આ સબવેમાં ફરી રહ્યો હતો માનવકદનો ઉંદર, જે 11 વર્ષથી ઉડાવી રહ્યો છે લોકોના હોંશ, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ…

ન્યૂયોર્ક સબવેમાં ફરી રહ્યો હતો માનવકદનો ઉંદર – 11 વર્ષથી લોકોના હોશ ઉડાવી રહ્યો છે

અમેરિકાના ન્યૂયોર્કમાં આમ તો રેલ્વે સ્ટેશન પર ઉંદર દેખાવા તે સાવ જ સામાન્ય વાત છે પણ એક ઉંદર એવો છે જે આજે પણ લોકોના હોશ ઉડાવી દે છે. આ માનવકદના ઉંદરનો વિડિયો કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ કોઈ સાચો ઉઁદર નથી પણ એક કલાકાર છે જે ઉંદર બનીને ન્યૂયોર્ક સબવેમાં મુસાફરી કરતાં લોકોને આશ્ચર્યમાં મુકે છે અને તેમને મનોરંજન પુરુ પાડે છે. આ કલાકારનો એક વિડિયો ટિક-ટોક પર બનાવવામાં આવ્યો છે અને તેને ટ્વિટ કરવામાં આવ્યો છે અને આ વિડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે.

image source

આ કલાકારનું નામ છે જોનથન લ્યોન્સ. તેઓ એક પર્ફોમન્સ કલાકાર છે. તેમણે ઉંદરનું એક મોટું માસ્ક પહેર્યું છે અને એક મોટી પુંછડી લગાવી છે. તેમનો એક ટિકટોક વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે જે સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચાઈ રહ્યો છે. લ્યોન્સ સૂટ અને જૂતા પહેરેલા રાખે છે અને તેઓ હાથમાં મોજા પહેરે છે. તેઓ જમીન પર ગોઠણ ભેર ચાલે છે., તેમના આ અવતારનું એક નામ પણ છે, બડી ધ રેટ (Buddy the Rat).

image source

જોનાથનનું કહેવું છે કે તેમણે પોતાનું ઉંદરનું આ રૂપ 11 વર્ષ પહેલાં તૈયાર કર્યું હતું. તેમણે ટાઇમ્સ સ્ક્વેર પર લેવામાં આવેલો એક વિડિયો યૂટ્યૂબ પર શેર કર્યો હતો. તેમણે એક શોર્ટ ફિલ્મ માટે બડી સાથે શૂટિંગ કર્યું હતું. જ્યારે તેઓ વોશિન્ગ્ટન સ્ક્વેર પાર્કમાં શૂટિંગ કરી રહ્યા હતા, તેમને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તેઓ મઝાક કરે છે કે આ કોસ્ચ્યુમના કારણે સોશિયલ ડિસ્ટન્સનિંગનું પાલન કરવું સરળ રહે છે.

image source

આ વિડિયોને અત્યાર સુધીમાં ટ્વીટર પર 4.4 મિલિયન વ્યૂઝ મળી ગયા છે અને હજારો લોકો આ ટ્વીટ પર ટ્વીટ કરી રહ્યા છે અને એક લાખ કરતાં પણ વધારે લોકોએ આ વિડિયોને લાઇક પણ કર્યો છે.

હાલ કોરોના વાયરસ આખાએ વિશ્વમાં બહોળી રીતે ફેલાઈ ચુક્યો છે. તેમ છતાં ભારત ઉપરાંત અમેરિકા જેવા દેશમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને જોઈએ તેટલું મહત્ત્વ નથી આપી રહ્યા. ઘણા લોકોને તો માસ્ક પહેરવું પણ યોગ્ય નથી લાગતું. અને આવા સમયમાં લોકોથી બને તેટલા દૂર રહેવા માટે આ કલાકારનો આ ઉપાય તેના માટે ઘણો ઉપયોગી નીવડી રહ્યો છે. તેના મોટા ઉંદરના માસ્કને તેની લાંબી પૂછડીના કારણે લોકો તેનાથી દૂર રહેવાનું જ યોગ્ય માને છે. અને આ રીતે તે પોતાને સુરક્ષિત પણ રાખી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ