૧૧ એવા સેલિબ્રિટિઓ કે જેમને ઊંમર જ નથી લાગી…

ઉંમર વધતાની સાથે સાથે વ્યક્તિના બાહ્ય દેખાવમાં પણ બદલાવ આવતા હોય છે, પણ આજે અમે તમને જણાવીશું એવા બૉલીવુડ અને ટીવી સેલિબ્રિટી વિષે જે છે તો ભીડેના જમાનાના પણ અત્યારે તેમનો દેખાવ છે બોલીવુડના અનેક યુવાન કલાકારોને ટક્કર એવો.

આજે એવા 11 કલાકારો વિષે જણાવીશું જેમની માટે ઉંમરમાં નંબર તો 35 થી 45 થઇ ગયો પણ તેમનો દેખાવ અને શરીર પર એ ઉંમરની કોઈ અસર દેખાતી નથી.

1. ગુલ પનાગ

image source

હમણાં થોડા સમય પહેલા જયારે ઘણાબધા લોકો સોશિયલ મીડિયા પર 5 વર્ષની ચેલેન્જ લઈને પોતાના જુના અને નવા ફોટો શેર કરી રહ્યા હતા તેવામાં ગુલ પનાગે પોતાના સોશિયલ મીડિયામાં પોતાનો 20 વર્ષ પહેલાનો એક ફોટો શેર કર્યો હતો અને સાથે તેણે પોતાનો તાજેતરનો પણ એક ફોટો શેર કર્યો હતો તેમાં જોઈ શકીએ છીએ કે કેટલો ફર્ક છે, મને તો નથી લાગતું કે તેની ઉંમર વધી હોય એ તો પહેલા હતી તેનાથી પણ વધુ ફિટ અને ફાઈન દેખાઈ રહી છે.

2. મંદિરા બેદી

image source

મંદિરા બેદીએ હાલમાં જ પોતાના અનેક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા જેમાં તે પરિવાર સાથે આનંદ માણતી દેખાઈ રહી છે. તેમાં તમે જોઈ શકો છો કે તે કેટલી ફિટ દેખાઈ રહી છે, 90ની સાલની આસપાસ જન્મેલ વ્યક્તિ તો મંદિરાને ઓળખતા જ હશે કેમ કે ત્યારે તે ટીવીમાં કામ કરતી હતી પછી થી તે ક્રિકેટ મેચ દરમિયાન એન્કરિંગ કરતી પણ દેખાઈ હતી. મંદિરા પોતાને આટલી ફિટ રાખવા માટે યોગા અને અનેક કસરત કરતી હોય છે જેના વિડિઓ તે અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.

3. અનિલ કપૂર

image source

ખરેખર અનિલ કપૂરની તો ફક્ત ઉંમર નંબરથી જ વધી છે દેખાવમાં તો તે સોનમ કપૂરના પતિ કરતા પણ વધુ યુવાન અને જોશીલા લાગે છે.

4. રવિના ટંડન

image source

રવિના આજે પણ એવી જ દેખાય છે જેવી પહેલા તે દેખાતી હતી, તમારું શું કહેવું બરોબરને?

5. મિલિન્દ સોમન

image source

અનેક યુવતીઓની દિલની ધડકન આજે પણ આ વ્યક્તિને જોઈને વધી જતી હશે, થોડા જ સમય પહેલા તેણે તેની ઉમર કરતા સાથે લગ્ન કર્યા હતા.

6. રાહુલ ખન્ના

image source

જો તમને આ પહેલા અને પછીના ફોટોમાં કોઈ ફર્ક દેખાતો હોય તો મને પણ જણાવજો.

7. માધુરી દીક્ષિત

image source

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ આ લિસ્ટમાં સામેલ છે, તમે જયારે પણ માધુરીને જોશો તો તમને આજે પણ એ હમ આપકે હૈ કોણ વાળી જ માધુરી દેખાશે. તેની સુંદરતામાં આજે પણ કોઈ ફર્ક નથી પડ્યો.

8. તબુ

image source

તબુ પણ આમાંથી બાકાત નથી.

9. ટવિંકલ ખન્ના

image source

બૉલીવુડની ફિલ્મોથી ભલે તે દૂર થઇ ગઈ હોય પણ દેખાવ બૉલીવુડ હિરોઈનને ટક્કર મારે એવી છે.

10. આર. માધવન

image source

ઓહ દિલ ધબકારો ચુકી ગયુંને આ ચોકલેટ બોયને જોઈને. તમને માધવનનું કયું ફિલ્મ સૌથી વધુ પસંદ છે.

11. સુનિલ શેટ્ટી

image source

તેની દીકરી પણ હવે તો ફિલ્મોમાં દેખાવા લાગી છે ત્યારે તમે સુનીલને પણ જોશો તો તે અત્યારે પણ તેવો જ ફિટ અને ફાઈન દેખાઈ રહ્યો છે જેટલો તે પહેલા દેખાતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ