ક્રુરતાની હદ: 12 વર્ષની માસૂમને નરાધમોએ પીંખી- ઢસડી, થાકી ગયા તો માસૂમનો શ્વાસ ન થંભ્યો ત્યાં સુધી પથ્થરોથી તેનું માથું છૂંદતા રહ્યા…..

12 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ કરી નરાધમોએ પથ્થરોથી માથું છુંદી નાખ્યું- છેવટે 17 મહિને તપાસ સીબીઆઈને સોંપવામા આવી

આજે જ્યારે વારંવાર ભારતમાં બળાત્કારના કેસ બની રહ્યા છે ત્યારે એવું કહેવામાં જરા પણ ખચકાટ નથી થતો કે ભારત બળાત્કારીઓનું હબ બની ગયું છે. લોકોના આટલા બધા વિરોધ, આટલા બધા આક્રોશ આટલા બધા ગુસ્સે થવા છતાં સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળતો પણ જાણે નરાધમોને કાયદાની, લોકોની કે માનવતાની કોઈ જ પડી જ ન હોય તેમ બળાત્કાર ગુજારતા રહે છે. ભોપાલમાં ગયા વર્ષે એક 12 વર્ષિય કિશોરી પર ગેંગરેપ કરીને તેણીની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી અને હજુ પણ કિશોરીના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે હવે દુષ્કર્મના 17 મહિના બાદ આ તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

image source

2019ની 30મી એપ્રિલનો તે ગોજારો દિવસ હતો. ભોપાલના જાણીતા પ્રવાસન સ્થળ પર કેટલાક નરાધમોએ માસુમ કિશોરી પર બળાત્કાર ગુજારીને તેણીની ક્રૂર રીતે હત્યા કરી હતી અને તેણીની લાશને અહીં આવેલી એક 100 ફૂટ ઊંડી ગુફામાં સંતાડી દીધી હતી.

આજે તેના બે આરોપી જેલમાં છે, બીજી બાજુ માતા બળાપો કાઢી રહી છે કે પોલીસ અધિકારીઓ તેણીને સમજાવતા હતા કે જે કંઈ થયું તેને ભગવાનની ઇચ્છા સમજીને ભુલી જવું – પોલીસે ભદ્દાં ઉદાહરણ આપતા કિશોરીની માતાને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

મધ્યપ્રદેશની 12 વર્ષની માસુમ કિશોરી તો હવે આ દુનિયામાં નથી રહી, પણ માતાપિતા માટે પોતાના જીવતાજીવત પોતાના સંતાનને મરતા જોવા અને તે પણ આટલી ક્રૂર રીતે તે કોઈ શ્રાપથી કમ નથી હોતું. તે દુઃખની કોઈ સીમા નથી હોતી તે દુઃખનો કોઈ અંત નથી હોતો. માતાપિતા અનંત દુઃખમાં ગરકાવ થઈ જાય છે અને તેમનું આખું જીવન ઉદાસીન બની જાય છે. માતાપિતા પોતાના વહાલસોયા સંતાનની એક એક વસ્તુ સાંચવીને રાખે છે અને પળે પળે તે વસ્તુઓને ભેટીને તેઓ હીબકે ચડી જાય છે. આવી જ હાલત 12 વર્ષની કિશોરીની માતાની છે. તેણે પોતાની બાળકીના વસ્ત્રો, તેની શાળાના સર્ટિફિકેટ, તેની તસ્વીરો બધું જ સાંચવીને રાખ્યું. પોતાની વાહલીની યાદમાં તે આ વસ્તુઓને ભેટી પડે છે અને તેને ચુમીઓ ભરવા લાગે છે અને પછી ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગે છે. આ જગતમાં તેમની માટે સૌથી અનમોલ કોઈ હતું તો તેમની દીકરી હતી જે હવે તેમની પાસે નહોતી રહી.

image source

માતાએ દીકરીની ખીલખીલાટથી હસતી તસ્વીરો આજે પણ દિવાલો પર ટીંગાડી રાખી છે. પિતાની હાલત પણ ભલભલાને રોવડાવી દે તેવી છે. તેમના મોઢામાંથી પણ દિકરીની તસ્વીરો જોઈને આંસુ વહેવા લાગે છે. ગળામાં ડૂમો ભરાઈ જાય છે પોતાની પિડાને તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા.

ક્રૂર રીતે નરાધમોએ 12 વર્ષની માસુમને રહેંસી નાખી હતી

આ માતાપિતા માટે 2019નો 30મી એપ્રિલનો તે દિવસ કોઈ નરકથી, કોઈ દાવાનળથી કોઈ, પ્રલયથી ઓછો નહોતો. નરાધમોએ બાળકી પર દુષ્કર્મ કરીને તેણીની ક્રૂર રીતે હત્યા કરી દીધી હતી. જ્યાં સુધી બીચારીએ પોતાના શ્વાસ ન છોડ્યા ત્યાં સુધી નરાધમો પથ્થરોથી તેણીનું મોઢું છુંદતા રહ્યા હતા. છેવટે તેણીની લોહીલુહાણ લાશને તેઓ 100 ફૂટ નીચે આવેલી ઉંડી ગુફામાં ઝાડીઝાંખરાઓ વચ્ચે છુપાવી ગયા જેથી કરીને તે કોઈના હાથમાં ન લાગે.

આટલી બધી ક્રૂરતા આચર્યા છતાં પણ આજે 17 મહિના થયા બાદ પણ હજુ સુધી બાળકીના માતાપિતાને ન્યાય નથી મળ્યો. પણ માતાપિતાએ હાર ન માની, પોલીસ પર તેમને હવે વિશ્વાસ રહ્યો નહોતો. તેમણે ન્યાય મેળવવા માટે ધરણા પણ કર્યા અને મુખ્ય મંત્રીને મળ્યા પણ ખરા. છેક સુધી તંત્રપાસે આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરતા રહ્યા. અને છેવટે 17 મહિને તંત્ર પર તેમની યાચના પહોંચી ખરી અને છેક 6ઠ્ઠી ઓક્ટોબરે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો.

image source

જોકે આદેશના એક અઠવાડિયા બાદ પણ હજુ સુધી સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કવરામાં નથી આવી. જોકે માતાપિતાને તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ થોડી રાહત થઈ છે. અને હવે તેમને આશા જન્મી છે કે તેમની દીકરીને ન્યાય મળશે. કિશોરીની માતા પુછી રહી છે કે શું એક દીકરીને જન્મ આપીને તેમણે કોઈ પાપ કર્યું હતું ? જીવનમાં હવે જીવવા માટે કશું જ નથી બચ્યું, આત્મ હત્યા જ કરી લેવી, પણ જો આમ થાત તો તે પણ તેમની દીકરી સાથે અન્યાય જ કર્યો ગણાત. માટે જ માસુમ બાળકીના માતાપિતાએ પ્રણ લીધું છે કે જ્યાં સુધી તેમની દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ જંપીને નહીં રહે. તે પાપીઓને પોતાના ક્રૂરતા ભર્યા ગુના માટે સજા તો મળવી જ જોઈશે. આમારા માટે જીવવાની એક જ આશા છે અને તે છે ન્યાય, બાકી જીવવા માટે કશું જ નથી બચ્યું તેમ માસુમ બાળકીની માતા કહે છે.

બીચારી જે છોકરીને એક ઇન્જેક્શનની સોયથી આટલો બધો ભય લાગતો હતો તેણીની કેટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આટલી નાની બાળકીના પોતાના માતાપિતા માટે કંઈ કેટલુંએ કરવાના અરમાન હતા, જે માતાપિતાની આખા જીવનની નિરાશામાં ઓગળી ગયા.

શું હતો આખો મામલો

ગયા વર્ષની 30મી એપ્રિલના રોજ આ 12 વર્ષની માસુમ કિશોરી પર બળાત્કાર ગુજારીને તેની ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવી હતી. કિશોરી પોતાની 16 વર્ષની ફઈ અને તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. અહીં તેણીની ફઈના મિત્ર અને તેના એક બીજા મિત્રએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેણીની ક્રૂર રીતે હત્યા કરીને તેણીને અહીં આવેલી 100 ફૂટ ઉંડી ગુફામાં સંતાડી દેવામાં આવી. પોલીસે કિશોરીની ફઈ, તેમજ તેના બે મિત્રોની ધપકડ કરી હતી.

image source

માતાપિતાએ પુરા વિશ્વાસ સાથે પોતાની ફઈ સાથે તે માસુમને ફરવા મોકલી હતી. પણ સાંજના સમયે તેણી ખોવાઈ ગઈ હતી. છેવટે બાળકી ક્યાંય નથી મળતી હોવાનું નાટક કરીને તેની ફઈ ઘરે પોહોંચી અને બધાને કહ્યું કે તે ત્યાંથી ક્યાંક ગુમ થઈ ગઈ છે. આ સાંભળીને આખું ઘર તેને શોધવા માટે ત્યાં પોહોંચી ગયું ઘણી તપાસ કર્યા છતાં પણ તેણી ન મળતાં રાત્રે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી.

છેવટે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આખી રાત બાળકીની શોધ ચલાવી, પણ બાળકીની કોઈ જ ભાળ ન મળી, આ દરમિયાન પોલીસની તપાસ ચાલુ જ હતી અને બાળકીની ફઈ સાથે થયેલી વાતચીતમાં તેમને ખબર પડી કે તેની ફઈ સાથે તેના મિત્રો પણ હતા. અને બાળકીને શોધવામાં તેના તે મિત્રો પણ શોધવાનું નાટક કરી રહ્યા હતા, અને તેઓ વારંવાર નિવેદન બદલી બદલીને પોલીસને ભટકાવી રહ્યા હતા. છેવટે પોલીસને તેમના પર શંકા જતા તેની સાથે કડક વલણ અપનાવતા તેણે બાળકીને જ્યાં સંતાડી હતી તે જગ્યા બતાવી. તે જગ્યાએ બાળકીની લોહીથી લથબથ લાશ પડી હતી. બીચારી માસુમનું માથું ખરાબ રીતે છૂંદી નાખવામા આવ્યું હતું. તે દ્રશ્ય જોનાર દરેકને અરેરાટી ઉપજી ગઈ હતી.

છેવટે સીસીટીવી કેમેરામાં મળ્યા કેટલાક પુરાવા

માસુમ કિશોરીના ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ તરત જ પોલીસ ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા લાગી હતી અને છેવટે તેમને તેમાંથી પુરાવા મળ્યા. એક સીસી ટીવી ફૂટેજમાં કિશોરી તેની ફઈ અને તેના મિત્ર સાથે સ્કૂટર પર ટેકરી તરફ જતાં દેખાયા હતા. તેના બે અઢી કલાક બાદ સીસીટીવીમાં માત્ર કિશોરીની ફઈ અને તેનો મિત્ર જ પાછા આવતા જોવા મળ્યા હતા.

image source

છેવટે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો

પોલીસની કડક તપાસ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે દુષ્કર્મ બાદ તે લોકોને ભય હતો કે છોકરી ક્યાંક બધી વાત તેના ઘરે ન જણાવી દે માટે તેણીની હત્યા કરી નાખ્યા બાદ તેની લાશને આ ગુફામાં સંતાડી દીધી. બધું જ સાબિત થઈ ગયું છે છતાં આરોપીઓને યોગ્ય સજા નથી થઈ અને તે જ વાતનું મૃતક કિશોરીના માતાપિતાને પારાવાર દુઃખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ