જાવ પણ ગુજરાતી છોકરાને પસંદ ના કરું” બોલો ! ભાઈ, આ તો યાર આપણું જાહેરમાં અપમાન કેવાય ! બસ, આજ “બદલે કી આગ” માંથી સારા સમાચારનો જન્મ થયો.

સારા સમાચાર એ છે કે, મેં આ વેલેન્ટાઇન ડે નિમિતે ખાસ “બદલે કી આગ” માટે “ગુજ્જુ છોકરાઓ પર રીસર્ચ કરી તેઓને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરવાના ૧૫ કારણો શોધી કાઢ્યા છે. ગુજરાતની આ Standard વાળી છોરીયુંને હું કહેવા માંગુ છું કે પહેલા આ ૧૫ કારણો વાંચી લ્યો, તમારા વિચારો જડમૂળ માંથી બદલાઈ જશે. પછી ક્યાંક ભવિષ્યમાં પસ્તાવ અને જેંતીલાલનું નામ ના આપતા કે, ગુજ્જુ છોકરાઓ વિષે આટલું સરસ તમને ખબર હતી ને અમને કીધુય નઈ !

તો જાણો, ગુજ્જુ છોકરાને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરવાના ૧૫ કારણો

કારણ (૧) : “દસ રૂપિયા વાળી કટિંગ ચા અને પૈસાની ચિંતા કર્યા વિના બિન્દાસ ખા.” ની પોલીસી અપનાવતા આ ગુજ્જુ છોકરાઓ હમેશા ખાવા પીવાના શોખીન હોય છે. ક્યારે પણ બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર માટે એની પાસે “ના” સાંભળવા ના મળે.

કારણ (૨) : ભલે સ્કૂલ. કોલેજમાં સારા માર્કસ ના હોય, પણ જ્યારે પૈસા અને હિસાબની વાત આવે ત્યારે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર જેવા ડીવાઈસ પણ આ ગુજ્જુ છોકરાઓ સામે ઝાંખા પડે.

કારણ (૩) ગુજ્જુ છોકરાઓ માટે માતૃ ભાષા જાણે “માં” જેવી ! તેઓ વિશ્વની કોઈ પણ ભાષાને ગુજરાતીમાં સમજાવી શકે છે. જેમકે કોઈ એડ્રૈસ પૂછે તો, “બોસ, આગળના ગોળ સર્કલ થી રાઇટ હેન્ડ સાઈડ બાજુની સ્ટ્રીટમાં વળી જવાનું” કહી ને સમજાવી દે જેથી વાતચીતમાં પણ ગુજ્જુઓ અવ્વલ છે.

કારણ (૪) “અડધી ચા” એટલે કે ‘એકસ્ટ્રા ચીઝ’ અને “મસાલા છાશ” એટ્લે કે, ‘બીયર’ તો ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતીમાં છાશ અને ચા મળી જાય એટલે એક જ વાક્ય સાંભળવા મળે, “જલ્સા છે બોસ” !!!

કારણ (૫) છોકરીઓ, એની પાસે પૈસા હોય કે ના હોય પણ પોતે પગમાં સદા ચપ્પલ પહેરી તમને બ્રાંડેડ જ્વેલરી તો ચોક્કસ ગિફ્ટ કરશે. (પોઈન્ટ એ છે કે તેઓ એવું મને છે કે “મારા પગ ભલે ઘસાઈ જાય, પણ મારી જાનું મસ્ત લાગવી જોયે)

કારણ (૬) “એચ.એલ.કોલેજ માં આપણો વહીવટ ચાલે બોસ” અથવા તો “ત્યાં પોચીને આપડું નામ આપ જે ને યાર” આવા વાક્યો તો ઘડીએ ઘડીએ સાંભળવા મળે. એટલે કે ગુજ્જુઓ પાસે કોન્ટેક્ટ તો દુનિયા આખીના ભરેલા પડ્યા હોય છે.

કારણ (૭) જો તમે ગુજ્જુ છોકરા સાથે કોઈનું અફેર હોવાનો વિચાર કરતા હોવ તો તમે તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. કેમ કે, તમારા સીવાયની બીજી બધી છોકરીઓ તેના માટે “બેન” અને પાડોશના આંટી એના “માસી” હોય છે.

કારણ (૮) ભલેને ‘Versace’ અને ‘Gucci’ (ઇન્ટરનેશનલ બ્રાન્ડ) બોલતા નઇ આવડે પણ તેઓ જરૂર થી પેરતા તો હશે.

કારણ (૯) છોકરીઓ, તમને કદાચ ક્યાલ નહિ કે ગુજ્જુ છોકરાને લંડન, પેરિસ, ન્યુ યોર્ક જેવી દરેક જગ્યાએ કેટલાયે સગા સંબંધીઓ હોય જ છે. તો તમારે તો વિશ્વની સફરે નીકળી પડવા માટે થેલો તૈયાર જ રાખવાનો !

કારણ (૧૦) તમને ક્યારેય પણ કંટાળો આવે એ શક્ય નથી. કેમ કે, ગુજ્જુઓ પાસે કઈ ને કઈતો બોલવા(બડાશ મારવા) માટે હોય જ છે.

કારણ (૧૧) ગુજ્જુ પરિવારમાં રવિવારે ઘરે જમવાનું બનાવું એ તો સામાજિક ગુનો બને છે. એટલે કે, રેસ્ટોરન્ટનું નામ પડતાં જ “હેંડો હેંડો”, “હાલો તૂટી પડીએ” જેવા જ પ્રતિભાવો સાંભળવા મળે.

કારણ (૧૨) તેમનું દિલ તેમના ઘર જેટલુ જ મોટું હોય છે. (જેથી તમેં જોઇન્ટ ફૅમિલીમાં પણ રહી શકો.)

કારણ (૧૩) તમે તેમને ક્યારેય મોબાઈલ ગેમ્સ કે, ઇન્ટરનેશનલ ગેમ જોવામાં વ્યસ્ત નહીં જોવો. તેમનો સંપૂર્ણ સમય ફક્ત તમારા માટે જ હોય છે. (જો કોઈ ક્રિકેટ મેચ ના હોય તો)  😆

કારણ (૧૪) અને હા, આ ખાસ મહત્વનું, તમે તમારી પ્રિય સાસુ વહૂની સિરિયલ આખો દિવસ જોઈ શકશો. કેમ કે, ગુજ્જુઓ ફક્ત 8.30 વાગે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” જ જોવે છે.

કારણ (૧૫) મહત્વની વસ્તુતો એ છે કે, ભલે તમને 6 પેક કે 8 પેક જોવા ના મળે પણ હા, એટલું તો ગર્વ થી કહી શકાય કે, ગુજ્જુ છોકરાઓ સુંદર, પ્રેમાળ અને વિશ્વાસુ તો ચોક્કસ પણે હોય જ છે. (અને આજ તો જોઇયે કોઈ પણ છોકરી ને, હે ને?)

તો ચાલો હજુ કઈ યાદ આવે તો તમે પણ ગુજ્જુ છોકરાઓની ખાસિયત કોમેન્ટમાં જણાવો… શું ખબર, તમારી કોમેન્ટ વાંચી તમારું આ વેલેન્ટાઇન ડે પર કોઈ મોર્ડન Standard વાળી ગુજરાતી છોરી સાથે સેટિંગ થઇ જાય !  😆 🙄 😳

Content Courtesy  : BuddyBits.com, Author : Binit Thacker

Original Article : http://buddybits.com/15-reasons-date-gujju-guy/