૧૪ વર્ષનો બાળક પકડાઈ ગયો મગરના મોઢામાં, મિત્રોએ બચાવ્યો જીવ…

૧૪ વર્ષના બાળકને મગરે પકડ્યો, એક મિત્રએ બચાવ્યો પોતાના મીઠાનો જીવ !!


આમ જોઈએ તો મિત્રતા અને દોસ્તીના સંબંધોને નિસ્વાર્થ દર્શાવતી ઘણી કહાની આપણે અભ્યાસમાં ભણી ને વાંચી ગયા છીએ. આ જગતમાં દોસ્તી એક જ એવો સંબંધ છે જે લોહીનો સંબંધ નથી છ્તા નિસ્વાર્થ સંબંધ છે. દોસ્તી ના સંબંધની વાત આવે ત્યારે આપની સૌની નજર સામે કૃષ્ણ અને સુદામાની દોસ્તી યાદ આવે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ એવી જ એક એવી કહાની જેમાં એક દોસ્તનો જીવ બચાવવા માટે બીજા દોસ્તે પોતાનો જીવ જોખમમાં મૂકી જીવ બચાવ્યો.


ગુજરાત માં આવેલ બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના બનાવ પામી છે જેની ચર્ચા સોશિયલ મિડિયા પર ખૂબ થઈ રહી છે. અને એનાફોટા અને વિડીયો પણ ખૂબ વાઇરલ થઈ રહયા છે. એક ૧૪ વર્ષના બાળકનો પગ મગરે પકડી લીધો ત્યારબાદ તેના મિત્રોએ સમજદારી દેખાડતા તેનો જીવ બચાવ્યો હતો. મળવા પ્રાપ્‍ત વિગતો અનુસાર, સોમવારનાં રોજ સંદીપ કમલેશભાઇ પરમાર અને તેના મિત્રો સાબરકાંઠાનાં ગણભાખરી ગામની પાસે આવેલ એક નદીમાં નહાવા માટે પડ્યા હતા ત્યારે જ અચાનક સંદીપનો જમણો પગ મગરે દબોચી લીધો. અને એ મગરની જાળમાં ફસાઈ ગયો. પોતાનો જીવ બચાવવા માટે સંદીપ બૂમ પાડવા લાગ્યો અને એ સમયે એના મિત્રે એવું કર્યું કે મગરનાં મુખમાંથી તેના દોસ્ત સંદીપને બચાવી લીધો.

મિત્રો એ શું કર્યુ?


મગરે સંદીપનો પગ પકડી લીધા બાદ તેના મિત્રોએ મગર પર પથ્થરમારો કરતા મગરે સંદીપનો પગ છોડી દીધો હતો. ત્યારબાદ તુરંત તેના મિત્રો તેને નદીમાંથી બહાર ખેંચી લાવ્યા હતા.

ભાંગી ગયું ઘુંટણનું હાડકું


ત્યારબાદ સંદીપને ખેડબ્રહ્માની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલનાં અધિકક્ષ અશ્વિન ગઢવીએ જણાવ્યું કે, સંદીપનાં ઘુંટણની નીચેનું હાડકું ખરાબ રીતે તૂટી ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે, ‘ અહીં ડોક્ટરી મદદ આપ્યા બાદ અમે તેને બધુ સારી સારવાર અર્થે હિંમતનગર જિલ્લા ચિકિત્‍સાલયમાં રિફર કર્યો છે.’

મિત્રોને કારણે બચ્યો જીવ


સંદીપના પિતા સહિતના અન્ય લોકોએ સંદીપનો જીવ બચાવવા અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવા બદલ તેના મિત્રોની ભરપૂર પ્રશંસા કરી. પરંતુ, લોકોએ આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે, અજાણી નદી કે નહેરમાં ઉતરવાનું સાહસ ન કરવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ