જલ્સા કરોને જેંતીલાલ

આજથી 15 દિવસ સુધી ક્રીકેટર એમ.એસ ધોની જમ્મુ-કાશ્મીર ખાતે મોરચો સંભાળી દેશની રક્ષા કરતા જોવા મળશે

2011માં ભારતને ઘણા વર્ષો બાદ વર્લ્ડકપ જીતાડનાર ભૂતપૂર્વક ક્રીકેટ કપ્તાન એમ.એસ ધોનીને આર્મિ તરફથી લેફ્ટેનન્ટ કોલોનલનું માનદ પદ આપવામાં આવ્યું છે. તેમના તે પદની ફરજ તેઓ 15 દિવસ માટે બજાવવા જઈ રહ્યા છે. તેઓ 15 દિવસ સુધી કાશ્મીરના આતંકવાદી વિરોધી યુનિટમાં ફરજ બજાવશે. તમને જણાવી દીએ કે ધોની સ્વતંત્રતા દિવસ પણ અહીં જ ઉજવશે.


આપણે બધા જાણીએ છી કે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેના માટે ખુબ જ માન છે અને તેઓ અવારનવાર સેનાના જવાનોને મળવા તેમની છાવણી પર પહોંચી જાય છે તેમ જ ભારતીય સેના તરફથી પણ તેમને જવાનોને મળવા માટે આમંત્રણ આપવામાં આવે છે.


તમને જણાવી દઈએ કે હાલ ધોની 106 ટેરિટોરિયલ આર્મિ બટાલિયન પેરા કમાંડો યુનિટમાં ફરજ બજાવી રહ્યા છે. 15 દિવસમાંથી ત્રણ દિવસ તેમને બુનિયાદી ટ્રીનિંગ આપવામાં આવશે અને ત્યાર બાદ તેઓ પોતાના ખભા પર 19 કીલો વજન ઉઠાવી એકે 47 લઈ દેશની સુરક્ષા કરતાં જોઈ શકાશે.


આ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે તેમણે સેનાધ્યક્ષ વિપિન રાવત પાસેથી રજા મેળવવી પડી હતી. આ બુનિયાદી ટ્રેનિંગમાં તેમને ફાયરિંગ શિખવવામાં આવશે. ભૂતકાળમાં ધોની આવી રીતે સેનામાં ટુંકાગાળા માટે પોસ્ટ સંભાળશે તેવી કોઈ વાતનો ઉલ્લેખ નહોતો પણ ધોનીએ પોતાના વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે પહેલાથી જ ના પાડી દીધી હતી જેની પાછળ કદાચ તેમનું આ આયોજન હોઈ શકે.


ભારતીય સેનાએ જાણકારી આપી છે કે ધોની કાશ્મીરના ઉગ્રવાદી વિરુદ્ધ આતંકવાદ રોધી અભિયાન ચલાવનારા વિક્ટર ફોર્સમાં 15 દીવસની ફરજ નિભાવશે અને આ દિવસોમાં તેઓ ગાર્ડની ડ્યૂટી કરીને સૈનિકોની સાથે જ રહેશે.


ભારતિય સેનાએ આગળ જણાવ્યું હતું કે ધોની જેવા સ્ટાર સ્ટોર્ટ્સ પરસન સેના સાથે જોડાવાથી તેમની બ્રાન્ડ વેલ્યુ લાખો કરોડોમાં હોય છે જેથી કરીને સુરક્ષા બળોને પોતાની પ્રોફાઈલ વધારવામાં મદદ રહે છે ખાસ કરીને યુવાનોને આર્મિમાં જોડાવાની પ્રેરણા મળે છે.


ધોની ઘણીવાર જાણી અજાણી રીતે તેમનો આર્મિ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા રહે છે. ગત માર્ચમાં ધોનીના કહેવાથી ભારતીય ક્રિકેટરોએ એક મેચ દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં એક આતંકવાદી હૂમલામાં માર્યા ગયેલા અર્ધસૈનિક પોલીસ માટે સાહનુભૂતિ દર્શાવવા ભારતીય સેનાની સ્ટાઇલ વાળી ટોપી પહેરી હતી.


આ ઉપરાંત તાજેતરમાં થયેલા વિશ્વકપ દરમિયાન તેમણે દક્ષિણ આફ્રીકા સાથેની ઓપનિંગ મેંચ દરમિયાન પોતાના વિકેટકીપિંગ ગ્લવ્સ પર બલિદાન બેજ પણ લગાવ્યો હતો. જેના પર ઘણો વિવાદ પણ થયો હતો. અને તેમને બેજ હટાવવાની સૂચના પણ આપવામાં આવી હતી.


કાશ્મિરના દક્ષિણમાં આવેલા અવંતિપુરા ખાતે મહેન્દ્ર સિંહ ધોનીની પોસ્ટિંગ કરવામાં આવી છે જ્યાં તેઓ પેટ્રેલિંગ અને ગાર્ડ પોસ્ટની ડ્યૂટી કરતાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે માહિને 2011માં લેફ્ટેનન્ટ કોલોનલનું માનદ પદ આપવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને પેરા રેજિમેન્ટ સાથે ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી. જેમાં તેમણે ફાઈવ પેરાશૂટ જંપ પૂરા કર્યા હતા એટલે કે તેમને સેના તરફથી પેરા ડાઈવીંગની ટ્રેનીંગ આપવામાં આવી હતી.


વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન નહીં બતાવવા બાબતે ધોની પર સોશિયલ મિડિયા પર ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તેના રિટાયરમેન્ટની એક હવા ઉડી હતી પણ મળેલી માહિતિ પ્રમાણે ધોની હજુ રિટાયર્ડ થવા માગતા નથી તે હજુ પણ ક્રીકેટ રમતા જોવા મળશે. પણ હાલ તો તેમના ચાહકો તેમને આર્મિના યુનિફોર્મમાં જોઈને ખુશ થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version