ધોરણ 12ની પરીક્ષા આપવા જતા લેવી પડી દીકરીને અજાણ્યાની મદદ અને પછી થયું એવું કે એ દીકરીને કૂદી જવું પડ્યું બાઈક પરથી..

ધોરણ 12ની પરિક્ષા આપવા જતાં બાઈકમાં પંચર પડતાં એક શખ્સે લિફ્ટ આપ્યા બાદ તેણે કિશોરીને કર્યા અડપલાં – બચવાના પ્રયાસમાં કિશોરી કૂદી પડી બાઈક પરથી

હાથરસની ઘટનાના કારણે ફરી એકવાર દેશમાં સ્ત્રીઓ પર થતા બળાત્કાર તેમજ દુષ્કર્મને લઈને ચર્ચાઓ વેગ પકડી રહી છે. પણ આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે દેશના ખૂણે ખૂણે અવારનવાર સ્ત્રીઓની શારીરિક છેડતી થતી જ રહે છે. જેમાંના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવે છે તો કેટલાક નથી આવતા. અને હવે ગુજરાત પણ સ્ત્રીઓ માટે પહેલા જેવું સુરક્ષિત રહ્યું હોય તેવું નથી લાગતું. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ મહિલાઓ સાથેના દુષ્કર્મોની સંખ્યા વધી રહી છે.

image source

તાજેતરમાં જામનગર ખાતે જ એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી કીશોરી સાથે અણછાજતી ઘટના ઘટી છે. ધોરણ 12માં અભ્યાસ કરતી ડેડિયાપાડાની કિશોરી પોતાના પિતરાઈ ભાઈ સાથે પરિક્ષા આપવા માટે જઈ રહી હતી. તે વખતે બાઈકમાં પંકચર પડતાં તેણી બાઇક પરથી ઉતરી ગઈ હતી અને પરીક્ષા આપવા સમયસર પહોંચી જવા માટે તેણી બીજા વાહનની રાહ જોઈ રહી હતી. ત્યાર એક બાઇકસવારે કે જેણે હેલમેટ પહેર્યુ હતું તેણે કિશોરીને લિફ્ટ આપી તેણીને રાજપીપળા સુધી મુકી જવા માટે મદદ ઓફર કરી.

પણ અચાનક રસ્તામાં તે બાઈક સવારે પાછળ બેઠેલી કીશોરીનો હાથ પકડી લઈ તેણી સાથે શારીરિક છેડછાડ શરૂ કરી દીધી હતી. કીશોરીએ પોતાને બચાવાના પ્રયાસમાં બાઈક પરથી છલાંગ લગાવી લીધી હતી જેના કારણે તેણીને ભારે ઇજા થઈ હતી. તેણી ઇજાગ્રસ્ત હાલતમાં રાજપીપળા તરફ જવા લાગી ત્યારે રસ્તા પર મળેલા બાઈક સવારોએ તેણી માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને એમ્બ્યુલન્સમાં તેણીને હોસ્પિટલ લઈ જવામા આવી હતી.

image source

અડપલા કરનાર બાઇક સવાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે અને હાલ ગુનાની તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ આ આરોપિની શોધખોળ કરી રહી છે.

18 વર્ષની કીશોરી ડેડીયાપાડાના નાનકડા ગામમાં રહે છે તેણીની હાલ ધોરણ 12ની પૂરક પરીક્ષા ચાલી રહી હતી. માટે સ્કૂલમાંથી હોલટિકીટ લઈ તેણી પોતાના મામાના દીકરાની બાઈક પર રાજપીપળા પરીક્ષા આપવા જઈ રહી હતી. ત્યાં રસ્તામાં આવતા ઘાંટોલી ગામ નજીક બાઈકમાં પંક્ચર પડતાં તેના પિતરાઈ ભાઈએ વિદ્યાર્થીનીને ઘાંટોલીના બસ સ્ટેન્ડ પાસે ઉતારી દીધી હતી. અને તે નજીકના ગાજરગોટા ગામમાં પંક્ચર બનાવડાવવા ગયો હતો. કિશોરીને પણ કોઈ પણ સંજોગોમાં સમયસર પરીક્ષામાં પહોંચવું જરૂરી હતું. માટે તેણી બસની કે કોઈની મદદની રાહ જોઈ રહી હતી.

અને તેણી રાહ જોતી હતી તે દરમિયાન તે ગામના સ્થાનિક યુવાને રાજપીપળા જતાં એક બાઈક સવારને ઉભો રખાવ્યો હતો અને કિશોરીને બાઈક પર લીફ્ટ આપીને રાજપીપળા પહોંચાડવાની ભલામણ કરી હતી. કોઈને મદદ કરવાની ભાવના નહીં પણ ખરાબ દાનત ધરાવતા તે બાઇક સવારે લિફ્ટ આપી દીધી. પણ રસ્તામાં કીશોરી પર તેની દાનત બગડી હતી. અને રસ્તામાં તેઓ જ્યારે નાના લીમટવાડા ગામ નજીક આવવાનું હતું તે વખતે તેણે પાછળ બેઠેલી કીશોરીનો હાથ પકડીને તેની સાથે શારીરિક અડલાં કરવાનું શરૂ કર્યોયો હતો. કીશોરીએ તેનો વિરોધ પણ કર્યો પણ પેલા બાઇક સવારે છતાં પણ પોતાના અડપલાં ચાલું જ રાખ્યા છેવટે તે કિશેરીએ ના છૂટકે બાઈક પરથી કૂદીને પોતાની જાતને બચાવવી પડી. અને આ પ્રયાસમાં તેણીને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તેણીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

image source

આ બાઈકસવારે વિદ્યાર્થીનીને જણાવ્યું હતું કે તે તડવી છે, ખાપરનો રહેવાસી છે, અને 10-10 બહેનોનું જૂથ બનાવીને તે બચત યોજનાની જાહેરાતો કરે છે. અને તે કોઈ હપ્તો લેવા માટે ઘાટોલી ગામ આવ્યો હતો. આમ વાત કરતા કરતાં તેણે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો. અને તેણીને કહ્યું હતું કે જો તેણી તેને મળવા જશે તો જ તે તેને પરીક્ષા કેન્દ્ર પર મુકી જશે નહીં તો નહીં મુકી જાય. આમ કહી તેણે કિશોરીને ડરાવવા લાગી.

image source

આવા વર્તનથી કિશોરી ચોક્કસ ગભરાઈ ગઈ અને શારીરિક અડપલાંથી બચવા માટે વિદ્યાર્થીનીએ બાઈક પરથી કૂદકો મારી દીધો અને તે રોડ પર પટકાઈ પડી. અને પેલા બાઈકસવારે તરત જ રાજપીપળા તરફ બાઇક ભગાવી મુકી. વિદ્યાર્થીનીના કહેવા પ્રમાણે બાઇકસવારે લાલ રંગનું શર્ટ પહેર્યું હતું, તેનું હેલ્મેટ કાળા રંગનુ હતું, જો કે તેણી બાઇક નંબર નહોતી જોઈ શકી. પરીક્ષા માટે મોડું થતાં તેણી આગળ ચાલવા લાગી હતી.

image source

જામનગર પંથકમાં છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મનો આ ત્રીજો બનાવ બન્યો છે.

તમને જણાવી દઈએ કે જામનગરથી એક સામુહિક દુષ્કર્મની ઘટનાના સમાચાર પણ મળ્યા છે. તો વળી સાત મહિના પહેલાં જામજોધપુરના વરવાળા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ થયુ હતું તેની પણ હાલ ચર્ચા ચાલી રહી છે તો વળી પાડોશી દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચર્યા હોવાની ફિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઘટનાના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આમ થોડાક જ સમયના ગાળામાં એક સાથે ત્રણ દુષ્કર્મની ઘટનાએ જામનગર પંથકમાં ચકચાર મચાવી દીધો છે.

image source

આ ઘટનામાં જામનગરના કોઈ વિસ્તારમાં રહેતા કુટુંબની 15 વર્ષિય સગીરા સાથે પાડોશીએ મિત્રતા કેળવીને લગભગ બે-ત્રણ મહિના પહેલાં તેણી સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ કેસમાં પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામા આવી હતી. છેવટે પિડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ