૧૨મી પાસ ખેડૂત પાસેથી શીખીએ જૈવિક ખેતીના ગુણ, IIT જેવા સંસ્થાનમાં પણ આપે છે લેક્ચર…

આધુનિકતાના જમાનામાં આપણે દરેક પળે આધુનિક બનવા ઇચ્છીએ છીએ. પછી તે રહેણીકરણી હોય કે ખાવાપીવાનું. અને આ જ બદલાતા સમયમાં પાછળ રહી ગયેલા અન્નદાતા એટલે કે ખેડૂત ભાઈ પણ જૈવિક ખેતીને છોડીને આધુનિક ખેતી તરફ કદમ વધાર્યા છે. છોડ રોપવાથી લઈને વેચવા સુધીની વ્યવસ્થા લગભગ પૂરેપૂરી આધુનિક થઈ ગઈ છે. પણ આ સમયમાં જૈવિક ખેતી અપનાવીને લિમ્કા બુક ઓફ વલર્ડ રેકોર્ડનો ખિતાબ મેળવ્યો છે ભારત દેશના એક ખેડૂતે જગદીશ પારીક.

ખેડૂત પરિવાર સાથે જોડાયેલા જગદીશ પારીકનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૯૪૮માં અજિતગઢમાં થયો હતો. અજિતગઢ સીકર રાજસ્થાનનું એ ગામ છે જ્યાં પાણીની તંગી ત્યાંના ખેડૂતોને ઉદાસ કરી દે છે. અહીંના મોટાભાગના પરિવાર ખેતી પર આશ્રિત છે. તેમાના એક છે ૭૦ વર્ષના જગદીશભાઈ પારીક. જેઓ સુવિધાઓનો અભાવ અને મદદની આશા સાથે દેશને પેહલા પાયદાન પર લાવવાની જીદને પૂરી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક સ્વ. APJ અબ્દુલ કલામ સાહેબને ૧૨ કિલોની કોબીજ ભેટમાં આપી. થોડાક સમય પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા દેવીજીને ૨૫.૧૫ કિલો કોબીજ ભેટ આપી હતી. તેઓ જેને પણ મળે છે તે બધાને કોબીજ ભેટ સ્વરૂપે આપે છે. અત્યાર સુધીમાં તેઓ ૬ રાષ્ટ્રપતિઓને મળી ચૂક્યા છે. અને દેશના તમામ અધિકારીઓથી લઈને મંત્રી સુધીના સમ્માન અને રાષ્ટ્રપતિ તરફથી ખેડૂત વૈજ્ઞાનિક સુધીનું સમ્માન મેળવી ચૂક્યા છે. જગદીશ પારીકને વર્ષ ૨૦૦૧માં પોતાની જૈવિક ખેતી દ્વારા ઉગાડેલી ૧૧ કિલોની કોબીજ માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે.

વર્ષ ૧૯૯૦થી દેશની તમામ પ્રતિષ્ઠિત IIT ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ ને જૈવિક ખેતી કરવાની પધ્ધતિ જણાવે છે. આજે ઇન્સ્ટિટ્યૂટને લેક્ચર લેવા માટે જગદીશભાઈની એપોઇમેન્ટ લેવી પડે છે.

જગદીશ પારીક જણાવે છે કે, “પારિવારિક સ્થિતિને કારણે તેઓ નાનપણથી જ ખેડૂત છે. સવારે જલ્દી ઊઠીને શાક વેંચતા પછી ૧૦ વાગે શાળાએ જતા અને ૫ વાગે શાળાથી પાછા આવીને બીજા દિવસ માટે શાકભાજીને તૈયાર કરતા. વર્ષ ૧૯૫૭થી લઈને ૧૯૭૦ સુધી મામાજી પાસેથી ખેતી શીખ્યા. ત્યાર પછી તેમને કોબીજ વાવવાની શરૂઆત કરી. સાથે જ  કેટલાક પ્રકારના શાક અને ફળની ખેતી પણ શરૂ કરી. મને એકવાર ખ્યાલ આવ્યો કે બધા વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તો હું પણ બનાવીશ. પછી મેં કોળું, તુરિયા, દૂધી, કોબીજ જેવી ઘણા પ્રકારની શાકભાજીની સારી ખેતી કરવાની શરૂઆત કરી. વર્ષ ૧૯૯૫માં એક મિત્રની સલાહથી ફક્ત કોબીજ પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ ૨૦૦૧માં ૧૧કિલોની કોબીજ ઉગાડીને તેના માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. વર્ષ ૨૦૧૨માં કૃષિમંત્રી શરદ કુમારજી એ તેમને “કિસાન વૈજ્ઞાનિક”ની ઉપાધિ મેળવી. હવે અમેરિકાનો ૨૭ કિલો કોબીજનો રેકોર્ડ તોડવા ઈચ્છે છે.”

જગદીશ પારીકે પોતાનું ખુદનું બીજ પણ બનાવ્યું છે જેનું નામ તેમણે “અજિતગઢ સિલેક્શન” આપ્યું છે. આનાથી નવા પ્રકારની કોબીજ ઉગાડી શકાય છે. આ બીજની ખાસિયત એ છે કે તે કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે આ બીજને ગ્રીષ્મ( મુખ્ય માસ જૂન થી ઓક્ટોબર સુધી)માં પણ વાવી શકાય છે.

કોબીજના આ પ્રકાર માટે વર્ષ ૨૦૦૧માં ગ્રાસરુટ્સ ઇનોવેશન એવોર્ડથી સમ્માનિત કર્યા પછી આ બીજને આઈપીઆર (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ)ના પણ ધારક બનાવવામાં આવ્યા. જગદીશ હવે પોતાના બીજની પેટન્ટ કરાવવા ઈચ્છે છે. આ બીજને જયપુર કૃષિ સંશોધન કેન્દ્રમાં પરીક્ષણ કરવામાં આવ્યું પરીક્ષણના પરિણામ રૂપે આ બીજ અન્ય બીજ કરતા આઠગણું વધારે તાકતવર સાબિત થયું. તેઓ આ બીજનું વેચાણ પણ કરે છે. છેલ્લા વર્ષે દેશના કેટલાક રાજ્યોએ તેમની પાસેથી લગભગ ૧ કવીંટલ બીજ ખરીદ્યા હતા.

આ સાથે જ જગદીશભાઈ ખેતર માટે ખાતર જાતે જ બનાવે છે. ગાય-ભેંસનું છાણ, કડવો લીમડો અને આંકડાના પાદડાં જેવી વસ્તુઓને કંપોસ્ટ કરીને પોતાનું ખાતર તૈયાર કરે છે.

પાણીની સમસ્યા પર જગદીશ કહે છે કે હું મારા ખેતર પાસેથી પસાર થતું વરસાદનું પાણીને કામવાળાની મદદથી કૂવામાં ભેગું કરું છું અને તેને રિચાર્જ કરીને ખેતીના ઉપયોગમાં લઈ લઉં છું.

૨ હેકટરમાં લીંબુ, બીલી, કોબીજ, દાડમ, જોધપુરી બોર, દેશી ફળ-શાકભાજીઓની ખેતી કરવાવાળા જગદીશ પારીકનું લક્ષ હવે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને દેશને પહેલા ક્રમ પર લાવવાનો છે. આ ક્રમમાં તેઓ ફક્ત ૨ કિલો વજનથી પાછળ છે. અત્યારે રેકોર્ડ ૨૭.૫ કિલોનો છે અને તેઓ ૨૫.૫ કિલો સુધીની કોબીજ ઉગાડવામાં સફળ થયા છે.

તેમનું કહેવું છે કે, “અત્યાર સુધી સમ્માન સિવાય સરકારે કોઈ મદદ કરી નથી. જો સરકાર મદદ કરે તો હું આ રેકોર્ડ ૧ કે ૨ વર્ષમાં પૂરો કરી લઈશ કેમ કે આ પ્રકારની કોબીજ વર્ષમાં ૩ વાર ઉગાડી શકું છું.”

તેઓ કહે છે કે, “હું જ્યાં સુધી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ પ્રાપ્ત નહિ કરું, ત્યાં સુધી બીજા બધા સમ્માન મારા માટે ફિકા છે.”

આ સાથે જ જગદીશ પારીક દેશના ખેડૂત ભાઈઓને કેમિકલયુક્ત ખેતીને બદલે જૈવિક ખેતી અપનાવવા પ્રેરિત કરે છે. તેમનું માનવુ છે કે આધુનિક ખેતી ઝેરીલા રસાયનયુક્ત વસ્તુઓથી કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. જૈવિક ખેતી આપણી પારંપરિક ખેતીની પદ્ધતિ છે જે પૂર્ણ રૂપે પ્રાકૃતિક છે. આપણે તેને અપનાવવી જોઈએ. પોતાની વાતથી અત્યાર સુધી કેટલાય ખેડૂતોને પ્રેરિત કરી ચૂક્યા છે.

તો મિત્રો આ છે જગદીશ પારીકની વાર્તા. જેમની મેહનત, લગન અને જુનૂનથી આપણા ભારત દેશનું મસ્તક વિશ્વ સ્તર પર ઊંચું કર્યું છે. તેમની આ વાર્તાથી આપણને શીખ આપે છે કે આપણે આપણું કામ પુરી તન્મયતાથી કરવું જોઈએ, ફળ એક દિવસ જરૂર મળે છે.