ના હોય ! આ માતાએ 11 કલાક સુધી મહેનત કરીને બચાવ્યું બાળકને, વિડિઓ જોઈને આંખો ફાટી જશે

‘માં’ ને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ધરતી પર ભગવાન બધી જગ્યાએ સમયસર પહોંચી શક્તા નથી એ માટે ‘માં’ને બનાવી દીધી હતી, હંમેશા એ જોવામાં આવ્યું છે કે, જયારે પણ બાળક પર આફત આવી પડે છે ત્યારે માં એની રક્ષા કરવાં માટે બધું જ કરી છૂટે છે. માણસ તો માણસ, પ્રાણીઓમાં પણ ‘માં’ની મમતા ઓછી હોતી નથી. એવી જ એક હાથણીની મમતાની વાત સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં આવી છે. એક હાથણીએ પોતાના બાળકને બચાવવા માટે 11 કલાક સુધી અવિરત પ્રયાસ કર્યા. તેમાં તે બેહોશ પણ થઈ હતી. આ સમયે ગામલોકોએ પણ તેની મદદ કરી છે.

image source

બચ્ચાને બચાવવા 11 કલાક સુધી માટી ખોદતી રહી હાથણી

ખાસ કરીને તો સોશ્યિલ મીડિયામાં હાલના દિવસોમાં એક હાથણીની ઈમોશનલ સ્ટોરી ખુબ શેર કરવામાં આવી રહી છે. જેમાં એક હાથણી ખાડામાં પડેલ પોતાના બચ્ચાને બચાવવા માટે સતત 11 કલાક સુધી માટી ખોદતી જોવા મળી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, એ હાથણી આગલા દિવસે પોતાના બચ્ચાની સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એ બચ્ચું ત્યાં બનેલ એક ઊંડા ખાડામાં પડી ગયું હતું.

image source

ખાડો ખુબ ઊંડો હતો તથા હાથીના બચ્ચાની લંબાઈ ખુબ ઓછી હતી. જેને લીધે એ ખાડામાંથી જાતે બહાર નીકળવા માટે અસમર્થ હતું. આ સિવાય એને બહાર કાઢવા માટે હાથણીએ ખુબ સંઘર્ષ કર્યો પરંતુ તે જાતે તેને બહાર કાઢી શકી નહીં. મળતી માહિતી પરથી એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તેણે અટક્યા વિના સતત કુલ 11 કલાક સુધી ખાડો ખોદ્યો.

સવારમાં હાથણીનો અવાજ સાંભળીને ગામલોકો આવ્યાં

image source

ખરેખર રાતના સમયે પોતાના બચ્ચાની સાથે જંગલ પાર કરતી એક હાથણી એ સમયે દુ:ખી થઇ ગઈ હતી જયારે એનું નાનું એવું બચ્ચું રોડ પર બનેલ એક ખાડામાં પડી ગયું હતું. તે માં એ પોતાના બચ્ચાને બહાર કાઢવા માટે ખુબ સંઘર્ષ કર્યો તથા સતત અટક્યા વિના એણે સતત કુલ 11 કલાક સુધી ખાડો ખોદ્યો પરંતુ એ પોતાના બચ્ચાને કાઢી શકવામાં સફળ ન થઇ શકી પરંતુ એણે હાર ન માની તેમજ જોરજોરથી સાદ પાડવા લાગી હતી.

 

એનો અવાજ સાંભળીને સવાર થતાં જ આજુબાજુના લોકો આવી ગયા હતા. પહેલા તો સમજી જ ન શક્યા કે, હાથણી રડી કેમ રહી છે? પરંતુ જયારે અમુક ગામલોકો હિંમત કરીને એની નજીક ગયા તો તેમણે જોયું કે, માં પોતાના બચ્ચાને ખાડામાંથી કાઢવા માટે રડી રહી છે. માનું દુ:ખ જોઈને ગામલોકો પણ ભાવુક થઇ ગયા હતા. આ સમયે ગામલોકોએ તેની મદદ કરવાનું નક્કી કર્યું

હાથણીને ફોસલાવી બચ્ચાને બહાર કાઢ્યું

image source

ખાસ કરીને તો હાથણી પોતાના બચ્ચાને બહાર કાઢવાના પ્રયાસમાં તેની ઉપર વધારે માટી નાખતી જઈ રહી હતી. જેને લીધે બચ્ચું ખુબ ઊંડું ફસાઈ ગયું હતું. ગામલોકોએ પરીસ્થિતિને સમજી અને તરત જ તેના બચ્ચાને બહાર કાઢવા માટે આયોજન કર્યું. એમણે સૌથી પહેલા હાથણીનું ધ્યાન ભટકાવ્યું. એના માટે તેઓ થોડા કેળા એની પાસે લઇ ગયા. રાત આખીથી બેહાલ થઇ ગયેલ હાથણીએ જયારે કેળા જોયા તો એને મેળવવા માટે તે એ જગ્યાએથી દુર ગઇ તો એ ગામલોકોએ બચ્ચાને બહાર કાઢવા માટે પ્રયત્ન શરુ કર્યો. થોડી મુશ્કેલીથી એને કાઢવામાં સફળતા મળી. બચ્ચાને ખાડામાંથી બહાર જોઈને હાથણી ખુબ ખુશ થઇ ગઈ અને એને લઇ જંગલમાં જતી રહી હતીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ