આ તાકાત છે શોખની, માત્ર 11 વર્ષની વયે છોકરીએ ખુદની કંપની શરૂ કરી દીધી, ઈન્ડિયા-એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

આપણે એવી ઘણી સ્ટોરીઓ સાંભળી હશે કે જેમાં નાના નાના બાળકો પણ કમાલ કરી નાંખતા હોય છે અને આપણી સમજ બહાર હોય છે. ક્યારેક ક્યારેક આપણો શોખ જ આપણે ઉંચાઈ પર લઈ જતો હોય છે. જો કે ઘણા એવા પણ માણસો હોય કે જેને શોખ નામે કંઈ જ ન હોય. ત્યારે આજે જેની વાત કરવી છે એ માત્ર 11 વર્ષની દીકરી છે. તેને એવો શોખ હતો કે આજે તેણે ભારત લેવલે આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

તો આવો જાણીએ આ કહાની વિશે. કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનની બાળકો અને તેના પરિવાર પર ઘણી વિપરીત અસર જોવા મળી હતી. જોકે ઘણાં એક્ટિવ બાળકોએ લોકડાઉનનો સદુપયોગ કરીને ગમતી પ્રવૃત્તિઓમાં કાઠું કાઢ્યું હતું, જેમાં અમદાવાદની એક બાળકીએ પોતાના શોખને પૂરો કરવાની સાથે સાથે આજે તે કંપનીની માલિક પણ બની ગઈ છે.

image source

આમ પહેલી વખત સાંભળીએ તો અચરજ પમાડે કે આવું બધું જાઈ શાહે શું કર્યું. તો એમાં એવું છે કે જાઈને 8 વર્ષની ઉંમરથી જ કેક સહિતના બેકિંગનો શોખ જાગ્યો હતો. પણ પરિસ્થિતિ એવી થઈ કે લોકડાઉનમાં એ શોખ પૂરો થયો અને આજે 11 વર્ષની દીકરીએ કૂકિંગ-બેકિંગનો બિઝનેસ શરૂ કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

લોકડાઉનના સમયે ઓનલાઇન સ્ટડી કરવાની સાથે એક્ટિવિટીના ભાગરૂપે કૂકિંગ-બેકિંગ કરવાનું શરૂ કર્યુંતું. ધીરે-ધીરે સમય જતાં તેનો આ શોખ બિઝનેસમાં બદલાઈ ગયો અને ખબર પણ ન પડી. આજે તે યંગેસ્ટ બેકર બની ગઈ છે. જાઈ શાહને પોતાના ટેલન્ટ બદલ યંગેસ્ટ બેકર ઓફ ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે એ વાત તો અલગ જ. આ છોકરી અમદાવાદ છે. હવે તેણે અમદાવાદની સાથે સાથે આખા રાજ્યનું નામ રોશન કર્યું છે.

image source

તો આવો આ દીકરી વિશે વિગતે વાત કરીએ અને જાણીએ કે કઈ રીતે તેણે આ કામને પાર પાડ્યું અને રેકોર્ડ સુધી પહોંચી શકી. તો જાઈ શાહને નાનપણથી જ કૂકિંગ અને બેકિંગનો શોખ હતો. લોકડાઉન સમયે ઘરે બેઠા ટાઈમ પાસ કરવા માટે એક નવી એક્ટિવિટીના ભાગરૂપે તેણે બેકિંગ શરૂ કર્યું. ધીરે ધીરે જોત જોતામાં જાઈનો આ શોખ બિઝનેસમાં રૂપાંતરિત થવા લાગ્યો અને પછી સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્લેટફોર્મ પર પ્રખ્યાત થઈ રહ્યો છે.

જાઈથી મોટી ઉંમરના લોકો પણ તેની પાસેથી કૂકિંગ તેમજ બેકિંગની ટિપ્સ લઈ રહ્યા એ વિશેષ વાત કહી શકાય. જાઈના માતા-પિતા કોચિંગ ક્લાસીસ ચલાવે છે. શરૂઆતમાં તે અને તેના પિતા દર વીકેન્ડમાં કૂકિંગ-બેકિંગ કરતા હતા. પોતાના ભણતર પર કોઈ અસર ન પડે એ માટે જાઈ લોકડાઉનમાં ઓનલાઇન સ્ટડી કર્યા બાદ પોતાના પિતા સાથે બેકિંગ કરતી હતી.

image source

પરંતુ દીકરીમાં એક અલગ જ લેવલનું ટેલેન્ટ હતું, તેથી તેમણે ત્યાર બાદ પોતાના બેકિંગ ટેલન્ટને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે પોતાના પેરન્ટ્સની મદદથી તેણે હોમ કિચનના સેટ-અપ દ્વારા કપકેક તેમજ અન્ય કેકની વાનગીઓ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં ઘણીવાર તેણે બનાવેલી કેક તેમજ કપકેક બરોબર ન બનતાં જાઈ ઘણીવાર અપસેટ થઈ જતી હતી, કેમ કે નાની બાળકી હતી એટલે આવું થવું સ્વાભાવિક છે. ત્યાર બાદ લોકડાઉનમાં સતત પ્રેક્ટિસ થતી અને જાઈએ બહારથી ઓર્ડર લેવાના શરૂ કરી દીધા હતા.

જો શરૂઆતની વાત કરીએ તો પહેલાં આસપાસના વિસ્તારમાંથી ઓર્ડર મળવાના શરૂ થયા અને આજે તેનો બિઝનેસ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. પોતાના પેશનને ફોલો કરી જાઈએ પોતાના ટેલન્ટથી આજે સમગ્ર દેશમાં પોતાની છાપ છોડી છે. તેને યંગેસ્ટ બેકર ઓફ ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ સહિતના અનેક અવૉર્ડ પોતાના નામે કરી લીધા છે.

જાઈ શાહે એક ન્યૂજ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મને નાનપણથી જ બેકિંગ કરવાનો ખૂબ જ શોખ છે, હું જ્યારે 8 વર્ષની હતી ત્યારથી બેકિંગ કરી રહી છું. શરૂઆતમાં હું મારા પાપા સાથે દર વીકએન્ડમાં કેક તેમજ કપકેક બનાવતી હતી. ત્યાર બાદ લોકડાઉનમાં મમ્મા-પાપાએ મને આ પ્રોફેશનલ બિઝેનસ કરવા માટે હા પાડી, જેથી 7 જુલાઈ 2020ના રોજ મેં મારી પહેલી કેકનો ઓર્ડર લીધો હતો. ત્યાર બાદ એક મહિનામાં મેં 25 કેક બનાવી હતી અને એ જ મહિનામાં મને એક દિવસમાં 110 કપકેક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો.

image source

આગળની વાત કરીએ તો જોઈ કહે છે કે મારો બિઝનેસ સતત ચાલુ થઈ ગયો હતો. ડિસેમ્બર મહિનામાં મને એકસાથે 200 કપ કેક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો, જેને મેં 11 કલાકમાં તૈયાર કર્યો હતો. એના માટે મને ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડનો અવૉર્ડ પણ મળ્યો એ ગર્વની વાત કહી શકાય. 200 કેક બનાવતાં એકવાર હાથ પણ દાઝી ગયો હતો છતાં સમગ્ર ઓર્ડર પૂરો કર્યો હતો.

મારા સૌથી વધુ ફેવરિટ ફ્લેવર વેનીલા, ચોકલેટ, કૂકી એન્ડ ક્રીમ છે, જે બનાવવામાં મને ખૂબ જ મજા આવે છે. મારી કંપનીનું નામ લિટલ બેકર છે, જેમાં હું કેક, કપકેક, ડોનટ્સ, બ્રાઉનીઝ સહિતની વાનગીઓ બનાવું છું. મારા પેશનને કારણે મારો અભ્યાસ ન બગડે એ માટે હું ઓનલાઇન સ્કૂલ પૂર્ણ કરીને જ કેક ઓર્ડર લઉં છું અને કસ્ટમરને ડિલિવરી કરું છું, સાથે જ હું મારાં મમ્મા-પાપા સહિત એ તમામ લોકોનો આભાર માનું છું. હવે આ નાનકડી છોકરીની કહાની ચારેકોર વાયરલ થઈ રહી છે અને માતા પિતા પણ તેના બાળકોને કહી રહ્યાં છે કે જીવનમાં કંઈક શોખ રાખવા જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!