106 કીલો ચોકલેટમાંથી બનાવ્યા છે આ ગણપતિ ! અનોખી રીતે કરવામાં આવશે તેનું વિસર્જન..

ગણપતિના ઉત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. અને લોકો અનોખી મૂર્તિઓ બનાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. શરૂઆતમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મૂર્તિની ઘરે પધરામણી કરતાં હતા. જો કે શરૂઆત તો સાર્વજનીક ગણપતિથી જ થઈ હતી પછી ધીમે ધીમે લોકો ગણપતિની ભક્તિમાં લીન થતાં ગયા અને ઘરે ઘરે ગણપતિ બેસાડતાં થયા.

હાલ પર્યાવણને થતાં નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારના કેટલાક નિયમો તેમજ કેટલીક સમાજસેવી સંસ્થાઓના પ્રોત્સાહનના કારણે લોકો ઇકો ફ્રેન્ડલી એટલે કે જે પર્યાવરણને નુકસાન ન કરે તેવી મૂર્તિઓ લાવતા થયા છે અને ગયા વર્ષથી તો એવી માટીની મૂર્તિઓ નીકળી છે કે જેનું વિસર્જન કરવા માટે કોઈ નદી તળાવ નહીં પણ ઘરમાં જ થઈ શકે અને તેનું વિસર્જન કર્યા બાદ તેમાંથી છોડ પણ ઉગે છે.

પણ આજની આપણી આ ગણપતિની મૂર્તિ થોડી હટકે છે અને તેના વિસર્જનનો ઉદ્દેશ પણ અનોઠો છે. પંજાબના લુધિયાણામાં ગણપતિજીની આ મૂર્તિએ લોકોમાં ઘણું આકર્ષણ જમાવ્યું છે. તેનું કારણ છે મૂર્તિને બનાવવામાં વપરાયેલું મટિરિયલ. આ સોએ સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશા મૂર્તિ છે. તેને 106 કીલો ચોકલેટમાંથી બનાવવામાં આવી છે.

લુધિયાણાની બેલફ્રાંસ બેકરી દ્વારા આ ચોકલેટની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ ચોકલેટ ગણેશાને 20 શેફ દ્વારા બનાવવામાં આવી છે. તેમજ તેને બનાવવા પાછળ 10 દિવસનો સમય લાગ્યો છે. તેને બનાવવામાં 100થી વધારે કીલો ગ્રામ બેલ્જિયમ ચોકલેટનો ઉપયોગ કરવાં આવ્યો છે.

પણ જેટલી જ આ મૂર્તિની બનાવટ વિશિષ્ટ છે તેટલું જ તેનું વિસર્જન પણ વિશિષ્ટ છે. અને વિસર્જનથી કોઈને નુકસાન નહીં પણ સુખ જ સુખ થશે. કારણ કે આ ચોકલેટના ગણપતિને દૂધમાં વિસર્જીત કરવામાં આવશે.

હા, આ ગણપતિને દૂધમાં વિસર્જીત કર્યા બાદ તેનો જે ચોકલેટ મિલ્ક શેક તૈયાર તશે તેને સેંકડો ગરીબ બાળકોને પ્રસાદરૂપે વેહેંચવામા આવશે. લોકોની જાણમાં ભલે આ પ્રકારની મૂર્તિની હકીકતો આ વર્ષે ધ્યાનમાં આવી હોય પણ. લૂધિયાણાની આ બેકરી છેલ્લા કેટલાક વર્ષથી આ જ રીતે ગણપતિના મહોત્સવની ઉજવણી કરે છે. તેઓ દર વર્ષે વિવિધ આકારની ચોકલેટની ગણેશજીની મૂર્તિઓ બનાવે છે અને આ જ રીતે તેનું વિસર્જન કરે છે.

સામાન્ય રીતે લોકો આ ઉત્સવની ઉજણવી કરવા માટે બજારમાં મળતી તૈયાર મૂર્તિઓ લઈ આવે છે જે મોટેભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની હોય છે અને જો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પણ તેઓ લાવતા હશે તો તેમાં ક્યાંકને ક્યાંક તો કેમિકલનો ઉપયોગ થતો જ હોય છે પણ બેકરીના માલિક હરજિંદર સિંહ જણાવે છે કે તેમની આ મૂર્તિમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નથી થતો સંપૂર્ણ ખાવાલાયક પદાર્થોનો જ તેમાં ઉપયોગ કરવામાં આવે છે.

માટે અન્ય મૂર્તિઓ કે જેને કેમિકલના રંગો તેમજ પર્યાવરણને નુકસાનકારક તત્ત્વોનો ઉપયોગ કરીને બનાવીને પછી તેને નદી નાળામાં વિસર્જીત કરીને જે નુકસાન પહોંચાડવામાં આવે છે, પણ તેથી વિરુદ્ધ તેમણે ચોકલેટના ગણપતિ બનાવ્યા છે. જેને તેઓ દૂધમાં વિસર્જીત કરશે અને પછી તેનો શેક બનાવીને તેઓ પ્રસાદ તરીકે ગરીબ બાળકોમાં વહેંચશે.

બેકરીના માલિક હરજિંદર સિંઘ કુકરેજાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ચોકલેટ ગણેશાની તસ્વીર શેયર કરી હતી. જેને થોડા ક જ કલાકમાં હજારો લાઇક્સ મળી ગઈ હતી અને તેને સેંકડો વાર રી ટ્વીટ પણ કરવામાં આવી હતી. તેમજ તેમના આ સદવિચારને અગણિત ટ્વીટર અકાઉન્ટ હોલ્ડરો દ્વારા વધાવવામાં આવ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ