જીવનમાં ભયને દૂર કરતાં 10 વાક્યો વાંચો ને ભગાડો તમારા ભયને …

આજકાલના દોડાદોડી તેમજ હરીફાઈ ભર્યા જીવનમાં લોકોમાં ડીપ્રેશનનું પ્રમાણ ખુબ વધી ગયું છે. આજનો માણસ સમાજીક-આર્થિક રીતે એટલો તાણમાં જીવી રહ્યો છે કે તે ખુબજ સરળતાથી ડીપ્રેસ થઈ જાય છે. અને જો તેની સાથે યોગ્ય સથવારો ન હોય અથવા તો તેનો સ્વભાવ એકલવાયો હોય તો તેના ડીપ્રેસ થવાના ચાન્સીસ વધી જાય છે અને તે કેટલાક ગંભીર તેમજ નુકસાનકારક નિર્ણયો લેવા પ્રેરાય છે. ફેસબુક પર ભલે તમારા 400-500 મિત્રો હોય પણ જ્યારે ખરી જરૂર પડે છે ત્યારે તેમાંથી 1 ટકો પણ તમને કામ આવતા નથી. તાજેતરમાં જ ખ્યાતનામ શેફ એન્થની બર્ડેઇને પોતાના જ હોટેલના રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બહારથી વ્યક્તિ ખુબ જ પ્રસન્ન લાગતી હોય પણ તેની પાછળ શું છુપાયેલું હોય છે તે બીજી વ્યક્તિને ખબર નથી હોતી. અને હવે જમાનો એવો આવી ગયો છે કે કોઈને કોઈની પડી જ નથી હોતી. માટે આપણે જ આપણું ધ્યાન રાખવાનું હોય છે.

આવા સંજોગોમાં ઘણીવાર આપણે કોઈ પુસ્તક વાંચ્યું હોય અને તેમાં અમુક વાક્યો આવ્યા હોય તે ઇન્સ્પાયર કરી જાય છે. અને હવે તો લાંબુ લચક પુસ્ક વાંચવાની પણ કોઈ જરૂર નથી. તમને પ્રોત્સાહિત કરતાં ક્વોટ્સ ઢગલા મોઢે તમને સોશિયલ મિડિયા પર અથવા તમારા વોટ્સએપ પર ગુડમોર્નિંગ વિશિશ સાથે મોકલી દેવામાં આવે છે. પણ આ ક્વોટ્સમાંથી બધા જ કંઈ તમને અસર કરે તેવું નથી હોતું ઘણા ઓછા ક્વોટ્સ એવા નક્કર હોય છે જે ખરેખર તમારા મન પર અસર કરી શકે છે. આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ કેટલાક ક્વોટ્સ લાવ્યા છીએ જે તમને જીવનમાં ઇન્સ્પાયર કરી શકે છે.

“Fears Are Nothing More Than A State Of Mind.” – Napoleon Hill

 અર્થાત્- ભય એ માત્ર મગજની એક સ્થિતિ છે, બીજું કશું જ નથી.

“If you want to conquer fear, don’t sit home and think about it. Go out and get busy.” – Dale Carnegie

Image result for 10 Quotes For Overcoming Fear In Life અર્થાત્- જો તમે તમારા ભય પર વિજય મેળવવા માગતા હોવ તો ઘરે બેસીને તેના વિષે વિચાર વિચાર ન કરો. બહાર જાઓ અને વ્યસ્ત થાઓ.

“F.E.A.R has two meanings- Forget Everything and Run OR Face Everything And Rise” – unknown

 ભય – F.E.A.R ના બે અર્થ થાય છે – બધું જ ભૂલી જાઓ અને ભાગો અથવા દરેક વસ્તુનો સામનો કરો અને તેમાંથી ઉભા થાઓ. – હવે નક્કી તમારે કરવાનું છે.

“Your Largest Fear Carries Your Greatest Growth.” – unknown

 અર્થાત્ – ભયમાં તમારી ઘણી બધી તકો છુપાયેલી છે.
તમને જે વાતનો ભય હોય જો તમે તેના પર વિજય મેળવી લો ત્યારે બને છે એવું કે તેમાંથી તમને જીવનમાં આગળ વધવા માટે ઘણી બધી તકો ઉભી થાય છે.

“There is no illusion greater than fear.” – Lao Tzu

ભયથી મોટો કોઈ જ ભ્રમ નથી.
આપણે પ્રથમ કોટમાં જણાવ્યું છે તેમજ ભય એ માત્ર તમારી ઉપજાવી કાઢેલી સ્થિતિ છે. બીજું કંઈ જ નથી એ માત્ર એક ભ્રમ છે.

“In order to succeed, your desire for success should be greater than your fear of failure.” – unknow

અર્થાત્ – જો તમારે સફળ થવું હોય તો તો તમારી સફળ થવાની ઇચ્છા તમારા ભય કરતાં મોટી હોવી જોઈએ.

“Thinking will not overcome fear but action will.” – W. Clement Stone

અર્થાત્ – વિચારવાથી તમે ભયમાંથી મુક્ત નહીં થાવ પણ કંઈક કરવાથી થશો.
માટે ભય વિષે વિચારવાના બદલે કંઈક કરવા પ્રયાસ કરો.

“Never let your fear decide your future.” – unknown

 તમારા ભયને તમારું ભવિષ્ય નક્કી કરવા ન દો.

“The only thing we have to fear is fear itself.” – Franklin D. Roosevelt

આપણે જો કોઈ વસ્તુથી ડરવાનું હોય તો તે છે માત્ર ભય.

આપણે આપણા ભયને ક્યારેય આપણા પર હાવી ન થવા દેવો જોઈએ. ભય એ આપણા વિકાસને અટકાવી દે છે. આપણને આગળ વધવા દેતો નથી.

“Fear is only temporary. Regret lasts forever !” – unknown
અર્થાત્ – ડર ક્ષણિક છે. પણ તેના કારણે જે પછતાવો રહી જાય છે તે જીવનભર રહે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી