૧૫ હજારની નોકરી છોડીને પોતાના આઈડિયા સાથે આગળ વધ્યા, ૩ મહિના માં થયો ૫.૫ લાખનો નફો…

જિંદગીમાં તે સફળ થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની મેહનત અને સંકલ્પની જરૂરિયાત હોઇ છે, તે દરેક વ્યક્તિ નથી કરી શકતી. લક્ષના રસ્તામાં આવનારી મુસીબતોથી હાર માનીને લોકો પોતાની અસફળતાને ભાગ્યને હવાલે કરી દે છે. જો દૃઢ સંકલ્પથી કોઈ કાર્ય કરવામાં આવે તો આ દુનિયામાં કંઈપણ અસંભવ નથી. જો તમારા સપના મોટા હોય, તો જોખમ પણ લેવું પડે. અમારી આજની આ વાર્તાના નાયક આ વાતને ચરિતાર્થ કરતા બતાવાયા છે.

પ્રાઇવેટ કંપનીમાં ૧૫ હજારની નોકરી છોડીને કરોડોનું બિઝનેસ એમ્પાયર ઊભું કરનાર ધન પ્રકાશ શર્માએ એગ્રીકલ્ચર ના ક્ષેત્રમાં સફળતાનાં નવા અધ્યાય જોડી દીધા છે. ઉત્તરપ્રદેશના શામલીના રહેવાસી પ્રકાશને બેચલરની ડિગ્રી પછી પ્રાઇવેટ સેકટરમાં જોબ કરવાનું શરૂ કરી દીધું. જો કે ખરેખર તેમના મનમાં ક્યાંકને ક્યાંક પોતાનો વ્યવસાય કરવાની ઈચ્છા હંમેશાથી હતી.

તેમની માર્કેટિંગ જોબના કારણે તેમને કેટલાક ગામોમાં જવાની તક મળી હતી. ગામમાં તેમણે ખેડૂતોની સમસ્યા ખૂબ નજીકથી જોઈ હતી. પોતે પણ ગ્રામીણ ભૂમિ માંથી આવે છે એટલે પ્રકાશે એગ્રીકલ્ચર સેકટર માં જ કંઈક કરવાનો વિચાર કર્યો. તેમણે ખેડૂતોની સમસ્યા અને તેના નિદાનને ધ્યાનમાં રાખીને કંઈક અલગ કરવાનો નિર્ણય કર્યો. ૧૨ વર્ષની નોકરીને અલવિદા કહીને તેમણે સરકાર દ્વારા ચલાવવા આવતા એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સેન્ટરને જોઈન કરી લીધું. આ યોજના હેઠળ તેમને ૨ મહિના પ્રશિક્ષણ આપવામાં આવ્યું, જેના લીધે તેમની જિંદગી બદલી દીધી.

વર્ષ ૨૦૧૫માં તેમણે બેંક લોનની મદદથી “પશુપતિ એગ્રોટેક” નામની પોતાની કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં આ કંપનીના બેનર હેઠળ ઓછા ભાવની મશીનરી બનાવતી હતી. સમયની માંગને જોતા તેમને ‘નેપસેક સ્પ્રેયર’ નામની એક મશીન બનાવવાની શરૂ કરી દીધી. આ એક સ્પ્રેયર મશીન છે જેના દ્વારા ખેડૂતોને પાક પર કેમિકલ્સ છાંટવામાં કરે છે. તેમની આ મશીન ખેડૂતો માટે ખૂબ મદદગાર સાબિત થઈ અને ફક્ત ૩ મહિના માં જ તેમણે ૫.૫ લાખનો નફો થઈ ગયો.

ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ” સમયની માંગને ધ્યાનમાં રાખીને અમે બેટરીથી ચાલતું સ્પ્રેયર પણ બનાવ્યું છે જે ખેડૂતની મહેનતને ઓછી કરે છે.”

એટલુંજ નહિ તેમણે એક એવું સ્પ્રેયર બનાવ્યું છે જે ટ્રેક્ટરની સાથે કામ કરે છે જેની કિંમત ૩૬ હજાર રૂપિયા છે. તેમના આ મશીનની કિંમત ૧ હજાર રૂપિયા થી લઈને ૩ હજાર રૂપિયા સુધી હોય છે. વર્તમાનમાં તેમનો કારોબાર ૩થી૪ રાજ્યોમાં ફેલાયેલો છે અને કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૧ કરોડ રૂપિયા છે. પ્રકાશ આવનાર સમયમાં નવીન તકનીક દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધવા ઈચ્છે છે.

ક્યારેક થોડાક હજારની નોકરી કરનાર ધન પ્રકાશ આજે એક સફળ બિઝનેસ મેન છે. જો તેમણે જિંદગીમાં નોકરી છોડીને પોતાનું કંઈક કરવાનું જોખમ ના કર્યું હોત તો આજે તેઓ પણ ૧૦ થી ૫ ની નોકરી કરી રહ્યા હોત. તેમની સફળતા આપણને પોતાના લક્ષની સાથે આગળ વધવા પ્રેરિત કરે છે.

આપ સૌ ને આ લેખ પસંદ પડ્યો હોય તો અચૂક લાઈક કરજો !