ફક્ત ૧૪ ટીપ્સ અપનાવીને તમે તમારા સ્વાસ્થ્યને બનાવી શકો છો ફીટ એન્ડ ફાઈન…

૧. *પગથિયાં ચડીને જાઓ અને પોતાની વસ્તુઓ જાતે લઇ જાઓ*

આ ડૉક્ટર હિનોહરાની મક્કમતાને રજૂ કરે છે, તેઓ હજુ પણ સીડી ચડતાં સમયે બે પગલાં લે છે.

૨. *તમારા ડૉક્ટર જે તમને કરવાનું કહે તે બધું ના માનો*

શોધખોળ કરો, વાંચો અને તમારી જાતને શિક્ષિત બનાવો. તમારે તમારા ડૉક્ટર જે પણ કહે તે બધું માની લેવાની જરૂર નથી.

૩.*તમે જે જાણો છો તે બીજાને પણ જણાવો*

ડૉક્ટર હિનોહરા વાર્ષિક ૧૫૦ લેક્ચર આપે છે સ્કૂલમાં, બિઝનેસ કોમ્યુનિટી વગેરેમાં. તે યુદ્ધ અને શાંતિના બોધપાઠ હંમેશા જણાવતા રહેતા. અને આ બધા બોધપાઠ જે ૯૦ મિનિટના હોય છે અને તે પણ ઉભા રહીને આપે છે.

૪. *તમારે નિવૃત્તિ લેવાની જરૂર નથી*

જો તમને કામ કરવાનું ગમે છે, તો તમારે નિવૃત્ત થવાની જરૂર નથી.

૫. *આગળનું આયોજન કરો*

જો તમારે તમારા જીવનને સારી રીતે જીવવું હોય, તો તમારે તમારુ જીવન અલગ અલગ અપોઈન્ટમેન્ટ, લેક્ચર, કામ વગેરેથી વ્યસ્ત રાખવું જોઈએ. ડૉક્ટર હિનોહરા ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં હાજર રહેવાનું આયોજન કરે છે.

૬. *તમારુ વજન ખુબ વધવા ના દયો*

ડૉક્ટર હિનોહરા એક ચમચી ઓલિવનું તેલ, સંતરાનો રસ અને કોફી તેમના બ્રેકફાસ્ટમાં લે છે. કૂકીઝ અને દૂધ તેના બપોરના ખાવામાં અને ભાત, માછલી અને શાકભાજી રાતના ભોજનમાં લે છે. તે ૧૦૦ ગ્રામ માંસ બે વખત એક અઠવાડિયામાં લે છે.

૭. *શક્તિ માત્ર વ્યવસ્થિત સૂવાથી કે સારું ખાવાથી જ નથી આવતી, સારું અનુભવવાથી આવે છે*

તમે પોતાની જાતને વધુ શક્તિ વર્ધક અને ખુશી મહેસુસ કરશો જયારે તમે કડક નિયમો અને સમયબઘ્ધ નિયમોને દૂર કરશો, બાળકની જેમ – ખુબ મજા કરો જ્યાં સુધી તમને ભૂખ ના લાગે કે ઊંઘ ના આવે.

૮. *લાબું જીવવું ખુબ સુંદર છે*

તેણે સમાજને સેવા આપવાનું ચાલુ રાખ્યું છે, તેઓ સ્વયંસેવક છે અને દિવસના ૧૮ કલાક, સપ્તાહના ૭ દિવસ કામ કરે છે અને તેના જીવનના દરેક પળ આનંદથી માણે છે.

૯. *એક આદર્શ વ્યક્તિ શોધો*

ડૉક્ટર હંમેશા પોતાની જાતને પૂછે છે કે જો એમના પિતા આ સ્થિતિમાં હોય તો અમુક પ્રોબ્લેમનો કઈ રીતે સામનો કરે.

૧૦. *વધુ ચિંતા ના કરો, જીવન ખુબ અણધાર્યું છે અને કિસ્સાઓથી ભરપૂર*

જયારે ડૉક્ટર ૫૯ વર્ષના હતા ત્યારે તેઓનું કોમ્યુનિસ્ટ રેડ આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, તેમણે ૪૦ ડિગ્રી તાપમાનમાં ૪ દિવસ કાઢ્યા અને તે પણ પોતાની બેઠક સાથે હાથકડીથી બંધાઈને. તેઓ પોતે પણ નવાઈ પામ્યા જયારે તેમનું શરીર ધીમે ધીમે તકલીફ સાથે અનુકૂળ થયું.

૧૧. *માત્ર વિજ્ઞાનથી જ લોકોને ઈલાજ અને મદદ નથી મળતી*

ડૉક્ટર માને છે કે બધી બીમારીઓ ઉદાર થવાથી કે જોવાની કળાથી સરખી થઇ શકે છે. તેઓ દરેક વ્યક્તિની અલગતા વિશે પણ માને છે.

૧૨. *રૂપિયા પાછળ પાગલ ના થાવ*

ડોક્ટરને બહુ સારી રીતે ખબર છે કે જયારે વ્યક્તિ મારી જાય છે ત્યારે કઈ જ સાથે નથી લઇ જય શકતો.

૧૩. *દુઃખ રહસ્મય હોય છે*

તમારે થોડી મજા કરવી પડે જો તમને દુઃખ ભુલાવવું હોય. ડોક્ટરે શોધ્યું કે સંગીત અને પ્રાણીઓ ખરેખર મદદરૂપ થાય છે જયારે તમારે દુઃખ માંથી મુક્ત થવું હોય.

૧૪. *પ્રેરિત થાઓ*

તમારે આ દુનિયામાં એક પ્રેરણા શોધવી જોઈએ પોતાની જાતને પ્રેરિત કરવા માટે. જેમ કે તેઓએ તેમની પ્રેરણા એક કાવ્ય માં શોધી ‘Abt vogler ‘ રોબર્ટ બોલિન્ગ દ્વારા.

લેખન : ભૂમિ મેહતા

શેર કરો આ સ્વાસ્થ્ય માટેની ખુબ સરસ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી