13 વર્ષમાં એકપણ રજા નથી લીધી, એવોર્ડ લેવા પણ નહીં જાય, જાણો કોણ છે આ મહાન હસ્તી

તમને જાણીને આશ્ચર્ય થશે પણ હિમાચલ પ્રદેશ રોડવેઝ માટે કામ કરનાર એક વ્યક્તિએ છેલ્લા 13 વર્ષથી પોતાની નોકરી દરમિયાન એકપણ રજા નથી લીધી. કર્મ એ જ પૂજા છે. તે વાકયને આજે હિમાચલ પથ પરિવહન નિગમમાં કંડક્ટર જોગિંદર સિંહે સાબિત કરી બાતાવ્યું છે. 13 વર્ષની નોકરીમાં જોગિંદર સિંહે એક પણ રજા ન લઈને એક મિસાલ કાયમ કરી છે. તેમની ઉત્તમ સેવાને જોતા સિરમૌર કલા સંગમ નામની સંસ્થાએ તેમને એવોર્ડથી સન્માનિત કરી રહી છે.

Image result for 13 साल में नहीं ली एक भी छुट्टी, सम्मान लेने भी नहीं जाएगा HRTC कंडक्टर जोगी

28 જૂનના દિવસે દદાહૂમાં યોજાવનાર કાર્યક્રમમાં તેમને ડો.યશવંત સિંહ પરમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પરંતુ જોગિદર આ એવોર્ડ લેવા માટે નહીં જાય. કેમ કે તેના માટે તેમને રજા લેવી પડશે. તેથી આ એવોર્ડ લેવા માટે તેમના પિતાને મોકલશે. તેઓ પોતાની ચાલુ ડ્યૂટીએ રજા નહીં પાડે.

4 જૂન 2005થી કોર્પોરેશનના નહાન ડિપો બસમાં કંડક્ટર તરીકે નોકરી શરૂ કરનાર જોગિંદ્ર સિંહ મીઠી વાણી, સ્વચ્છ ચરિત્ર અને એકદમ સરળ સ્વભાવના છે. તેઓ નાહનથી ઘાટોં બસમાં સેવા આપી રહ્યા છે. જોગિંદ્ર સિંહ પોતાની ડ્યૂટીને પોતાની જવાબદારી સમજીને છેલ્લા 13 વર્ષમાં એકપણ રજા નથી લીધી. તમે જાણીને દંગ રહી જશો પણ તેઓ કોઈ દિવસ તહેવારના દિવસે પણ રજા નથી લેતા. તેઓ તહેવારના સમયે પણ પોતાની ડ્યૂટી પર જ હોય છે.

Image result for 13 साल में नहीं ली एक भी छुट्टी, सम्मान लेने भी नहीं जाएगा HRTC कंडक्टर जोगी

રાતે બસની સીટો પર સૂઈ જતા-

તેઓ માત્ર એક દિવસની હડતાલ અને એક દીવાળીની રાતે જ તેઓ પોતાના ઘરે ગયા. બાકી મોટાભાગની રાતો તેમને બસની સીટો પર ઉંઘીને પસાર કરી છે. એટલે સુંધી કે કોર્પોરેશન દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હોવા છતા તેમને રજા પર જવાની જગ્યાએ પોતાના 303 રવિવારને રોડવેઝને દાન કરી દીધા.

પરંતુ, અત્યારે પણ તેમની પાસે લગભગ 550 રવિવારની રજા બચી છે. ઈમાનદારી બતાવા અને કોર્પોરેશનને નુકસાનથી દૂર રાખવા માટે જોગિદર સિંહને વર્ષ 2011માં કોર્પોરેશને પણ પ્રશંસા પત્ર અને રોકડ પૈસા આપીને સન્માનિત કર્યા હતા.

જોગિંદ્ર સિંહનું કહેવું છે કે, 28 જૂનની સાંજે જે સમારોહ થવાનો છે તેમાં તેઓ નથી જવાના. 3 કલાકની રજા લે તો તેમનું વચન તૂટી જાય. તેથી તેઓ એવોર્ડ લેવા માટે પોતાના પિતા સુંદર સિંહને મોકલશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી