સલામ છે આ ડોક્ટરને જેણે બાળકીની સાથે તેની ઢીંગલીને પણ પ્લાસ્ટર લગાવ્યું। ડોક્ટરની સોશિયલ મીડિયામાં થઈ પ્રસંશા…

બાળકીની સાથે તેની ઢીંગલીને પણ પ્લાસ્ટર મારનારા ડોક્ટરની સોશિયલ મીડિયામાં થઈ પ્રસંશા… ત્રણ દિવસ બાદ હવે બેબી અને ડોલ બંનેને પેટ સુધી કરવું પડ્યું પ્લાસ્ટર… જુઓ ફોટોઝ… ૧૧ મહિનાની નાનકડી બેબીને આવ્યું બંને પગમાં થયું ફેક્ચર, તો સાથે તેની વ્હાલી ઢીંગલીને પણ ડોક્ટરે મારી દીધું પ્લાસ્ટર…


એક સમાચારે સોશિયલ મીડિયામાં સૌને ભાવુક કર્યા અને ડોક્ટર્સની નિર્ણય લેવાની રીતની પ્રસંશા પણ થઈ. થયું એવું કે દિલ્હીના દરિયાગંજના એક પરિવારની ૧૧ મહિનાની દીકરી પલંગ ઉપરથી પડી ગઈ અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલ લઈ જવી પડી. ફ્રેક્ચરથી પીડાતી નાનકડી દીકરીને લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આટલી નાની છોકરીના પગ પર પ્લાસ્ટર લગાડવું ખૂબ મુશ્કેલ હતું, ત્યારબાદ તેની મમ્મીને શું સૂઝ્યું કે તેણે તેની પ્રિય ઢીંગલીને તેની સાથે રાખવાનો વિચાર આવ્યો.


ઢીંગલી સાથે હોવાને લીધે આ બેબી થોડી શાંત તો થઈ પરંતુ તે હજુ પણ સારવારમાં સહકાર નહોતી આપી રહી ત્યારે ત્યાં ડોક્ટરે તેની ઢીંગલીના પગ પર પ્લાસ્ટર મૂકી દીધું હતું અને એજ રીતે એવી જ પોઝીશનમાં તેને પણ પડખે સુવાડી. થોડીવારમાં તો તે પછી માસૂમ બાળકી ખુશીથી સારવાર લેવા માટે સંમત થઈ ગઈ. બાળકી અને તેની ઢીંગલી વચ્ચેના આ અનોખા સંબંધને જોઈને ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઢીંગલીને પણ લાગ્યું પ્લાસ્ટર…


આ અગિયાર મહિનાની બેબીનું નામ ઝિકરા છે, જે છેલ્લા ૧૫ દિવસથી હોસ્પીટલમાં દાખલ છે અને તેને પ્લાસ્ટર કરીને ટ્રેકશનમાં રાખવાની હતી. તેના બંને પગ ઊંચા કરીને લટકાવી રાખવાના હતા. સહેજ પણ હલનચલન કરવાની તેને છૂટ નહોતી. આમ કરવાથી તેને વધુ દુખાવો થાય તેવું હતું. તેથી દીકરીનું ધ્યાન તેના પ્રિય રમકડાંમાં રહે તેવું તેની મમ્મીએ વિચાર્યું પરંતુ તેનાથી પણ વધુ આગળ વધીને તેના ડોક્ટરે તેની ઢીંગલીને પગે સેઈમ એવું જ પ્લાસ્ટર કરી આપ્યું અને બેબી અને ઢીંગલી બંને એકજ પોઝિશનમાં હોસ્પીટલના બેડ ઉપર ગોઠવાયા. આ સુંદર ઢીંગલી સાથે ઝિકરા તેનું દર્દ ભૂલી ગઈ અને હસતી થઈ ત્યારે સૌના ચહેરા ઉપર સ્મીત ફરક્યું.

તબીયતમાં સુધાર બાદ લેવાયો વધુ એક નિર્ણય…


પોતાની પડખે પોતાની ઢીંગલીને પણ એજ રીતે પ્લાસ્ટર સાથે સૂતેલી રાખી ત્યારે ઝિકરાની તબીયતમાં ૧૫ દિવસ દરમિયાન ઘણો સુધારો જોવા મળ્યો. જેને કારણે આ સોમવારે સવારે જ્યારે ડોકટરોની ટીમે વોર્ડની મુલાકાત લીધી ત્યારે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયા બાદ ફરી વધુ એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝિકરાને હવે પાકુ પ્લાસ્ટર આપવાનો સમય થઈ ગયો હતો ત્યારે ડોક્ટર્સની ટીમમાંથી એક જુનિયર ડોક્ટરે તેમના ડોક્ટર્સ સામે જોયું અને પછી ઢીંગલીની સામું જોયું. સૌ સમજી ગયા અને પેટ સુધી પાકું પ્લાસ્ટર કરી આપ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે હવે તેની સ્થિતિમાં ઘણો સુધાર છે અને તેને એક – બે દિવસમાં રજા આપી દેવાશે અને પછીના અઠવાડિયે તેઓ ફરી આવીને પ્લાસ્ટર કપાવી જઈ શકશે.

હોસ્પીટલમાં બેબીને મળ્યું સેલિબ્રીટી સ્ટેટસ…


પ્લાસ્ટર બાદ નર્સો, પેરામેડિકલ સ્ટાફ, ડોકટરો અને રહેવાસીઓ ઉપરાંત અન્ય દર્દીઓ ઝિકરા અને તેની ઢીંગલી પરી સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. સાંજે, તેના માતાપિતાએ પણ ઝિકરાને નવો ડ્રેસ પહેરાવ્યો છે. ઝિકરાએ તેની ઢીંગલી બંનેને એક સાથે માથામાં વાળની પટ્ટી અને હાથમાં બ્રેસલેટ વગેરે પહેરાવ્યું હતું અને ચમચી વડે દૂધ પણ પીવરાવ્યું હતું. હાલમાં ઝિકારા તેની ઢીંગલી પરી પેટ સુધીના બંને પગથી સ્ટુકો પ્લાસ્ટર સાથે હોસ્પિટલના ઓર્થો બ્લોકના ૧૬ નંબરના બેડ પર સૂતી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ