દુબઈની લક્ઝરીયસ લાઈફ વિષેની આ 15 હકીકતો જે તદ્દન ખોટી છે…

દુબઈની લક્ઝરીયસ લાઈફ વિષેની આ 15 હકીકતો જે તદ્દન ખોટી છે

મોટા-મોટા શહેરો વિષે એવી ઘણીબધીબાબતોનો ઢંઢેરો પીટવામાં આવે છે જે ખરેખર તદ્દન ખોટી હોય છે. આવું જ દુબઈ શહેર બાબતે પણ છે. અહીં અબજોપતીશેખો રહે છે, સોના અને હીરાના ઢગલા છે, અત્યંત વૈભવશાળી યોટ્સ છે, લોકો બીલાડીની જગ્યાએ ચીત્તા પાળે છે, અહીં ડગલેને પગલે તેલનાકૂવા આવેલા છે વિગેરેવિગેરે.

પણ આજે અમે દુબઈ વિષે કેટલીક એવી હકીકતો લાવ્યા છીએ જે માત્ર અફવાહ જ છે.

 1. દુબઈ અબજોપતિઓનું કેપિટલ છે.

સમગ્ર વિશ્વમાં 5000 અબજોપતિઓ (યુએસ ડોલરમાં) છે અને તેમાંના માત્ર 20 જ દુબઈમાં રહે છે. હકીકતમાં, અબજોપતિનું જો કોઈ કેપિટલ હોય તો તે છે બીજીંગ અને ત્યાર બાદ બીજો નંબર આવે છે ન્યુયોર્કનો.

 1. દુબઈમાં ક્યાંય ગરીબી નથી

દુબઈના જે માઇગ્રન્ટ્સ એટલે કે બીજા દેશોમાંથી સ્થળાંતરિત થયેલા લોકો રહે છે તે ખરેખર ખુબ જ ગરીબ છે. આ લોકોની માસિક આવક 200-350 યુ.એસ ડોલર મહિનાની છે. તેની સરખામણીએ ત્યાંના સસ્તામાં સસ્તા મોબાઈલ કનેક્શનની કિંમત 30 ડોલર છે. અહીંનું જીવન ખુબ જ મોંઘું છે અને મોટા ભાગના લોકો નાના ઓરડામાં અન્ય લોકો સાથે ભેગા રહે છે. સામાન્ય રીતે એક ઓરડામાં એક સાથે 5 જણ રહે છે.

 1. બાળકોના ઉછેર માટે દુબઈ એક ઉત્તમ જગ્યા છે.

અહીં સ્થળાંતરીત થયેલા મોટા ભાગના લોકો પોતાના બાળકોને પોતાના મૂળદેશમાં જ મુકીને અહીં આવે છે કારણ કે અહીંના શીક્ષણનીકીંમત તેઓ ચુકવી શકે તેટલા સક્ષમ નથી હોતા. અહીંની જાહેર શાળામાં એક 11 વર્ષના બાળકને ભણાવવાનો ખર્ચ છે 100,00$, અને યુનિવર્સિટીમાં ડીગ્રી અભ્યાસ કરવાનું તો તમે સ્વપ્ને પણ ન વિચારી શકો તેટલું મોંઘુ છે. આ ઉપરાંત અહીંનું અતિ ગરમ તાપમાન બાળકના વિકાસ માટે પણ યોગ્ય નથી કારણ કે તેમણે પોતાનો મોટાભાગનો સમય એર-કન્ડીશન્ડ રૂમમાં જ પસાર કરવો પડે છે.

 1. દુબઈ એક દેશ છે

જો તમને એવો ભ્રમ હોય કે દુબઈ કોઈ દેશ છે તો તેને અમે દૂર કરી દઈએ. દુબઈ એ UAE એટલે કે યુનાઇટેડ આરબ અમિરાતનું એક શહેર છે. અને તે કંઈ UAEનું કેપિટલ પણ નથી. UAEનું કેપિટલ છે અબુ ધાબી. UAEમાં 7 અમિરાત છે જેના અલગ અલગશેખો છે. જોકે દુબઈ આ બધામાં સૌથી વધારે વસ્તી ધરાવતું અમિરાત છે.

 1. દુબઈમાં આલ્કોહોલ પર પ્રતિબંધ છે

અહીં ટુરિસ્ટ તેમજ બિન-મુસ્લિમ લોકો માટે આલ્કોહોલ અલાઉડ છે. તેને ખરીદવા માટે તમારે એક સ્પેશિયલ કાર્ડની અથવા તો ટુરિસ્ટવિઝાની જરૂર પડે છે. અહીંની લગભગ દરેક હોટેલ, નાઇટક્લબ્સ અને બારમાં તમે આલ્કોહોલવાળુ પીણું પી શકો છો. સામાન્ય રીતે દુબઈનીનાઇટલાઇફ્સ મોટે ભાગે તેની હોટેલોમાં જ હોય છે અને અહીંની 500થી વધારે હોટેલ નાઇટક્લબ્સ ધરાવે છે.

 1. દુબઈમાં બેકારી નથી

અહીંનો એક કાયદો છેઃ જે વિદેશીઓની પાસે અહીં વર્કિંગ વિઝા નથી હોતા તેમને માત્ર 30 જ દિવસમાં તેમના દેશ પાછા ડીપોર્ટ કરી દેવામાં આવે છે. સ્થાનીક લોકો પોતાનું કામ સરળતાથી બદલી શકે છે કારણ કે દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં તેઓ મફત શીક્ષણ મેળવી શકે છે કારણ કે તેની ચુકવણી UAEની સરકાર કરે છે.

 1. દુબઈ પર્યાવરણીય રીતે સ્વચ્છ શહેર છે

સતત વસ્તી વધારાના કારણે અહીં એકધારું બાંધકામ ચાલતુ રહે છે, ઉપરાંત અહીં પાણીની અછત છે, તેમજ અહીંના નીતનવા આધુનિક બાંધકામોના કારણે અહીંનું કુદરત પણ બદલાતુ રહે છે, કચરાનીએકસરખીવ્યવસ્થાના અભાવ તેમજ વાહનોનીબહોળી સંખ્યાના કારણે તમે દુબઈનેપર્યાવરણીય રીતે એક આકર્ષક શહેર જરા પણ ન કહી શકો.

 1. અહીંનું હવામાન હંમેશા આહલાદ્ક હોય છે

અહીં વસંત હોય કે ઉનાળો હોય, અહીંનું તાપમાન 48 સેલ્સિયસ સુધી પહોંચે છે. અહીંનું આકાશ પણ મોટે ભાગે રાખોડી રંગનું હોય છે કારણકે હવામાં વધુ પ્રમાણમાં ધૂળ હોય છે. તમે વળી એક રણ પાસેથી આથી વધારે શું અપેક્ષા રાખી શકો ?

 1. દુબઈને આ જગ્યાએ પહોંચતા ઘણા વર્ષો લાગ્યા.

UAE તમને આશ્ચર્યમાં મુકવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં તેના જીવનકાળનો પણ સમાવેશ થાય છે. આરબઅમિરાત 1971માં સંયુક્ત થયું. દુબઈ એ એક ખુબ જ નવું શહેર છે જે આટલી ઝડપથી વિકાસ પામ્યું છે.  તેમજ તેણે દરેક પાસા જેમ કે નાવિન્ય, આધુનિક વાસ્તુકલ, આર્થિક ક્ષેત્રે, ટેક્નોલોજિ ક્ષેત્રે તેમજ પ્રવાસન ક્ષેત્ર જે હરણ ફાળ ભરી છે તેનાથી સમગ્ર જગતને ચકિત કરી દીધું છે.

 1. દુબઈની પોલીસ માત્ર લક્ઝરીકારો જ વાપરે છે

સમગ્ર વિશ્વ દુબઈના રસ્તાઓ પર પોલીસની કાર તરીકે ફરતી લેમ્બોર્ગીની અને બેન્ટલીની વાતો કરે છે.  જો કે તમે પોલીસ વાન તરીકે બીએમડબલ્યુ, ઔડી, અને ટોયોટા પણ જોઈ શકો છો. પણ અહીં આટલી મોંઘી કાર પોલીસને એ ઉદ્દેશથી આપવામાં આવે છે કારણકે અહીંના સ્થાનિક લોકો મોટે ભાગે સ્પોર્ટ્સ કાર ધરાવે છે અને જ્યારે તેમનો પીછો કરવો હોય ત્યારે તેમની પાસે પણ તેવી જ ક્ષમતા ધરાવતી કાર હોવી જોઈએ.

 1. દુબઈમાં બધું જ ઓટોમેટેડ છે

આ શહેરમાં દરેક જગ્યાએ ટેક્નોલોજી છેઃ બસ-સ્ટોપ્સ અને એટીએમ પણ એરકન્ડીશન્ડ છે. રોબોટ-પોલીસમેન, એરપોર્ટમાં મેટ્રો વિગેરે વિગેરે. પણ અહીંની જે ડ્રેનેજ સીસ્ટમ છે એટલે કે ગટર વ્યવસ્થા છે તે ઘણા બધા વિસ્તારોમાં સાવ જ સામાન્ય છે અને સામાન્ય વરસાદ પણ આ શહેરની દીન ચર્યાને ખોરવી નાખવા માટે પુરતો છે. અને બધી જ જગ્યાએ પુરતી ગટર વ્યવસ્થા પણ નથી.

 1. ચીત્તા અને સિંહને પાલતુ રાખવામાં આવે છે

વિદેશી જંગલી પ્રાણીને પાલતુ રાખવા તે દુબઈના કાયદા વિરુદ્ધનું છે. જો તમે ચીત્તા અથવા સિંહના બચ્ચા જોડે દુબઈમાં બહાર જશો, તો તમને છ મહિનાની સજા થઈ શકે છે અને તમને 2700$ થી 138,00 $નો દંડ પણ થઈ શકે છે. મોટા ભાગના સ્થાનિકો બીલાડી પાળે છે કારણ કે તેમને કૂતરાઓ વધારે પસંદ નથી.

 1. દુબઈ ગગનચુંબી ઇમારતોથી ભરેલું છે

આ શહેર વિરોધાભાસથી ભરેલું છે, એક બાજુ 163 માળની ગગનચુંબી ઇમારતો, મલ્ટીલેવલ વિલાઓ અને ફ્લેટો આવેલા છે તો બીજી બાજુ એક માળના મકાનો પણ આવેલા છે. તેમાં કોઈ જ શંકા નથી કે શહેરમાં એક ધારુંબાધકામ ચાલુ જ રહે છે પણ સ્થાનીક લોકો પ્રાઇવેટ વિલામાં જ રહેવાનું પસંદ કરે છે અને ત્યાં દૂર દૂર સુધી પાડોશીઓ જોવા નથી મળતા.

 1. દુબઈમાં આરબો અને સ્થાનીક લોકોની વસ્તી મુખ્ય છે

દુબઈની 25% વસ્તી ભારતીયોની છે. સ્થાનીક લોકોની વસ્તી માત્ર 9% જ છે. વિદેશીઓમાં બીજી સૌથી વધારે વસ્તી ધરાવતા લોકો પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના છે. આ લોકો મોટે ભાગે અહીંની કન્સ્ટ્રક્શનસાઇટ પર તેમજ કારખાનાઓમાં કામ કરે છે. દુબઈની 91% ટકા વસ્તી વિદેશીઓની છે.

 1. દુબઈની સંપત્તિ તેલને આભારી છે

તેલનાઉત્પાદનની ક્યાંય પહેલાં દુબઈના લોકોએ મોતિઓથી શરૂઆત કરી હતી. અને તેમને આ વ્યવસાયમાં અપાર સફળતા મળી હતી. પર્શિયન ગલ્ફની પર્લ જ્વેલરીને ખુબ જ ગમાડવામાં આવે છે અને તે ખુબમુલ્યવાન પણ હોય છે. UAEના દરેક મ્યુઝિયમ તેમજ કલ્ચરલ સેન્ટરમાં મોતીના ઇતિહાસને એક વિશિષ્ટ જગ્યા આપવામાં આવી છે.

આજના આ લેખ દ્વારા તમે દુબઈ બાબતેની કેટલીક વાસ્તવિક હકીકતો તો જાણી જ લીધી, તેમ છતાં દુબઈ એ ખરેખર એક મુલાકાત લેવા જેવું અદ્ભુત શહેર છે. તેની મુલાકાત બાદ તેની અમીટ છાપ તમારા મન પર રહી જશે. માટે દુબઈની મુલાકાત તો લેવી જ રહી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અને અવનવી જગ્યાઓ વિષે જાણો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી