ક્યારેય જોયો છે દુનિયાનો સૌથી મોટો સિક્કો ? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પામેલ છે સ્થાન…

ધ બિગ મેપલ લીફ

વિશ્વનો સૌથી વધુ વજન ધરાવતો સોનાનો સિક્કો એટલે ધ બિગ મેપલ લીફ. સો ટચના સોનાનો આ સિક્કો સો કિલો વજન ધરાવે છે વિશ્વના અતિપ્રસિદ્ધ પાંચ સિક્કામાનો એક સો કિલો વજન ધરાવતો આ સિક્કો કેનેડાની રોયલ કેનેડિયન નામની કંપની એ બનાવ્યો હતો.

image source

આ સિક્કાની ચર્ચા ખાસ એટલા માટે ચાલી રહી છે કે 2017માં વિશ્વના સૌથી મોટા સોનાના સિક્કા ધ બિગ મેપલ લીફની મ્યુઝિયમમાંથી ચોરી કરવામાં આવી હતી.

રોયલ કેનેડિયન કંપનીએ વિકસાવેલી ટેકનીક અનુસાર 1982માં 99.99 ટચ ના સોનાના સિક્કા બનાવવાનું કંપનીએ શરૂ કર્યું ત્યારે સો કિલો વજન ધરાવતો સોનાનો સિક્કો આ કંપની એ બનાવ્યો હતો જે દુનિયાનો સૌથી વધુ વજન ધરાવતો બીજા નંબરનો મોટો સિક્કો માનવામાં આવે છે. જેની કિંમત આશરે ૩૦ કરોડ ૩૮ લાખ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે.

image source

ધ બિગ મેપલ લીફ પર ક્વીન એલિઝાબેથ બેની તસવીર બનાવવામાં આવી છે.

કેનેડામાં તૈયાર થયેલા આ સિક્કાની એક બાજુ એલિઝાબેથનુ ચિત્ર છે તો સિક્કાની બીજી બાજુ મૈપલ ટ્રીના પાનની છબી અંકિત કરવામાં આવી છે ઉપરાંત સિક્કા પર કેનેડા તેમજ સિક્કાની ખરાઇ માટે પ્યોર ગોલ્ડ ૧૦૦ કિલોગ્રામ પણ લખવામાં આવેલું છે.

image source

સિક્કા પર તૈયાર કરવામાં આવેલી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તસવીર કેનેડિયન આર્ટિસ્ટ સુજાના બ્લંટે તૈયાર કરી હતી.

2007માં ધ બિગ મેપલ લીફ નામના આ સોનાના સિક્કા ને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિક્કા તરીકે સ્થાન પ્રાપ્ત થયું.

image source

જર્મની સ્થિત બોર્ડ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ સિક્કાની 27 માર્ચ 2017 ના રોજ ચોરી થઈ ચૂકી છે.

વિચાર તો એ આવે કે સો કિલો વજનનો શીખો કોઈ કેવી રીતે ચોરીને લઈ ગયું ? નિષ્ણાતોનું માનવું છે કે સિક્કાને ચોરવામાં સીડી, દોરડું તથા અન્ય વજન વહન કરી શકે તેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.પોલીસે શંકાને આધારે ચાર વ્યક્તિ ની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે.

image source

પોલીસને સિક્કાના નામ ઉપર થોડી ગોલ્ડ ડસ્ટ મળી આવી હોવાને આધારે એવું પણ તારણ નીકળી રહ્યું છે કે સિક્કો ચોરનારે સિક્કો ઓગાળી નાખ્યો હોવાની શક્યતા વધારે છે.

image source

કમનસીબ હકીકત એ છે કે મજબૂત સિક્યોરિટીની વચમાંથી પણ સો કિલો વજનનો વિશ્વ પ્રસિદ્ધ સોનાનો સિક્કો મ્યુઝિયમમાંથી ચોરાયો છે. અને અત્યારે એ સિક્કાના હોવાપણા અંગે પણ પ્રશ્નાર્થ છે.

image source

વિશ્વના પાંચ પ્રસિદ્ધ સોનાના સિક્કાઓ માં ધ બિગ મેપલ લીફ , ઓસ્ટ્રેલિયન ફિલારમોનિક , ઓસ્ટ્રેલિયન કાંગારૂ, સાઉથ અમેરિકન ક્રુગરેન્ડ તેમજ યુએસ અમેરિકન ઇગલ નો સમાવેશ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ