શિવરાત્રિ સ્પેશિયલ: તમારી રાશિ અનુસાર આ રીતે કરો શિવની પૂજા, થશે અઢળક લાભ

મહાશિવરાત્રિ પર 117 વર્ષ પછી સર્જાયો દુર્લભ શુક્ર-શનિની યુતિનો યોગ

ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ હશે. કારણ કે આ દિવસે શિવરાત્રિ પર 117 વર્ષ બાદ ખાસ સંયોગ સર્જાયો છે. આ દિવસે શુક્ર અને શનિનો દુર્લભ યોગ બની રહ્યો છે. તો ચાલો તમને પણ જણાવીએ આ દુર્લભ યોગ કેવી રીતે લાભ કરશે અને તે દરમિયાન કયા કામ કરવા નહીં.

image source

મહાશિવરાત્રિ પર્વ પર ભગવાન શિવની ઉપાસના કરવામાં શંખનો ઉપયોગ કરવો નહીં. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવએ શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. શંખ આ દૈત્યનું જ પ્રતીક માનવામાં આવે છે. આ રાક્ષસ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે જ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી અને વિષ્ણુ પૂજામાં શંખનો ઉપયોગ થાય છે.

ભગવાન શિવની પૂજામાં કેસર, માલતી, દુપહરિકા, ચંપા, ચમેલી, કુંદ, જૂહી વગેરેના ફૂલ ચઢાવવા ન જોઈએ. આ સિવાય ભાંગ તેમજ ધતૂરાના ફૂલનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

image source

કેટલાક લોકો શિવજીની આરાધના કરતી વખતે કરતાલ વગાડે છે. પરંતુ તમને જણાવી દઈએ કે શિવ પૂજા સમયે કરતાલ વગાડવી અશુભ માનવામાં આવે છે.

શિવની પૂજામાં ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની પાછળ પણ એક કથા છે. જલંધર નામનો એક અસુર હતો જેની પત્ની વૃંદા હતી. વૃંદાના અંશથી જ તુલસીનો જન્મ થયો હતો. જેને ભગવાન વિષ્ણુએ પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી.

ભગવાન શિવને તલ કે તલથી બનેલી કોઈ વસ્તુ ચઢાવવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા છે. તેથી તેને શિવજીને અર્પણ કરવા જોઈએ નહીં.

image source

ભગવાન શિવને પૂજામાં માત્ર આખા ચોખા જ ચઢાવવા જોઈએ. તુટેલા ચોખા અશુદ્ધ હોય છે તેથી તેનો ઉપયોગ શિવ પૂજામાં કરવામાં આવતો નથી. તુટેલા ચોખા શિવજીને ચઢાવવાથી તે ક્રોધિત થાય છે.

ભગવાન શિવ વૈરાગી છે તેથી તેમની ઉપાસના કરો ત્યારે કંકુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે કંકુ તે સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય પછી પણ સુતા રહેવું યોગ્ય નથી. આ દિવસે સવારે વહેલા એટલે કે સૂર્યોદય પહેલા જ પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. આ ઉપરાંત દિવસ દરમિયાન પણ ઊંઘ કરવી જોઈએ નહીં.

image source

મહાશિવરાત્રિના શુભ અવસર પર જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો આ દિવસે કાળા કપડા પહેરવાનું ટાળજો. આ દિવસે કાળા કપડા પહેરી પૂજા કરશો તો શિવજી પ્રસન્ન થશે નહીં. આ દિવસે માંસ, મદીરા કે પાન જેવી વસ્તુઓનું સેવન કરવું નહીં. આ વસ્તુઓ તામસિ હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને જે ઘરમાં કોઈ વ્યક્તિએ મહાશિવરાત્રિની પૂજા કરી વ્રત કર્યુ હોય તે ઘરમાં તો ક્યારેય મદિરા પાન કે માંસાહાર કરવો નહીં. આ વસ્તુઓની સાવધાની રાખશો તો તમારી શિવરાત્રિ શુભ સાબિત થશે.

ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ અને 21 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ વર્ષેની શિવરાત્રિ ખૂબ જ ખાસ સંયોગમાં ઉજવાશે. આ વર્ષે 117 વર્ષ પછી ખાસ સંયોગ સર્જાયો છે જેમાં શિવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. આ વર્ષે શિવરાત્રિ પર્વનું મુહૂર્ત 21 ફેબ્રુઆરી સાંજે 5.20 મિનિટથી શરુ થશે. જે 22 ફેબ્રુઆરીની સાંજે 7 કલાક અને 2 મિનિટ સુધી રહેશે. રાત્રિ પૂજાનો સમયે 12.09 કલાલ હશે.

આ વર્ષની મહાશિવરાત્રિ ખાસ ગ્રહોના ગોચરના કારણે છે. મહાશિવરાત્રિ પર આવો સંયોગ 117 વર્ષ પછી સર્જાયો છે તેવું જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતોનુસાર જ્યારે સૂર્ય કુંભ રાશિ અને ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રે આ પર્વ ઉજવાય છે.

image source

આ વર્ષની મહાશિવરાત્રિના ગ્રહ યોગની વાત કરીએ તો શનિ સ્વયંની રાશિ મકરમાં છે અને શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં છે જે દુર્લભ યોગ છે. જો કોઈ જાતકને પોતાનો સૂર્ય મજબૂત કરવો હોય અને સરકારી કામોમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તાંબાના લોટામાં જળ ભરી તેમાં ગોળ ઉમેરી તેનાથી શિવલિંગને અભિષેક કરવો.

જો વૈવાહિક જીવનને મધુર બનાવવું હોય તો દંપતિએ સાથે મળી શિવલિંગનો અભિષેક કરવો. જો કુંડળીમાં મંગળ દોષપૂર્ણ હોય તો શિવલિંગનો અભિષેક હળદર મિશ્રિત જળથી કરવો. જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોય તો શિવ પાર્વતીની પૂજા કર્યા બાદ 7 કન્યાઓને ભોજન કરાવો. તેમજ જળ અને તુલસી પત્ર ચઢાવો. કુંડળીમાં શુક્રને મજબૂત કરવા માટે દૂધ અને દહીંથી અભિષેક કરવો. કુંડળીમાં શનિ ગ્રહ પીડિત હોય તો સરસવના તેલથી અભિષેક કરવો અને રાહુને મજબૂત કરવા માટે પાણીમાં 7 દાણા જવના ઉમેરી શિવજીનો અભિષેક કરવો. કેતુને મજબૂત કરવા માટે પાણીમાં મધ ઉમેરી શિવજીનો અભિષેક કરવો. ચંદ્રનો દોષ દૂર કરવા માટે કાચાથી દૂધથી શિવજીનો અભિષેક કરવો. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે શિવજીને કેસર મિશ્રિત જળ ચઢાવો.

image source

આ વાત થઈ ગ્રહ દોષોના નિવારણ અને નબળા ગ્રહને મજબૂત કરવાની. હવે તમને જણાવીએ કે રાશિ અનુસાર કઈ રાશિના જાતકએ કયા દ્રવ્યથી શિવજીનો અભિષેક કરવો અને કયા દ્રવ્ય તેમને અર્પિત કરવા જોઈએ.

 • મેષ : બિલી પત્ર અર્પણ કરો.
 • વૃષભ : દૂધ મિશ્રિત પાણી ચઢાવો.
 • મિથુન : દહીં મિશ્રિત પાણી ચઢાવો.
 • કર્ક : ચંદનનું અત્તર ચઢાવો.
 • સિંહ : શિવજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો.
 • કન્યા : કાળા તલ ચઢાવો અને પછી પાણીથી અભિષેક કરો.
 • તુલા : પાણીમાં સફેદ ચંદન ઉમેરો અને તેનાથી અભિષેક કરો.
 • વૃશ્ચિક : પાણી અને બીલીના પાન ચઢાવો.
 • ધન : અબીર કે ગુલાલ અર્પણ કરો.
 • મકર : ભાંગ અને ધતૂરો અર્પણ કરો.
 • કુંભ : ફૂલ અર્પણ કરો.
 • મીન : શેરડીનો રસ અને કેસરથી અભિષેક કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ