જલ્સા કરોને જેંતીલાલ

14 કરોડ વર્ષથી જમીનમાં દટાયેલા હતાં ડાયનાસોરના હાડકા. સંશોધનકર્તાઓની એક મોટી શોધ

આપણને હંમેશા પૃથ્વીની ઉત્પત્તી અને તેની સાથે જોડાયેલી અગણિત હકીકતો માં અત્યંત રસ પડે છે. અને જ્યાં ક્યાંય પણ હજારો કરોડો વર્ષો જુની કોઈ સંસ્કૃતિ, પુરાતન ઇમારતો તેમજ કરોડો વર્ષ જુની કોઈ વસ્તુ ક્યાંયથી મળી આવે ત્યારે એક અલગ જ ઉત્સુકતા એક અલગ જ ઉત્તેજના આપણા મનમાં ઉપજે છે.


અને જ્યારે ક્યારેય પર આવા કોઈ વિષય પર ફિલ્મો બનાવવામાં આવે ત્યારે તે સુપરહીટ જ જતી હોય છે અને કરોડોનો વકરો કરતી હોય છે. પછી તે ઇજીપ્તની હજારો વર્ષો જુની સંસ્કૃતિ પર આધારીત ધ મમી સિરિઝ હોય કે પછી કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર આધિપત્ય જમાવનારા ડાયનોસોર્સ પર આધારીત જુરાસીક પાર્કની સિરિઝ હોય.


જો તમને ડાયનાસોર્સના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી હકીકતોમાં રસ હોય તો આજનો આ લેખ તમારા માટે જ છે. તમને કદાચ ખ્યાલ હશે કે નહીં પણ જેટલું જ વિજ્ઞાન ભવિષ્ય માટે ઉત્સુક હોય છે અને તેના માટે વિવિધ શોધો ચલાવીને વિશ્વને વધારેને વધારે આધુનિક બનાવી રહ્યું છે તેવી જ રીતે વિજ્ઞાનને આપણા ભુતકાળમાં પણ તેટલો જ રસ છે અને તે તેના પર હંમેશા સંશોધન ચલાવતું રહે છે. જેમ ભવિષ્યથી આપણે અજાણ છીએ તેમ આપણે આપણા ભુતકાળથી પણ મહદ્અંશે અજાણ છીએ.


તાજેતરમાં જીવાશ્મો એટલે કે હજારો વર્ષ પહેલા પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા પ્રાણીઓના અશ્મિઓનું સંશોધન ચલાવનારી ટીમને એક મોટી સફળતા મળી છે. હાલ આ ટીમ ફ્રાન્સમાં એક ડાયનાસોરના હાડપિંજર પર શોધ ચલાવી રહી છે. અને આ શોધમાં તેમને એક વિશાળકાય ડાયનાસોરની 6.5 ફૂટ લાંબી અને 500 કી.ગ્રામ વજનની જાંઘનું હાડકું મળ્યું છે. ડાયનાસોર પર ચલાવવામાં આવેલા અત્યાર સુધીના સંશોધનમાં આ શોધને અત્યંત મહત્ત્વની તેમજ દુર્લભ માનવામાં આવે છે.


દક્ષીણ ફ્રાન્સમાં આવેલી આ જગ્યા કોગનક શહેરની ઉત્તર પશ્ચિમ તરફ આવેલી છે. અને પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે અહીં ડાયનાસોર્સના અસંખ્ય જીવાશ્મો મળી આવ્યા છે. અહીં દર જુલાઈ મહિનામાં પ્રવાસીઓને એક નાનકડી ટુર કરાવવામાં આવે છે. આ ટુઅરની વ્યવસ્થા 50 વિદ્યાર્થીઓ અને સંશોધકો કરે છે તેઓ પ્રવાસીઓને મળી આવેલા જીવાશ્મોને લગતી માહિતિઓ પણ આપે છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપે છે.


આ જગ્યા ફ્રાન્સના ચોરેંટેમાં આવેલી છે અહીં ઘણા વર્ષોથી અવારનવાર ડાયનાસોરના અશ્મિઓ મળી આવ્યા છે અને છેલ્લા ઘણા વખતથી અહીં સંશોધન ચાલુ છે. પણ 2019ની 24 જુલાઈના રોજ તેમને તેમાં મોટી સફળતા મળી છે. મળી આવેલું આ હાડકું 14 કરોડ વર્ષ જુનું માનવામાં આવે છે.


આ હાડકા પર આગળ સંશોધન કરતાં જાણવા મળ્યું કે આ ડાયનોસોર શાકાહારી પ્રજાતિનું ડાયનોસોર છે અને તે ડાયનાસોરની વિશાળકાય પ્રજાતિમાંની એક છે. તે લાંબી ડોક અને લાંબી પુછડી વાળું હોય છે. તે ડાયનાસોર્સના અસ્તિત્ત્વના છેલ્લા કાળમાં એટલે કે આજથી 14 કરોડ વર્ષ પહેલાં લાખોની સંખ્યામાં હતા.


આ સંશોધન નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હીસ્ટ્રીની ટીમે શોધી કાઢ્યું છે. આ જગ્યા પરથી અત્યાર સુધીમાં સાડા સાત હજાર હાડકાઓ મળી આવ્યા છે. અહીં છેલ્લા એક દાયકાથી ખોદકામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમા આ વિસ્તારમાંથી જેટલા હાડકાઓ મળ્યા તે પરથી વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે અહીં 40 વિવિધ પ્રજાતિઓના ડાયનાસોર્સ અસ્તિત્વ ધરાવતા હતા.


સંશોધનકર્તા રોનેન એલેઇનને આશ્ચર્ય છે કે આટલા કરોડો વર્ષો સુધી કેવી રીતે આ હાડકું હજી પણ સંચવાયેલું રહ્યું છે. નહીંતર હાડકાને માટીમાં ભળતા માત્ર થોડાક વર્ષોનો સમય લાગે. તેઓ વધારામાં જણાવે છે, “આ એક ખુબ જ મોટી શોધ છે – હું ખાસ કરીને તે બાબતે આશ્ચર્ય ચકિત છું કે આ જીવાશ્મ કેટલી સારી રીતે સંચવાયેલું રહ્યું છે. આ પ્રાણીઓનું લગભગ વજન 40થી 50 ટન હોય છે.”


હવે જો તમે ક્યારેય ફ્રાન્સના પ્રવાસે જવાના હોવ તો એફિલ ટાવરની સાથે સાથે તમારે તમારી પ્રવાસની યાદીમા આ જગ્યાનો સમાવેશ પણ કરી દેવો. તમારા માટે આ એક અલગ જ અનુભવ હશે. પૃથ્વીના ભૂતકાળમાં જાંખવાનો અનુભવ !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version