15 હજાર કિલો સોનાથી મઢેલું છે આ મહાલક્ષ્મી મંદિર, જાણો શું છે અન્ય ખાસિયતો…

તામિલનાડૂના વેલ્લોરમાં મલાઈકોડીના ડુંગરો પર આવેલું છે મહાલક્ષ્મી મંદિર.

આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેનું એક કારણ માતા લક્ષ્મીના ચમત્કારો છે અને બીજું કારણ છે કે આ મંદિર સોનાથી મઢેલું છે. જી હાં આ મંદિર 15 હજાર કિલો સોનાથી મઢેલું છે. આ મંદિર દક્ષિણ ભારતના સુવર્ણ મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિર સુવર્ણજડિત હોવાના કારણે અત્યંત સુંદર અને આકર્ષક લાગે છે.

 

100 એકરથી વધારેના વિસ્તારમાં ફેલાયેલા આ મંદિરની ચોતરફ હરિયાળી જોવા મળે છે. આસપાસનું વાતાવરણ અત્યંત સુંદર અને આહલાદક હોવાથી પણ આ સ્થળે લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે. આ મંદિરમાં સવારે 4થી 8 સુધી અભિષેક થાય છે. ત્યારપછી સવારે 8થી રાત્રે 8 સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે.

આપણા દેશમાં એવા કેટલાક મંદિર છે જે સોનાથી મઢેલા છે પરંતુ આ મંદિર એકમાત્ર એવું મંદિર છે જેમાં આટલી મોટી માત્રામાં સોનાનો ઉપયોગ થયો હોય. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં 750 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ મંદિરની સુંદરતા રાત્રે અદ્ભુત લાગે છે. આ મંદિરમાં કંડારવામાં આવેલી કલાકૃતિ હાથથી કરવામાં આવેલી છે. આ મંદિરમાં રાત્રે ભક્તોની સંખ્યામાં વધારો થઈ જાય છે. વેલ્લોરના આ મંદિરની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. તેના નિર્માણમાં આશરે 300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેશ વિદેશથી પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત આવે છે.

લેખન સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

શેર કરો દરેક મિત્રો સાથે અને દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી