૧૨ વર્ષ પછી બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યાએ અભિષેક સાથેના ઝઘડાના કારણનો ખુલાસો કર્યો!

12 વર્ષ બાદ બચ્ચન વહુ ઐશ્વર્યાએ અભિષેક સાથેના ઝઘડાનો કર્યો ખુલાસો !

image source

ઐશ્વર્યા રાય બચ્ચન આજે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનની વહુ છે. તેઓ 12 વર્ષથી સુખી લગ્ન જીવન ભોગવી રહ્યા છે. આજે તેમની સુંદર મજાની દીકરી પણ છે. તાજેતરમાં જ ઐશ્વર્યાના બર્થડે વખતે સોશિયલ મિડિયા પર તેણીના કરોડો ચાહકોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેના બર્થડેની ઉજવણી તેણીએ પોતાની દીકરી અને પતિ અભિષેક બચ્ચન સાથે ફ્રાન્સમા કરી હતી.

image source

ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન પહેલાં તેમના પ્રેમપ્રકરણ કેટલીક ફિલ્મી હસ્તીઓ સાથે ચાલ્યા હતા. પણ છેવટે લોકોના આશ્ચર્ય વચ્ચે અમિતાભ બચ્ચન દ્વારા ઐશ્વર્યા અને અભિષેકના લગ્નની જાહેરાત કરવામાં આવી. તેમના લગ્ન ખુબ જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતા અને અભિષેકના કોઈક ગ્રહ દોષના કારણે ઐશ્વર્યાના લગ્ન પહેલાં કોઈ ઝાડ સાથે પણ કરાવવામાં આવ્યા હતા તેનાથી પણ મિડિયામાં હોહા મચી ગઈ હતી.

image source

ઘણીવાર ઉતાવળમાં કરવામા આવેલા લગ્નોમાં કેટલીક ભૂલો થઈ જાય છે, આપણી ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેવી જ એક ભુલનો શિકાર બની છે જેનું દુઃખ તેને આજે લગ્નના 12 વર્ષ બાદ પણ સતાવ્યા કરે છે.

image source

અને તેમના લગ્નમાં થયેલી આ જ ઉતાવળ આજે પણ તેમના ઝઘડાનું કારણ અવારનવાર બનતી આવી છે. આ અમે નથી કહી રહ્યા પણ ખુદ ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક સાથેના પોતાના 12 વર્ષના લગ્નજીવન બાદ આ ખુલાસો કર્યો છે.

image source

થોડા સમય પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના એક વાર્તાલાપમાં તેણીએ જણાવ્યું હતું કે તેણી અભિષેક બચ્ચન સાથેના લગ્નજીવનમાં અત્યંત ખુશ છે. તેમ છતાં જે ઉતાવળમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા તે કારણસર તેણીને હંમેશથી એક વાત પરેશાન કરી રહી છે કે જેને તેણી ઇચ્છવા છતાં પણ ભુલી નથી શકતી અને તે જ વાત પર તેણી અને અભિષેક બચ્ચન વચ્ચે દલીલો થતી રહે છે.

image source

જોકે ભલે તેમના લગ્ન ઉતાવળમાં કરવામાં આવ્યા પણ તેમના લગ્નમાં કોઈ જ ખોટ નહોતી રહી. તેઓ વર્ષોથી એકબીજાને ઓળખતાં આવ્યા હતા માટે તેમને લગ્ન પહેલા એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો નહોતો મળ્યો એવું પણ ન કહી શકાય. વાસ્તવમાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા તે પહેલાં તેઓ એકબીજાના સારા મિત્ર રહી ચુક્યા છે. તેમણે ઘણી ફિલ્મો એક સાથે કરી છે.

image source

લગ્ન વખતે ઐશ્વર્યા રાયને જે રીતે શણગારવામાં આવી હતી તેની ચર્ચા તો આજે પણ અવારનવાર સોશિયલ મિડિયા પર થઈ જાય છે. તેમ છતાં તેમના લગ્ન દરમિયાન કંઈક એવું બન્યું હતું જેને આજે પણ ઐશ્વર્યા ભુલી નથી શકતી.

image source

અભિષેકે જ્યારે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું તે ક્ષણને યાદ કરતાં તેણી જણાવે છે, “તે વખતે અમે ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હતાં અમારી ફિલ્મ ગુરુના પ્રમોશન માટે ગયા હતા. હોલીવૂડ ફિલ્મના હીરોની જેમ અભિષેકે ગોઠણિયા ભેર બેસીને એક ફાઇવસ્ટાર હોટેલની બાલ્કનીમાં પ્રપોઝ કર્યું હતું. પણ ત્યાર બાદ અમે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે બધું બહુ જલદીમાં થઈ ગયું. અને આ ઉતાવળમાં અમે લગ્નની કેટલીક વિધિઓને સમજી પણ નહોતા શક્યા.”

image source

ઐશ્વર્યાએ આ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું કે, “લગ્નના દિવસ સુધી મને એ નહોતી ખબર કે ‘રોકા’ કોને કહેવાય.” તેણી એક સાઉથ ઇન્ડિયન કુટુંબમાંથી આવે છે તેણીને નોહતી ખબર કે રોકા શું હોય છે. અને લગ્નને લઈને આવી જ જીણી-જીણી વાતો નહીં જાણતી હોવાનો તેણીને આજે લગ્નના બાર વર્ષ બાદ પણ વસવસો છે. જો કે ઉજ્વળ કારકીર્દીને બાજુ પર મુકીને તેણીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને તેણી બચ્ચન કુટુંબમાં સાકરની જેમ ભળી ગઈ અને ત્યાર બાદ તેણીએ હંમેશા બચ્ચન કુટુંબની પરંપરાઓ પુર્ણ ઉત્સાહ સાથે અપનાવી લીધી છે. પણ જ્યારે જ્યારે તેણીને પોતાના લગ્ન દરમિયાનની આ વાત યાદ આવી જાય છે ત્યારે તેણીને મનમાં એક પ્રકારનો અફસોસ રહી જાય છે. અને આ જ મુદ્દાને લઈને તેની અને અભિષેક વચ્ચે દલીલો થાય છે.

image source

આરાધ્યના આવ્યા બાદ ઐશ્વર્યા માટે તેની સૌથી પહેલી પ્રાથમિકતા આરાધ્યા જ બની ગઈ છે. તેણી પોતાની દીકરીના શેડ્યુલના આધારે જ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બેલેન્સ કરી રહી છે. છેલ્લે ઐશ્વર્યા રાય ફિલ્મ ફેની ખાનમાં જોવા મળી હતી. પણ જો તમે ઐશ્વર્યા-અભિષેકની જોડીના ચાહક હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે કે ફિલ્મ ગુરુ બાદ આ બન્ને પતિ-પત્ની ફરી એકવાર ફિલ્મ ગુલાબ જામુન દ્વારા રૂપેરી પરદે જોડી જમાવવા જઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ