કરિના કપૂરે 13 વર્ષ પછી કાઢી ભડાશ, અને કહી દીધુ કેમ શાહિદ સાથે કર્યુ હતુ બ્રેક અપ

અભિનેત્રી કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર બોલિવૂડનું એક ચર્ચિત કપલ રહી ચૂક્યું છે. આ દિવસોમાં લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કરીના કપૂર અને શાહિદ કપૂરની સાથે કેટલીક ફિલ્મો પણ કરી છે. આ બંનેની જોડી દર્શકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. પરંતુ એક સમય પછી કરીના કપૂર અને શાહિદ કપૂરનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર પછી કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે મેરેજ કરી લીધા. શાહિદ કપૂર સાથેના બ્રેકઅપના વર્ષો પછી ફરી એકવાર કરીના કપૂરે એક મોટો ખુલાસો કર્યો છે.

image source

કરીના કપૂર અને શાહિદ કપૂરએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ ભી મેટ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી આ બંને વચ્ચે બ્રેકઅપની ખબરો આવવા લાગી અને કેટલાક સમય પછી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે મેરેજ કરી લીધા. તાજેતરમાં જ કરીના કપૂરએ અનુપમા ચોપડાને ઇંટરવ્યૂ આપ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી કરીના કપૂર શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ થી લઈને સૈફ અલી ખાન સાથે મેરેજ સુધીની સફરને વ્યક્ત કરી છે. શાહિદ કપૂર સાથે બ્રેકઅપ વિષે વાત કરતાં કરીના કહે છે કે, “ભાગ્યના પોતાના કઈક પ્લાન હોય છે અને જિંદગી તેના મુજબથી જ ચાલે છે. ફિલ્મ ‘જબ વી મેટ’ના શૂટિંગ દરમિયાનથી લઈને ફિલ્મ ‘ટશન’ ની વચ્ચે જ એવું ઘણું બધુ થયું જેના પછી અમે પોતપોતાનાં રસ્તાઓ અલગ કરી લીધા.’

image source

ફિલ્મ’જબ વી મેટ’માં કરીના કપૂરનું નામ ગીત હતું. પોતાના બ્રેકઅપ વિષયમાં ગીતનો ઉલ્લેખ કરતાં કરીનાનું કહેવું છે કે તેની રિયલ લાઈફ અને ગીતની જિંદગીમાં ઘણી બધી વસ્તુઓ એક જેવી થઈ રહી હતી. કરીના કપૂરનું કહેવું છે કે, ‘ મારા માટે એ સમય પર્સનલી અને પ્રોફેશનલી આ બધુ હેન્ડલ કરવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. જો આપ જોશો કે ફિલ્મમાં જેમ ગીતની જિંદગી સેકન્ડ હાફ પછી બદલાઈ જાય છે, તેમ જ મારી જિંદગીમાં ફિલ્મ બનતા સમયે થયું.’

image source

કરીના કપૂર પોતાની ફિલ્મ ‘જબ વી મેટ’ અને ‘ટશન’ને પોતાની જિંદગી અને કરિયરની સૌથી ખાસ ફિલ્મો માને છે. કરીના કપૂર મુજબ ‘જબ વી મેટ’એ જ્યાં તેના કરિયરને બદલીને રાખી દીધું તો ત્યાં જ ‘ટશન’ફિલ્મના સેટ પર કરિનાની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઈ જેનાથી તેની પૂરી જિંદગી બદલાઈ ગઈ. કરીના કહે છે કે, ફિલ્મ ‘ટશન’ના સમયે હું વધારે ઉત્સાહિત હતી પોતાના રોલ, ફિગરને લઈને. ફિલ્મ ‘ટશન’એ મારી જિંદગી બદલી દીધી હતી કેમકે આ ફિલ્મ દ્વારા હું મારા લાઈફ પાર્ટનરને મળી.’

image source

આપને જણાવી કે ફિલ્મ ‘જબ વી મેટ’ થિયેટરમાં વર્ષ ૨૦૦૭ માં રીલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ કરીના કપૂર અને શાહિદ કપૂરના સંબંધ ખરાબ થવા લાગ્યા હતા. તેમજ આ ફિલ્મ પછી કરીના કપૂરે ફિલ્મ ‘ટશન’માં કામ કર્યું આ ફિલ્મ સૈફ અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. કરીના અને સૈફ અલી ખાનના મેરેજ વર્ષ ૨૦૧૨ માં થયા હતા અને વર્ષ ૨૦૧૬ માં કરીના કપૂરે તૈમુર અલી ખાનને જન્મ આપ્યો. ત્યાંજ શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૫ માં મીરા રાજપૂત સાથે મેરેજ કરી લીધા હતા અને બંનેને એક દીકરી મિશા અને એક દીકરો જૈન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ